________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૧
૧૧૫ આશય એ છે કે યોગ=વિધિ કરનારને અનુકૂળ પરિવારની પ્રાપ્તિ આ કાળમાં પ્રાયઃ દુર્લભ છે – જેમ શ્રાવકના ઘરની બધી વ્યક્તિ વિધિ કરનાર હોય તો એકબીજાની વિધિને જોઈને પોતે સારી રીતે વિધિ કરનાર બને, અને સાધુઓનો પોતાનો સમુદાય વિધિને કરનારો હોય તો એકબીજાની વિધિના પ્રયત્નથી પ્રેરણા પામીને વિધિની પ્રવૃત્તિ સહેલાઈથી થઈ શકે, એટલું જ નહિ પણ તેવા સુવિહિત ગચ્છમાં સારણાવારણાદિ પણ સમ્યગ્ પ્રવર્તતા હોય છે. તેથી તેવો યોગ જે ચારિત્રીને મળ્યો હોય તેઓ સહજભાવે વિધિપૂર્વક ચારિત્રનું પાલન કરી શકે, પરંતુ કાળની દુર્લભતાને કારણે તેવો યોગ પ્રાયઃ મળતો નથી અને શ્રાવકોને પણ તેનો પરિવાર પ્રાયઃ મળતો નથી.
વળી આરાધન–શાસ્ત્ર વિધિ અનુસાર ક્રિયાનું સેવન, તે પણ આ કાળમાં પ્રાયઃ દુર્લભ છે. કોઈ જીવ અતિ વિધિનો અર્થી હોય તો સ્વપ્રયત્નથી વિધિનો નિર્વાહ કરે, અને તે અતિ સાત્ત્વિક જીવ માટે સંભવે છે; અને કાળની વિષમતાને કારણે તેવા જીવો પ્રાયઃ મળતા નથી.
વળી, શંસન વિધિપૂર્વક અનુષ્ઠાન કરનારાની પ્રશંસા, તે પણ પ્રાયઃ આ કાળમાં દુર્લભ છે, છતાં શાસ્ત્રમાં વિધિનું વર્ણન સાંભળે ત્યારે જેમને વિધિ પ્રત્યે બહુમાન થાય છે અને હંમેશાં વિધિને જાણવા માટે, સમજવા માટે યત્ન કરતા હોય તેવા સાધુઓ કે શ્રાવકો કાળનો દોષ હોવા છતાં સર્વથા નથી, એમ નહિ. તેથી તેઓની ક્રિયા ધર્મરૂપ જ છે.
વળી, કેટલાક વિધિ પ્રત્યેના તેવા બહુમાનભાવવાળા નથી, તોપણ વિધિ પ્રત્યે દ્વેષ ધારણ કરતા નથી, અને વિધિ સાંભળે છે ત્યારે વિચારે છે કે આવું કૃત્ય તો આપણે કરી શકીએ તેમ નથી, જે કરી શકે તે શ્રેષ્ઠ છે. તેઓ જોકે શક્તિના પ્રકર્ષથી વિધિ પ્રત્યેના બહુમાનવાળાની જેમ વિધિ સમજવા આદિનો અભ્યાસ કરતા નથી, તોપણ વિધિ પ્રત્યે દ્વેષભાવ રાખતા નથી, તેઓની પણ ક્રિયા સર્વથા નિષ્ફળ નથી, પરંતુ દૂરદૂરવર્તી ધર્મનું કારણ બને છે. માટે વર્તમાનમાં સર્વથા ધર્મ નથી, એમ કહી શકાય નહિ, એ પ્રકારે જો પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
તે રીતે વિધિને અનુકૂળ ઉચિત પરિવારની પ્રાપ્તિ અને વિધિનો પોતાના દ્વારા નિર્વાહ આ કાળમાં દુર્લભ હોવા છતાં જેઓ વિધિપૂર્વક પૂજા-પ્રતિષ્ઠાદિ કરવાના અર્થી છે અને આથી જ વિધિ પ્રત્યે બહુમાનભાવવાળા છે અને કેટલાક જીવો વિધિ પ્રત્યે અદ્વૈષવાળા છે, તેઓને પ્રતિમાની પૂજા, પ્રતિમાની પ્રતિષ્ઠા કે પ્રતિમાને વંદનાદિ ક્રિયાઓ ધર્મરૂપ નથી, એમ નહિ; પરંતુ કાળદોષને કારણે જેમ સાધ્વાચાર કે શ્રાવકાચાર આદિ ક્રિયાઓ ધર્મરૂપ છે તેમ જિનપ્રતિમા, પ્રતિમાની પ્રતિષ્ઠા કે પ્રતિમાને વંદનાદિ ક્રિયાઓ પણ ધર્મરૂપ છે.
તદુવનંથી જે સાક્ષી આપી તેનો ભાવ એ છે કે જે શક્તિશાળી શ્રદ્ધાળુ જીવ છે, તે અનુષ્ઠાનને વિધિપૂર્વક સેવે છે, અને દ્રવ્યાદિ દોષથી જે ગાઢપીડિત છે, તે પણ વિધિમાં પક્ષપાતને ધારણ કરે છે, અને ધન્ય જીવોને વિધિ કરવા માટે અનુકૂળ પરિવારની પ્રાપ્તિ થાય છે.
વળી, પોતાના વડે વિધિનો નિર્વાહ કરનારા સદા ધન્ય છે, અને પોતે સમ્યગૂ વિધિ કરી શકતા ન હોય તોપણ વિધિ પ્રત્યે બહુમાનવાળા છે તેઓ ધન્ય છે, અને જેઓ વિધિ કરવાના અત્યંત બદ્ધ આગ્રહવાળા