________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૧
૧૨૦૭
થાય તો તે મમત્વરૂપ જ છે. પરંતુ વિધિકારિત હોતે છતે સ્વયંકારિત કે ગુરુકારિત હોવાને કારણે વિશેષ ભક્તિ થાય તો તે પક્ષ આદરણીય બને, માટે ઉત્સર્ગથી વિધિકારિત જ અવસ્થિત પક્ષ છે, એમ નક્કી થાય છે. ઉત્થાન :
પૂર્વમાં અવસ્થિત પક્ષમાં ઉત્સર્ગ શું છે તે બતાવ્યું. હવે અવસ્થિત પક્ષમાં અપવાદ શું છે તે બતાવે છે અર્થાત્ શ્રાદ્ધવિધિના પાઠમાં સમ્યકત્વપ્રકરણમાં જે અવસ્થિત પક્ષ બતાવ્યો, તે ઉત્સર્ગને અવલંબીને નથી, પરંતુ અપવાદને અવલંબીને છે. ઉત્સર્ગથી અવસ્થિત પક્ષ ત્યાં બતાવ્યો નથી, પણ તે અધ્યાહારરૂપે સમજવાનો છે, અને તે અહીં ટીકામાં શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યો તે ઉત્સર્ગથી વિધિકારિત જ પક્ષ અવસ્થિત પક્ષ છે, અને શ્રાદ્ધવિધિમાં પાઠમાં સમ્યકત્વપ્રકરણમાં કહેલ અવસ્થિત પક્ષ અપવાદથી છે, તેને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકા :
विधिकारितासंपत्तावपवाद(त)स्त्वाकारसौष्ठवमवलम्ब्य मनःप्रसत्तिरापादनीया न चैवमविध्यनुमतिरपवादालम्बनेन तन्निरासात्क्रमदेशनायां स्थावरहिंसाननुमतिवद्, भक्तिव्यापारप्रदर्शनेन दोषोपस्थितिप्रतिरोधाद्वा काव्य इव व्यक्तिप्रदर्शनेनेति शास्त्रस्थितिः। अत एवोक्तं व्यवहारभाष्ये -
"लक्खणजुत्ता पडिमा पासाईआ सम्मत्तलंकारा ।
પન્હાયરૂં નટ્ટ વ મ ત ળજ્ઞરનો વિવાહિ” | ચિ. મા. ૩. ૬/TI.૨૮8] ત્તિ ૭૨ ટીકાર્ય :
વિધવારિત .... પવિનીયા વળી વિધિકારિતની અસંપત્તિમાં=અપ્રાપ્તિમાં, અપવાદથી આકારસૌષ્ઠવનું અવલંબન કરીને મનની પ્રસક્તિ મનનો પ્રસાદ આપાદનીય છે.
વેવમf .... મનનુમતિવ, અને આ રીતે પૂર્વે કહ્યું કે વિધિકારિતની અસંપત્તિમાં વળી આકારની સુંદરતાનું અવલંબન લઈને મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ એ રીતે, અવિધિની અનુમતિ પ્રાપ્ત થશે એમ ન કહેવું; કેમ કે ક્રમદેશતામાં સ્થાવર જીવોની હિંસાની અનુમતિની જેમ અપવાદના આલંબનથી તેનો=અવિધિની અનુમતિનો, નિરાસ થાય છે. ઉપરમાં કહ્યું કે આ રીતે અવિધિની અનુમતિ પ્રાપ્ત થશે નહિ. તેમાં બીજો હેતુ કહે છે –
ભવિતવ્યાર .... શાસ્ત્રસ્થિતિઃ | કાવ્યમાં જેમ વ્યક્તિના પ્રદર્શનથી દોષની ઉપસ્થિતિનો પ્રતિરોધ થાય છે, તેમ ભક્તિના વ્યાપારના પ્રદર્શનથી દોષની ઉપસ્થિતિનો પ્રતિરોધ થાય છે. તેથી અવિધિમાં અનુમતિ નથી, એ પ્રકારની શાસ્ત્રની સ્થિતિ છે.