________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૧
૧૨૦૩ નિશ્રાતે ..... સ્તુતિતવ્યતિ | નિશ્રાકૃત=ગચ્છપ્રતિબદ્ધ અને અનિશ્રાકૃતeતેનાથી વિપરીત અન્ય ગચ્છપ્રતિબદ્ધ, સર્વત્ર ચૈત્યમાં ત્રણ સ્તુતિઓ કરાય છે. દરેક ચૈત્યમાં ત્રણ સ્તુતિ કરતાં વેલાનો અતિક્રમ=સમયનું ઉલ્લંઘન થાય અથવા ત્યાં ઘણાં ચૈત્યો હોય તેથી વેળાને-સમયને અથવા ચૈત્યોને જાણીને દરેક ચૈત્યમાં એક-એક પણ સ્તુતિ કરવી. “તિ' શબ્દ ઉદ્ધરણની વ્યાખ્યાની સમાપ્તિ સૂચક છે.
છે શ્રાદ્ધવિધિ ગ્રંથ ગાથા-૯ની ટીકામાંથી આ ઉદ્ધરણ લીધું છે અને તેમાં સમ્યક્તપ્રકરણ ગાથા-૨૫ અને કલ્પભાષ્ય ગાથા-૧૮૦૪ના ઉદ્ધરણો છે અને તેની વ્યાખ્યા છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી વિધિકારિત પ્રતિમા જ પૂજનીય છે, અન્ય પ્રતિમા નહિ એમ જે કહે છે તે ઉચિત નથી. તેમાં અમ્યુચ્ચયન=સમુચ્ચયને, બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
ગુરુકારિતાદિ વિષયના આગ્રહને છોડીને સર્વત્ર પણ ચૈત્યમાં=વડીલોથી કરાવાયેલ હોય કે પોતાનાથી કરાવાયેલ હોય કે વિધિપૂર્વક કરાવાયેલ હોય તે સર્વત્ર પણ ચૈત્યમાં, પક્ષપાત વગર ભક્તિમાત્રથી ભગવાનની પ્રતિમાની પૂજા કરવી જોઈએ, એમ પૂર્વના મહાપુરુષો કહે છે અને કહે છે કે, કાલાદિનું આલંબન લઈને=આ કાળ વિષમ છે અને વિધિથી કરાયેલી પ્રતિમા દુર્લભ છે ઇત્યાદિ આલંબન લઈને, આ રીતે જ સર્વ પ્રતિમાઓમાં પક્ષપાત વગર ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ એ રીતે જ, બોધિની સુલભતાની પ્રાપ્તિ થાય; અને જો તેમ કરવામાં ન આવે અને વિધિકારિત પ્રતિમાની જ પૂજા થાય, અન્ય પ્રતિમાની નહિ, તેવો પક્ષપાત કરવામાં આવે તો અન્ય પણ જિનપ્રતિમાના અનાદરને કારણે બોધિની દુર્લભતા થાય, અને વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાયેલ પ્રતિમા ન મળે તો પૂજા પણ થાય નહિ, અને વિદ્યમાન પણ =વિધિની ખામીવાળી પણ પ્રતિમાની ઉપેક્ષા કરીને ભગવાનની પૂજા ન કરવામાં આવે તો બોધિની સુલભતા થાય નહિ. માટે વિષમકાળનું આલંબન લઈને પણ વિધિપૂર્વકની જ પ્રતિમાની પૂજા થાય તેવો આગ્રહ છોડીને સર્વત્ર ચૈત્યમાં જિનપ્રતિમાની ભક્તિ કરવી જોઈએ. તેમાં સાક્ષી આપતાં શ્રાદ્ધવિધિનો પાઠ આપેલ છે, તેનો ભાવ આ પ્રમાણે છે –
પૂજાની વિધિમાં વિવિધ પ્રકારની પ્રતિમાઓ હોય છે અને તેમાં સમ્યકત્વપ્રકરણગ્રંથની સાક્ષી આપેલ છે. તેનાથી એ બતાવવું છે કે કેટલાક કહે છે કે પોતાના વડીલોથી કરાયેલી પ્રતિમા પૂજનીય છે, તો કેટલાક કહે છે કે પોતે કરાવેલ પ્રતિમા પૂજનીય છેતો વળી અન્ય કેટલાક કહે છે કે વિધિથી કરાવેલ પ્રતિમા પૂજનીય છે. આ ત્રણે પક્ષ અનુચિત છે, એમ બતાવીને અવસ્થિત પક્ષ=પ્રમાણ પક્ષ, બતાવે છે –
ગુરુ આદિથી કરાયેલાનું અનુપયોગીપણું છે. માટે મમત્વ અને આગ્રહ રહિત સર્વ પ્રતિમાઓને અવિશેષથી પૂજવી જોઈએ. આનાથી એ નક્કી થાય છે કે વિધિકારિતાદિ પૂજામાં અનુપયોગી છે. માટે વિધિકારિતાદિ હોય તો જ પ્રતિમાની પૂજા થાય, એવો આગ્રહ છોડીને બધી પ્રતિમાઓને સમાન રીતે પૂજવી જોઈએ; કેમ કે બધી પ્રતિમાઓમાં તીર્થંકરનો આકાર પ્રાપ્ત થાય છે. તેથી પ્રતિમાને જોઈને આ