________________
૧૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-9.
ગાથાર્થ :
દ્રવ્યાદિકની ચિંતાથી સારભૂત એવાં શુકલધ્યાનનો પણ પાર પામીએ. તે માટે એક જ આદરો દ્રવ્યાદિયોગનું જ્ઞાન જ આદરો સદ્ગુરુ વગર ભૂલા ફરો નહીં. I૧/૪ રબો -
દ્રવ્યાદિકની ચિંતાઈ શુક્લધ્યાન પણિ પાર પામિઈ, જે માર્ટિ આત્મદ્રવ્ય-ગુણપર્યાય ભેદ ચિંતાઈ શુક્લધ્યાનનો પ્રથમ પાદ હોઈ, અનઈં તેહની અભેદ ચિતાઈ દ્વિતીય પાદ હોઈ, તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાઈ સિદ્ધસમાપતિ” હોઈ, તે તો શુક્લધ્યાનનું ફલ થઈ.
प्रवचनसारेऽप्युक्तम्"जो जाणदि अरिहंते दव्वत्तगुणत्तपज्जयंतेहि ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।।१. ८०।।" તે માટિ એહ જ દ્રવ્યાનુયોગ આદર્શી, પણિ સશુરુ વિના સ્વમતિકલ્પના ભૂલા મ ફિરસ્યો. ૧/કા ટબાર્થ -
દ્રવ્યાદિકની ચિંતાથીદ્રવ્યાનુયોગને કહેનારાં શાસ્ત્રોમાં જે પ્રકારે દ્રવ્યોનું નિરૂપણ કરાયું છે તે પ્રકારે બોધ કરીને તે બોધથી આત્માને ભાવિત કરવા દ્વારા, શુક્લધ્યાનનો પણ પાર પામીએ=તે ચિંતવનમાં વીર્યનો પ્રકર્ષ થાય તો તે યોગી શુક્લધ્યાનના પારને પામે.
શુક્લધ્યાનની પ્રાપ્તિ દ્રવ્યાનુયોગના ચિંતવનથી કેમ થાય છે ? તેથી કહે છે –
જે કારણે આત્મદ્રવ્ય, ગુણ અને પર્યાય - એ ત્રણના ભેદની ચિંતાથી શુક્લધ્યાનનો પ્રથમ પાયો પ્રાપ્ત થાય છે અને આત્મદ્રવ્ય, ગુણ અને પર્યાયની અભેદની ચિંતાથી શુક્લધ્યાનનો બીજો પાયો પ્રાપ્ત થાય છે. વળી, શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાયની ભાવનાથી સિદ્ધની સાથે સમાપતિ થાય છે સિદ્ધની સાથે એકતાની પ્રાપ્તિ થાય છે. અને તે સિદ્ધની સાથે સમાપતિ, શુક્લધ્યાનનું ફળ છે. પ્રવચનસારેડબુ=પ્રવચનસારમાં પણ કહેવાયું છે –
નો=જે. (વૃત્ત|mયંતેદિક દ્રવ્યગુણ પર્યાય વડે, અરિહંતે નાદિ અરિહંતને જાણે છે, તો તે, પ્પા ના આત્માને જાણે છે, તસ મોહો=તેનો મોહ, =ખરેખર, ના=લયને પામે છે." (પ્રવચનસાર ૧/૮૦)
તે માટે દ્રવ્યાનુયોગના ચિંતવનથી શુક્લધ્યાનની પ્રાપ્તિ અને સિદ્ધની સાથે સમાપત્તિ થાય છે તે માટે, આ જ દ્રવ્યાનુયોગનો આદર કરવો જોઈએ દ્રવ્યાનુયોગના અધ્યયનમાં યત્ન કરવો જોઈએ,