________________
૧૨૦૨
પ્રતિમાશતક | શ્લોક : ૭૧
ટીકાર્ચ -
મ્યુચમાદ - ૩ઃ | અમ્યુચ્ચયન=સમુચ્ચયને, ગ્રંથકારશ્રી કહે છે – વળી ગુરુકારિતાદિ વિષયના આગ્રહને છોડીને ભક્તિથી=ભક્તિમાત્રથી, સર્વત્ર પણ ચૈત્યમાં અવિશેષથી=વિશેષતા ઉદાસીપણાથી=સામાન્યથી, કૃતિવરો વડે મુખ્ય પંડિતો વડે, પૂજ્યની આકૃતિની= ભગવાનની પ્રતિમાની, પૂજયતા કહેવાયેલી છે; કેમ કે કાલાદિના આલંબન વડે આ પ્રકારે જ=વિશેષતા ઉદાસીપણાથી સામાન્યથી જ, બોધિના સુલભપણાની ઉપપત્તિ=સંગતિ, છે.
તથા ૨ - શ્રાદ્ધવિધ પd: - અને તે રીતે પૂર્વે વિશ્વથી કહ્યું કે, ગુરુકારિતાદિ વિષયના આગ્રહને છોડીને ભક્તિથી સર્વત્ર પણ ચૈત્યમાં અવિશેષથી ભગવાનની પ્રતિમાની પૂજ્યતા કહેવાયેલી છે તે રીતે, શ્રાદ્ધવિધિ ગાથા-૬ની ટીકાનો પાઠ છે.
પ્રતિમન્ન ......ત્યુત્તે - અને પ્રતિમા વિવિધ પ્રકારની છે, તેની=પૂજાની, વિધિમાં સમ્યકત્વપ્રકરણમાં આ પ્રમાણે કહેવાયેલું છે.
પુરિયા .... પૂ૩ળવળ" || કેટલાક ગુરુકારિત, અન્ય સ્વયંકારિત તેને=પ્રતિમાના પૂજનના વિધાનને, કહે છે. વળી અન્ય વિધિકારિત પ્રતિમાના પૂજનના વિધાનને (કહે છે.)
વ્યારણ્ય - ગુરવો ..... શેષ: || વ્યાખ્યા - ગુરુઓ માતા-પિતા-દાદા વગેરે, તેઓ વડે કરાયેલી, કેટલાક અન્ય વડે કરાયેલી, વળી બીજા વિધિથી કરાયેલી એવી પ્રતિમાના તેને=પૂર્વે કહેવાયેલ પૂજા વિધાનને સમ્યકત્વપ્રકરણગ્રંથમાં પૂર્વે કહેવાયેલ પૂજાવિધાનને, કર્તવ્ય કહે છે. સમ્યકત્વપ્રકરણ મૂળ ગાથામાં તે વિતિ છે ત્યાં ર્તવ્ય એ પ્રમાણે શેષ=અધ્યાહારરૂપે સમજવું.
વસ્થિતપક્ષg.. સમાઢીને, વળી અવસ્થિત પક્ષ=પ્રમાણ પક્ષ ગુરુ આદિ વડે કૃતપણાનું અનુપયોગીપણું હોવાને કારણે મમત્વ અને આગ્રહથી રહિત અવિશેષથી સામાન્યથી, સર્વ પ્રતિમાઓ પૂજનીય છે (એમ કહે છે.) કેમ કે સર્વત્ર=બધી પ્રતિમાઓમાં તીર્થકરના આકારના ઉપલંભથી તીર્થંકરની આકૃતિની પ્રાપ્તિથી, તબુદ્ધિનું ઉપાયમાનપણું છે=તીર્થકરની બુદ્ધિ થાય છે. અન્યથા સર્વત્ર અવિશેષથી પ્રતિમાની પૂજ્યતા અસ્વીકારીને સ્વ આગ્રહના વશથી અરિહંતના બિંબમાં પણ અવજ્ઞાને આચરતા પુરુષને બળ=બળાત્કારથી દુરંત સંસારપરિભ્રમણસ્વરૂપ દંડ પ્રાપ્ત થાય છે.
ન વૈવમ્ ..... THપ્રથાત્ ! અને આ પ્રમાણે અવિશેષથી સર્વ પ્રતિમાઓ પૂજનીય છે એ પ્રમાણે, અવિધિકૃત પણ પ્રતિમાની પૂજા કરનારને તેની અનુમતિ દ્વારા=અવિધિની અનુમતિ દ્વારા, આજ્ઞાભંગ સ્વરૂપ દોષની આપત્તિ આવશે એમ ન કહેવું, કેમ કે આગમનું પ્રામાણ્ય છે=સર્વ પ્રતિમાને અવિશેષથી સ્વીકારવામાં આગમવચનનું પ્રમાણપણું છે. તે આગમ પ્રમાણને ‘તથાદિ' થી બતાવે છે –
તથાદિ - શ્રીવલ્પમાગે તે આ પ્રમાણે – શ્રીકલ્પભાષ્યમાં કહેલું છે -
નિસ્ટડ... વા વિ" " નિશ્રાકૃત અને અનિશ્રાકૃત સર્વત્ર ચૈત્યમાં ત્રણ સ્તુતિ કરવી અને વેળા=સમય અને ચૈત્યોને જાણીને એક એક પણ સ્તુતિ કરવી.