________________
32
પ્રત્યક્ષ દર્શનથી પ્રભાવિત થયા અને જીવનમાં દેશપ્રેમ, બાદીપ્રેમ તથા સાદાઈ ગુણો ખીલ્યા. ૧૦ વર્ષની વયે દીક્ષા લેવાના ભાવ હતા પણ પછી સંસારમાં પડી ગયા.
સં. ૧૯૮૯માં રંગુન ગયા, સં. ૧૯૯૩માં પાછા આવી રાયઘણ ગામના શા. કાનજી થોભણની પુત્રી લક્ષ્મીબાઈ સાથે પરણ્યા. એમના ધર્મપત્નીએ ૪ થી ૫ વાર નવ્વાણું યાત્રા કરી વરસીતપની તપશ્ચર્યા કરી તથા અતિથિભિક્ષુક સ્વાગત કરવામાં કદી પાછળ પડતા નહિ. તા. ૨૫-૩-૧૯૯૭ ના રોજ તેમનું સમાધિમરણ થયું.
રંગુનમાં હતા ત્યારે લોહાણા મિત્રની સંગતે સીગારેટ તથા સિનેમાની લત લાગી. પણ સોપારી કાતરતાં સૂડીથી આંગળી કપાઈ અને બધુંજ એક ઝાટકે છોડી દીધું. રંગુનમાં રહેતાં પણ સાદાઈથી રહ્યા અને ઝાકઝમાળથી જીવનમાં અંજાયા નહિ.
કચ્છમાં એક ભાઈની સોબતમાં ચોરીના રવાડે ચડ્યા પરંતુ ટુંકમાંજ અનુભવ્યું કે અનીતિની લક્ષ્મી ટકતી નથી અને થયેલા માઠા અનુભવથી સદાને માટે અનીતિનો ત્યાગ .
કર્યો.
સં. ૨૦૦૧ થી સં. ૨૦૨૫ એટલે ઈ.સ. ૧૯૪૫ થી ૧૯૬૯ નો સમય ઘણો કઠીનાઈમાં પસાર થયો. માતા-પિતા પણ આ સમયમાંજ ગુમાવ્યા. પણ બહેનની મદદથી એ દિવસો પસાર થઈ ગયા. સં. ૨૦૦૨ થી ૧૫ વર્ષ મુંબઈ તથા કલકત્તા પ્રમાણિકતા. પૂર્વક નોકરી કરી. સં. ૨૦૧૭માં ફરીદકોટમાં એક શીખભાઈ પાસે સંગીતનું શિક્ષણ લીધું, જે આગળ પૂજાઓ ભણાવવામાં કામ લાગ્યું. આથી કલા પ્રત્યે રૂચિ તથા ગમો પેદા થયો.
સંવત ૨૦૧૪માં સમેતશિખરની જાત્રા કરી અને આગળ પંચતિથિની યાત્રામાં પૈસા ચોરાઈ ગયા, ત્યારે મારવાડી પરિવારની બાઈએ ઉપકાર કર્યો.
ભાંડુકજી તીર્થમાં સં. ૨૦૧૬ થી સં. ૨૦૧૯ સુધી મહેતાજી તરીકે રહ્યા. કચ્છમાં સુથરી તીર્થમાં પણ કાર્યસેવા આપી.
કઠીનાઈના સમયમાં અને દિકરી લીલાવતીના લગ્ન વખતે તીર્થસેવાના પુયે જ શેઠ ચંપકલાલની દેવી સહાય મળી અને પ્રસંગ પતાવ્યો. ખુદ નાકોડા ભૈરવે ત્રણવાર સ્વપ્ન આપી આશ્વાસન આપેલું કે તારું કામ થઈ જશે. તેઓ અનેક તીર્થોમાં પૂજાઓ ભણાવવા જતા જેથી પ્રભુભકિત ચાલુ રહી.
સંસાર અકે વિશ્વ વિદ્યાલય છે અથવા ઉત્તમ કક્ષાના ઊંડાણભર્યા વિષયોનું સંશોધન કરવાની કોલેજ છે એવું તેઓશ્રીનું માનવું હતું. કારણ કે તેમાંથીજ જીવનને ઉર્ધ્વગતિ આપતું અધ્યાત્મ તારવી શકાય છે.
- ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૭૯ ના સમયમાં તેમના વ્યવહારમાં અશુદ્ધિઓના જામેલા સંસ્કારો દૂર થતા ગયાં અને વ્યવહાર શુદ્ધિ આવતી ગઈ. તેઓનું એવું જણાવવું છે કે દરેક સાધનામાં શુદ્ધિ થવી તે અગત્યની વસ્તુ છે. પ્રભુભકિતમાં મન રંગાય અને ચિત્ત પ્રસન્નતા અનુભવાય એ મન વશ થયાના ચિન્હો જાણવા. વળી મન શુદ્ધિ થતાં તન શુદ્ધિ પણ થતી રહે છે.