________________
૨૨૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૬ | ગાથા-૧૬
ઉપનય શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે
‘નયોના સમીપમાં હોય તેને ઉપનય કહેવાય છે.' ।।૬/૧૬॥
ભાવાર્થ:
ઢાળનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે
--
દિગંબર પ્રક્રિયા અનુસાર નયના પેટાભેદ સહિત નવ નયો ગ્રંથકારશ્રીએ બતાવ્યા. હવે આગળની ઢાળમાં દિગંબરની પ્રક્રિયા અનુસાર ત્રણ ઉપનય કહે છે. વળી, આ નવ નયો અને ત્રણ ઉપનયોમાંથી બુદ્ધિમાન પુરુષ જિનવચનાનુસાર કયો સાચો અર્થ છે ? તેની પરખ કરે અને સાચા અર્થનું ગ્રહણ કરે અને ખોટા અર્થનો ત્યાગ કરે તો બહુશ્રુતપણાના યશનો વિસ્તાર પામે. તેથી ગ્રંથકા૨શ્રી કહે છે કે સુગુરુ પાસે ભણનાર વિવેકી શ્રોતા આ વર્ણન સાંભળીને સાચો અર્થ પરખવા પ્રયત્ન કરે અને તેના દ્વારા બહુશ્રુતપણાના વિસ્તારને પ્રાપ્ત કરે, જેથી કીર્તિની પ્રાપ્તિ થાય.
વળી, આગળની ઢાળમાં ત્રણ ઉપનય બતાવવાની પ્રક્રિયા કરે છે તેથી ઉપનય શબ્દનો વ્યુત્પત્તિઅર્થ શું છે ? તે સ્પષ્ટ કરે છે.
‘નયોના સમીપમાં જે હોય તે ઉપનય છે' આ પ્રકારનો વ્યુત્પત્તિ અર્થ દિગંબરો કરીને તે ઉપનયના ત્રણ ભેદો બતાવે છે.
ઢાળની અંતિમ ગાથાના અંતિમ ચરણમાં ‘જસ' શબ્દ ‘કીર્તિ'નો વાચક છે અને ઢાળ રચનાર ‘શ્રી યશોવિજયજી’ના નામનો પણ વાચક છે. આથી ‘નસ' એ મુજબ લિવ્યંતરમાં લખેલ છે. II૬/૧૬/
*