________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૯ | ગાથા-૨૧
૩૭૫ પરિણામવાળા ચણકથી અથવા એક પરિણામવાળા ત્રણકથી, વિમો ‘| ત્તિ નામો ગણુ દો વિભક્ત એવો અણુ એ અણુ થયો કહેવાય છે.” i૩/૩૯ (સમ્મતિ, ત્રીજો કાંડ, ગાથા-૩૯) I૯/૨ના ભાવાર્થ :
સંયોગ વગર કેવળ વિભાગથી જે વિશ્રા ઉત્પાદ થાય છે= પ્રયત્નજન્ય નહીં પરંતુ સ્વભાવજન્ય જે ઉત્પાદ થાય છે, તે એકત્વિક ઉત્પાદ છે અર્થાત્ સંયોગ અવસ્થામાંથી છૂટા થવારૂપ એકપણારૂપ ઉત્પાદ છે અને આ એકત્વિક ઉત્પાદ દ્રવ્યના વિભાગથી સિદ્ધ થાય છે પરંતુ સંયોગ-વિભાગથી સિદ્ધ થતો નથી કે સંયોગથી સિદ્ધ થતો નથી, કેવળ વિભાગથી જ સિદ્ધ થાય છે. જેમ, બે પ્રદેશનો સ્કંધ હોય અને તેમાંથી બે પરમાણુ છૂટા પડે તો તે પરમાણુદ્રવ્યનો ઉત્પાદ થયો કહેવાય અને ત્રણ પ્રદેશનો સ્કંધ હોય અને તેમાંથી બે પ્રદેશનો એક સ્કંધ અને એક પરમાણુ છૂટા થાય ત્યારે પણ વિભાગથી બે પ્રદેશના સ્કંધનો ઉત્પાદ થયો અને પરમાણુદ્રવ્યનો ઉત્પાદ થયો કહેવાય, તે એકત્વિક ઉત્પાદ છે. વળી, સંસારી જીવો સાધના કરીને કર્મોથી મુક્ત થાય છે ત્યારે કર્મના વિભાગથી આત્માના સિદ્ધપર્યાયનો ઉત્પાદ થાય છે. તે વિભાગથી થયેલો ઉત્પાદ કહેવાય. આ રીતે વિભાગથી પણ દ્રવ્યનો ઉત્પાદ થાય છે તેમ ગ્રંથકારશ્રીએ ગાથામાં સ્પષ્ટ કર્યું.
હવે તૈયાયિકાદિ કેટલાક દર્શનકારો પરમાણુને નિત્ય માને છે અને પરમાણુઓના સંયોગથી કચણુકાદિનો ઉત્પાદ માને છે તેથી કહે છે કે પરમાણુ ક્યારેય ઉત્પન્ન થતો નથી, સદા શાશ્વત છે. તે પરમાણુમાંથી ચણુક, ચણકાદિ દ્રવ્યો ઉત્પન્ન થાય છે માટે સંયોગથી જ ઉત્પાદ થઈ શકે, વિભાગથી ઉત્પાદ થઈ શકે નહીં; કેમ કે જો નૈયાયિક વિભાગથી ઉત્પાદ સ્વીકારે તો, કચણુકાદિ સ્કંધના વિભાગથી પરમાણુનો પણ ઉત્પાદ માનવો પડે તેથી પરમાણુદ્રવ્ય નિત્ય સિદ્ધ થાય નહીં. તેને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
નૈયાયિકાદિ કેટલાક દર્શનકારો અવયવના સંયોગથી જ દ્રવ્યની ઉત્પત્તિ છે તેમ માને છે પરંતુ વિભાગથી દ્રવ્યની ઉત્પત્તિ માનતા નથી. તેઓના અનુભવ અનુસાર જ વિભાગથી પણ પરમાણુનો ઉત્પાદ થઈ શકે છે તેનું સ્થાપન કરવા ગ્રંથકારશ્રી યુક્તિ આપતાં કહે છે – જો તેઓ વિભાગથી ઉત્પત્તિ ન માને તો કોઈ મોટા વસ્ત્રના બે ટુકડા કરવામાં આવે ત્યારે નાના વસ્ત્રના ટુકડાની ઉત્પત્તિ થાય છે, તે નૈયાયિકના મતે કેવી રીતે ઘટી શકે ? અર્થાત્ નૈયાયિકના મતે ઘટી શકે નહીં. અને જો વસ્ત્રના ટુકડા કરવાથી નાના વસ્ત્રના ટુકડાની ઉત્પત્તિ વિભાગથી થાય છે તેમ તૈયાયિક સ્વીકારે તો, તે રીતે કચણુકના વિભાગથી પરમાણુનો ઉત્પાદ પણ તૈયાયિકાદિને સ્વીકારવો પડે અને તેમ સ્વીકારવાથી પરમાણુની એકાંતનિત્યતા અસિદ્ધ થાય છે તેથી તૈયાયિક કહે કે, ખંડપટની ઉત્પત્તિ પણ વિભાગથી થતી નથી પરંતુ પ્રતિબંધકાભાવથી સહિત અવસ્થિત અવયવના સંયોગથી થાય છે.
નૈયાયિકનો આશય એ છે કે, મોટું વસ્ત્ર નાના વસ્ત્રની ઉત્પત્તિમાં પ્રતિબંધક છે તેથી જ્યાં સુધી મોટું વસ્ત્ર વિદ્યમાન હોય ત્યાં સુધી નાના વસ્ત્રનો ટુકડો ઉત્પન્ન થતો નથી અને મોટા વસ્ત્રને ફાડવાથી તે મોટું વસ્ત્ર, જે પ્રતિબંધકરૂપે હતું તેનો નાશ થાય છે તેથી પ્રતિબંધકના અભાવથી યુક્ત એવાં જે નાના વસ્ત્રના અવસ્થિત અવયવરૂપ તાંતણા છે તેના સંયોગથી નાનું વસ્ત્ર ઉત્પન્ન થયું છે માટે સંયોગથી જ નાના વસ્ત્રની ઉત્પત્તિ છે તેને ગ્રંથકારશ્રી કહે છે –