________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૧
૧૧૯૯
ઉપયોગવાળો હોય અને તે વખતે તેમનું ચિત્ત તચ્ચિત્ત, તલ્લેશ્ય આદિ ભાવવાળું હોય તો તેનું દેવપૂજાદિ અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન થાય છે, અને તે સિવાય કંઈક ત્રુટિવાળું હોય તે સર્વ તહેતુ અનુષ્ઠાન થાય છે, અને અંતે વિધિ પ્રત્યેનો અદ્દેષ હોવા છતાં પણ કોઈ ગૃહસ્થ દેવપૂજાદિ અનુષ્ઠાન કરતો હોય તો યોગનાં આઠ અંગોમાંથી પ્રથમ યોગના અંગની પ્રાપ્તિ થવાથી અનુબંધથીગફળથી, તે જીવને વિધિરાગનું સામ્રાજ્ય પ્રગટ થશે; કેમ કે વિધિના અષવાળા જીવો વિધિને સાંભળીને ધીરે ધીરે વિધિપૂર્વક કરવાની મનોવૃત્તિવાળા થાય છે. તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે –
આના રાગથી=સદ્અનુષ્ઠાનના ભાવબહુમાનથી, આ=આદિધાર્મિક કાળભાવી કરાતું એવું દેવપૂજાદિ અનુષ્ઠાન શ્રેષ્ઠ=અવંધ્ય, હેતુ=કારણ છે, એ પ્રમાણે યોગના જાણકારો કહે છે, એ પ્રકારે યોગબિંદુ ગ્રંથ શ્લોક-૧૫૯નું વચન છે. તેથી વિધિઅદ્વેષથી થતું અનુષ્ઠાન પણ તહેતુ અનુષ્ઠાન છે અને આ બંને પણ= અમૃત અનુષ્ઠાન અને તહેતુ અનુષ્ઠાન, આ બંને પણ, આદેય છે; કેમ કે વિષ, ગર અને અનનુષ્ઠાનનું જ હેયપણું છે, એ પ્રમાણે અધ્યાત્મચિંતકો કહે છે. માટે અમૃત અનુષ્ઠાન સિવાયના વિધિના રાગથી કરાતા અનુષ્ઠાન કે વિધિના અદ્વેષથી કરાતા અનુષ્ઠાનને પણ જો આદેય સ્વીકારીએ, તો તે રીતે કરાતી પ્રતિમાની પ્રતિષ્ઠા પણ અનાદેય નથી. માટે વિધિપૂર્વકની જ પ્રતિમા પૂજનીય છે, એવો એકાંતે નિયમ નથી.
વળી, અમૃત અનુષ્ઠાન અને તહેતુ અનુષ્ઠાન બંને આદેય છે. આથી કરીને જ આભોગ અને અનાભોગ દ્વારા દ્રવ્યસ્તવના બે પ્રકાર ગ્રંથકાર વડે કહેવાયા છે, તે ઘટે છે.
આશય એ છે કે અમૃત અનુષ્ઠાન પરિપૂર્ણ શાસ્ત્રવિધિના ઉપયોગપૂર્વક થાય છે, તેથી તે આભોગ દ્રવ્યસ્તવ છે. તેથી જે ભગવાનની પ્રતિષ્ઠા પરિપૂર્ણ વિધિપૂર્વક કરાતી હોય તે આભોગપૂર્વકનું દ્રવ્યસ્તવ છે, અને જે ક્રિયામાં વિધિનો પક્ષપાત હોય અને શક્તિને અનુરૂપ વિધિમાં યત્કિંચિત્ યત્ન પણ હોય તે ક્રિયાઓ પણ તદર્થ આલોચનાદિ ભાવવાળી હોય તો તે આભોગપૂર્વકનું દ્રવ્યસ્તવ છે. પરંતુ જે ક્રિયામાં વિધિનો અદ્વેષ હોય અને તેના ફળરૂપે વિધિરાગનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય તેમ હોય તે ક્રિયા પણ તહેતુ અનુષ્ઠાન છે, એમ પૂર્વમાં સ્થાપન કર્યું તે અનાભોગ દ્રવ્યસ્તવ છે. તે આભોગ-અનાભોગરૂપ દ્રવ્યસ્તવ તો જ ઘટે કે અનાભોગથી કરાયેલા અનુષ્ઠાનને પણ ધર્મરૂપે સ્વીકારવામાં આવે, અને તેથી વિધિની ત્રુટિવાળી પણ પ્રતિષ્ઠાવિધિથી કરાયેલી જિનપ્રતિમા પૂજનીય છે, તેમ માનવું જોઈએ. તદુઃથી તેમાં સાક્ષી આપતાં કહે છે –
પ્રથમ ગાથામાં ભગવાનના ગુણોનું જેમને જ્ઞાન છે અને ભગવાનના ગુણોમાં જે ઉપયોગવાળા છે અને વિધિથી જિનપૂજા કરે છે, તેઓનું આભોગ દ્રવ્યસ્તવ છે એમ કહ્યું. તેથી આ અનુષ્ઠાનથી પરિપૂર્ણ વિધિપૂર્વકની અને ક્રિયાકાળમાં સ્થાન, સૂત્ર, અર્થ અને આલંબનમાં પૂર્ણ ઉપયોગવાળી એવી ક્રિયા ગ્રહણ કરવાની છે અને તે અમૃત અનુષ્ઠાનરૂપ છે. આ રીતે કરાયેલા દ્રવ્યસ્તવનું ફળ બીજી ગાથામાં કહે છે -
આ દ્રવ્યસ્તવથી ચારિત્રનો લાભ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે અમૃતઅનુષ્ઠાન ચારિત્રમોહનીયકર્મનો ઉચ્છેદ કરીને આ જ ભવમાં કે અન્ય ભવમાં ચારિત્રની અવશ્ય પ્રાપ્તિ કરાવે છે અને સર્વ કર્મનો શીધ્ર નાશ