________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૧
अत एव व्यवहारभाष्ये આથી કરીને જ=વિધિકારિત પ્રતિમાની અપ્રાપ્તિમાં આકારની સુંદરતાનું અવલંબન લઈને મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ, એ પ્રકારનો અપવાદ છે આથી કરીને જ, વ્યવહારભાષ્યમાં કહેવાયેલું છે
1
વિમાળાદિ" ત્તિ ।। પ્રાસાદિત=પ્રસન્નતાજનક, સમ્યગ્ અલંકારયુક્ત, લક્ષણ યુક્ત એવી પ્રતિમા જે પ્રકારે મનને પ્રસન્ન કરે છે, તે પ્રકારે નિર્જરા થાય છે, તેમ તું જાણ.
“लक्खणजुत्ता
‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૭૧||
ભાવાર્થ:
૧૨૦૮
*****
વિધિકારિતાદિની અપ્રાપ્તિમાં અપવાદથી પ્રતિમાની વીતરાગતાને બતાવનાર જે આકૃતિનું સુંદરપણું છે, તેને અવલંબીને પૂજાવિધિમાં મનનો પ્રસાદ આપાદન કરવો જોઈએ અર્થાત્ મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ.
અહીં કોઈને પ્રશ્ન થાય કે અવસ્થિત પક્ષ સર્વ નયને જોનારો છે, માટે ત્યાં ઉત્સર્ગ કે અપવાદરૂપ બે વિકલ્પો કઈ રીતે સંગત થાય ? તો તેનો ઉત્તર એ છે કે ગુરુકારિતાદિ સર્વ પક્ષને માનનાર હોવાથી તે અવસ્થિત પક્ષ છે; કેમ કે ગુરુકારિતાદિ સર્વ પક્ષો કોઈક કોઈક દૃષ્ટિથી પ્રવર્તે છે, તેથી તે નયસ્વરૂપ છે, અને તે સર્વ ગુરુકારિતાદિ પક્ષને સ્વીકારનાર દૃષ્ટિ અવસ્થિત પક્ષ છે અને તે સર્વ દૃષ્ટિને સ્વીકારનાર એવા અવસ્થિત પક્ષમાં પણ ઉત્સર્ગ અને અપવાદ એમ બે નયદષ્ટિ છે. તે આ રીતે
-
(૧) અવસ્થિત પક્ષ ઉત્સર્ગથી કહે છે કે વિધિકારિત પ્રતિમા હોય અને ગુરુકારિત કે સ્વયંકારિતને કારણે તે ભક્તિના અતિશયની આધાયક બને છે. તેથી વિશેષરૂપે ભાવવૃદ્ધિનું કારણ બને છે.
(૨) અવસ્થિત પક્ષ અપવાદથી કહે છે કે વિધિકારિત પ્રતિમા ન હોય ત્યારે જે પ્રાપ્ત પ્રતિમા હોય તેમાં વીતરાગનો આકાર છે માટે પૂજનીય છે. તેથી તે પ્રતિમાને જોઈને ભક્તિનો ભાવ થાય તે રીતે યત્ન કરવો જોઈએ, પરંતુ આ પ્રતિમા વિધિકારિત નથી માટે પૂજનીય નથી, તેમ કરીને વીતરાગના આકારવાળી પ્રતિમા પ્રત્યે અનાદર કરવાથી પ્રતિમાની આશાતનાનું પાપ લાગે છે.
તેથી ઉત્સર્ગથી વિધિકારિતનો આગ્રહ કરવો તે ઉચિત જ છે, પરંતુ જ્યારે વિધિકારિતની અપ્રાપ્તિ હોય ત્યારે કારણિક ધર્મરૂપ અપવાદનો સ્વીકાર કરીને સર્વ પ્રતિમાને પૂજનીય કહેવી તે પણ ઉચિત જ છે. માટે અવસ્થિત પક્ષમાં પણ ઉત્સર્ગ અને અપવાદ બંને સુસંગત છે.
અપવાદથી અવિધિકારિત પ્રતિમાની પૂજામાં અવિધિની અનુમતિ નથી તે સ્પષ્ટ કરે છે
ઉપદેશક પ્રથમ સર્વવિરતિનો ઉપદેશ આપે, પરંતુ શ્રોતા સર્વવિરતિ સ્વીકારવા માટે અસમર્થ જણાય ત્યારે દેશવિરતિનો ઉપદેશ આપે તે ક્રમદેશના છે, અને એ રીતે દેશના અપાયે છતે શ્રોતા દેશિવરતિને સ્વીકારે તો ઉપદેશક સાધુને સ્થાવર જીવોની હિંસાની અનુમતિ પ્રાપ્ત થતી નથી; કેમ કે તેના હિતનો આ જ ઉપાય છે. એ રીતે વિધિકારિત પ્રતિમાની અપ્રાપ્તિ હોય ત્યારે આકારની સુંદરતાનું અવલંબન લઈને