________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-નું યોજના સ્વરૂપ
૩૯૩ વળી, જીવ વીતરાગ બને છે ત્યારે તેના માટે ભવ અને મોક્ષ પણ પક્ષપાતનો વિષય રહેતો નથી. તેથી તેઓના બોધ અનુસાર જગતમાં કંઈ જ નથી એ પ્રકારનો શૂન્યવાદ એવંભૂતનય સ્વીકારે છે. આથી જ ભવ અને મોક્ષમાં નિઃસ્પૃહ થવા માટે મુનિઓ પણ એવંભૂતનયનું અવલંબન લઈને ભાવન કરે છે કે જગતમાં કોઈ જ વસ્તુ નથી જેથી રાગનો વિષય કે દ્વેષનો વિષય કાંઈ બને નહીં તેથી ભવ પ્રત્યે પણ દ્વેષ થતો નથી અને સિદ્ધઅવસ્થા પ્રત્યે પણ રાગ થતો નથી. આમ છતાં તે મહાત્મા સ્યાદ્વાદથી વાસિત મતિવાળા હોવાથી શૂન્યવાદી બૌદ્ધ મતાનુસાર એકાંત શુન્યવાદ સ્વીકારતા નથી પરંતુ કોઈ વિષય પ્રત્યે રાગ ન થાય કે કોઈ વિષય પ્રત્યે દ્વેષ ન થાય તે દૃષ્ટિથી શૂન્યવાદનું ભાવન કરે છે.
વળી, ગાથા-૮થી ૧૯ સુધી તૈયાયિકની એકાંત માન્યતાનું ખંડન કરેલ છે જેથી સ્થૂલ બુદ્ધિથી નિયાયિક મતાનુસાર જોનારને “પરમાણુ આદિ એકાંત નિત્ય છે' તેવો ભ્રમ થાય અને “યણુકાદિ ઉત્પાદવ્યય પરિણામવાળા છે, તદનુગત ધ્રુવપરિણામ નથી, ફક્ત કચણુકાદિ કેટલોક કાળ સ્થિર છે છતાં સદા માટે ધ્રુવભાવ કચણુકાદિમાં નથી' તેવો ભ્રમ થાય છે, નૈયાયિક મતના ખંડનથી તે ભ્રમનું નિવર્તન થાય છે અને વિચારકને યથાર્થ બોધ થાય છે જેથી અનુભવઅનુસાર સર્વ પદાર્થો ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ છે તેવો સ્થિર નિર્ણય થાય છે જેથી અનુભવ અનુસાર ઉત્પાદવ્યયધ્રૌવ્યનું ચિંતવન કરીને મહાત્મા ક્ષપકશ્રેણીને અનુકૂળ શક્તિનો સંચય કરે છે.
વળી, ગ્રંથકારશ્રીએ ઉત્પાદનો, વયના અને પ્રીવ્યના કેટલા ભેદો થઈ શકે છે તેની વિસ્તારથી ચર્ચા કરેલ છે જેથી ઉત્પાદવ્યધાવ્યવિષયક સૂક્ષ્મ વિચારણાની દિશા પ્રાપ્ત થાય છે. વળી, ગાથા૨૮માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, ઉત્પાદવ્યયધ્રૌવ્યના ચિંતવનથી વિસ્તારરુચિ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તેથી એ ફલિત થાય કે, “તત્ત્વના યથાર્થ બોધરૂપ સમ્યકત્વ છે અને કલ્યાણમાં ઉપકારક એવાં અરિહંત જ સુદેવ છે, સુસાધુ જ સુગુરુ છે અને સર્વજ્ઞપ્રણીત તત્ત્વ જ સુધર્મ છે,” એ પ્રકારના સૂક્ષ્મ બોધપૂર્વક જેને દઢ રુચિ છે, તેઓમાં સંક્ષેપરુચિ સમ્યકત્વ છે અને ત્રિપદીનો જેણે સૂક્ષ્મ બોધ કર્યો છે તે જીવોને ભગવાનના વચનાનુસાર સર્વ નયની દૃષ્ટિનો ઉઘાડ થાય છે. તેથી સર્વ નયોની દૃષ્ટિથી કઈ રીતે હિતમાં પ્રવૃત્તિ કરવી જોઈએ અને કઈ રીતે અહિતથી આત્માનું રક્ષણ કરવું જોઈએ ? તેનો વિસ્તારપૂર્વકનો બોધ જે મહાત્માને પ્રાપ્ત થયો છે, તેઓ વિસ્તારરુચિ સમ્યકત્વને પામેલા છે. આથી જ જે મહાત્માને ત્રિપદીના બળથી સર્વ નયોનો ઉઘાડ થાય છે, તેઓ અનુભવ અનુસાર સર્વ નયોને ઉચિત સ્થાને જોડીને, ભગવાનનાં દરેક વચનોના બળથી વીતરાગતાને અનુકૂળ માર્ગાનુસારી યત્ન કરવા સમર્થ બને છે. જ્યારે સંક્ષેપરુચિ સમ્યગુદૃષ્ટિ જીવો તો અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને સર્વજ્ઞના વચનરૂપ ધર્મ પ્રત્યેના રાગથી જ હિત સાધી શકે છે અને જ્યાં સુધી તેઓ વિસ્તારરુચિ