________________
૧૨૦૦
પ્રતિમાશતક | શ્લોક : ૭૧
કરાવીને મોક્ષફળની પ્રાપ્તિ કરાવે છે. તેથી જે જીવની અમૃતઅનુષ્ઠાન કરવાની શક્તિ છે, તેવા સુંદર દૃષ્ટિવાળાએ આ પ્રકારના આભોગપૂર્વકના દ્રવ્યસ્તવમાં સમ્યગ્ જ યત્ન કરવો જોઈએ.
ત્યાર પછી ત્રીજી ગાથામાં અનાભોગ દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવે છે
જે જીવને ભગવાનની પૂજાની વિધિનો બોધ નથી અને ભગવાનના ગુણોનું પણ પરિજ્ઞાન નથી, આમ છતાં ભદ્રક પ્રકૃતિને કારણે આ ભગવાનની ‘હું પૂજા કરું' એ પ્રકારના શુભ પરિણામપૂર્વક દ્રવ્યસ્તવ કરે છે તે અનાભોગ દ્રવ્યસ્તવ છે. તે અનાભોગ દ્રવ્યસ્તવ કેવું છે, તે ચોથી ગાથામાં બતાવે છે -
આ અનાભોગ દ્રવ્યસ્તવ પણ ગુણીગુણસ્થાનકરૂપ પ્રથમ ગુણસ્થાનકનો પરિણામ હોવાથી આ રીતે પણ ગુણકર છે=ભગવાનના ગુણોનું જ્ઞાન નથી, વિધિ નથી, તોપણ ગુણકર છે; કેમ કે પ્રકૃતિભદ્રકતાને કા૨ણે શુભ-શુભતર ભાવની વિશુદ્ધિ તે દ્રવ્યસ્તવથી થાય છે, અને તે દ્રવ્યસ્તવથી કર્મક્ષય થવાને કારણે બોધિલાભની પ્રાપ્તિ પણ થાય છે.
તેને જ સ્પષ્ટ કરવા માટે પાંચમી ગાથામાં કહે છે –
ભવિષ્યમાં જેઓનું ભદ્ર=કલ્યાણ થવાનું છે તેવા ધન્ય જીવોને, ઘણા અશુભ કર્મના ક્ષયથી, જેમના ગુણો જાણ્યા નથી તેવી પણ ભગવાનની પ્રતિમાના વિષયમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે.
જેમ – શત્રુંજય ઉપ૨ અરિહંતબિંબની લોકોને પૂજા કરતા જોઈને પોપટયુગલે પ્રીતિપૂર્વક પૂજા કરી, જેના પ્રભાવે અન્ય ભવમાં રાજા-રાણી થઈને ભગવાનના શાસનને પામ્યા.
આ રીતે આભોગ-અનાભોગ દ્રવ્યસ્તવના સ્વરૂપનું ઉદ્ધરણ બતાવ્યા પછી ભગવાન પ્રત્યે જેમને દ્વેષ થાય છે, તેઓ ગુરુકર્મી છે, તે છઠ્ઠી ગાથામાં બતાવે છે
ગુરુકર્મવાળા એવા ભવાભિનંદી જીવોને જિનપ્રતિમા આદિ વિષયમાં પ્રદ્વેષ થાય છે.
જેમ – કોઈ રોગી નક્કી મૃત્યુ પામવાનો હોય તેને પથ્યમાં દ્વેષ થાય છે, તેમ ભવાભિનંદી જીવને ભગવાનની પ્રતિમા પ્રત્યે દ્વેષ થાય છે, અને દ્વેષ થવાને કારણે દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે.
ભગવાનની પ્રતિમા પ્રત્યેનો દ્વેષ અત્યંત અનર્થકારી છે, માટે તત્ત્વજ્ઞ જીવ તેનું વર્જન કરે છે. તે સાતમી ગાથામાં બતાવે છે
1
ભગવાનની પ્રતિમા પ્રત્યેનો દ્વેષ અત્યંત અનર્થકારી છે. આથી કરીને જ જિનબિંબમાં કે જિનેશ્વરદેવના ધર્મમાં અશુભ ભાવના ભયથી તત્ત્વના જાણનારાઓ પ્રદ્વેષલેશને પણ વર્જન કરે છે; કેમ કે જિનપ્રતિમા પ્રત્યે કે જિનધર્મ પ્રત્યે કોઈ નિમિત્તને આશ્રયીને થયેલો લેશ પણ દ્વેષ દુર્લભબોધિ અને દીર્ઘ સંસા૨પરિભ્રમણનું કારણ બને છે.
૫૨ફત જિનાર્ચના વિષયમાં થયેલા દ્વેષમાં કુંતલા૨ાણીનું દૃષ્ટાંત છે. તે આ રીતે -
-
જેમ – કુંતલા રાણીને ભગવાન પ્રત્યે ભક્તિ હોવા છતાં પોતાની શોક્ય એવી અન્ય રાણીઓની ભગવાનની પ્રતિમાને કરેલી સુંદર અંગરચના જોઈને જિનાર્ચા પ્રત્યે દ્વેષ થયો અને તેઓએ કરેલી સુંદર અંગરચનાવાળી પ્રતિમાને જોઈને ઉકરડામાં નંખાવે છે.