________________
૩૯૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ / ઢાળ-નું યોજન સ્વરૂપ ચિંતવનથી જે રાગાદિ ભાવો થાય છે તેના ઉચ્છેદનું કારણ જિનવચનાનુસાર ચિંતવન બને છે. આથી જ, ષદ્ભવ્યાત્મક લોકનું સ્વરૂપ કઈ રીતે પ્રતિક્ષણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપે પરિણમન પામી રહ્યું છે તે પ્રકારના લોકસ્વરૂપના ચિંતવનથી પણ ક્ષપકશ્રેણી પ્રગટે છે.
વળી, પદાર્થ ઉત્પાદવ્યયૌવ્યસ્વરૂપ છે તેનો નિર્ણયમાત્ર શાસ્ત્રવચનના બળથી ક૨વામાં આવે એટલા માત્રથી તે ભાવનું તાત્પર્ય સ્પષ્ટ થતું નથી તેથી યુક્તિ અને અનુભવઅનુસાર પદાર્થ કઈ રીતે ઉત્પાદૌવ્યસ્વરૂપ છે, એકાંત ઉત્પાદવ્યયરૂપ નથી કે એકાંત ધ્રુવરૂપ નથી તેનું સમર્થન ગ્રંથકારશ્રીએ ગાથા-૨થી ૪ સુધી કરેલ છે. તે પ્રમાણે સૂક્ષ્મ બુદ્ધિથી ઘટાદિના દૃષ્ટાંતથી ભાવન ક૨વામાં આવે તો સ્વબુદ્ધિ અનુસાર સૂક્ષ્મસૂક્ષ્મતર ઉત્પાદવ્યયધ્રૌવ્યના મર્મનો બોધ થાય છે. વળી, શાસ્ત્રીય શબ્દોની વિચારણામાત્રથી ધર્મધ્યાન કે શુક્લધ્યાન પ્રગટ થતું નથી પરંતુ શાસ્ત્રવચનને અવલંબીને અનુભવ અનુસાર તે પદાર્થ જેમ જેમ સૂક્ષ્મસૂક્ષ્મતર દેખાય છે તેમ તેમ આત્માને વિશેષ વિશેષ પ્રકારનું અનુભવજ્ઞાન પ્રગટે છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પ્રાતિભજ્ઞાન દ્વારા ક્ષપકશ્રેણીનું કારણ બને છે.
તેથી એ પ્રાપ્ત થાય કે, સંયમની ઉચિત આચરણા વિષયોના સ્પર્શવાળા ચિત્તને વિષયો પ્રત્યે અસંશ્લેષવાળા ક૨વા માટે સહાયક થાય છે પરંતુ બાહ્ય શુદ્ધ આચ૨ણા કરનારા યોગીઓને પણ મોહના ઉન્મૂલન માટે અનુભવજ્ઞાનની અપેક્ષા છે અને તે અનુભવજ્ઞાનની પ્રાપ્તિમાં, અનુભવ અનુસાર ઉત્પાદાદિ ત્રણનું સૂક્ષ્મ અવલોકન, પ્રબળ કારણ છે.
વળી, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં પદાર્થ ઉત્પાદવ્યયૌવ્યરૂપ ત્રણ લક્ષણયુક્ત છે તે સ્થાપન ક૨વા અર્થે એકાંત ક્ષણિકવાદી બૌદ્ધના મતનું, જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધમતનું અને શૂન્યવાદી બૌદ્ધમતનું નિરાકરણ કરેલ છે. આમ છતાં તે તે નયની દૃષ્ટિથી સાપેક્ષ રીતે વિચારનારા યોગી પણ જ્યારે ક્ષણિકવાદને સ્વીકારે છે ત્યારે જગતના સર્વ પદાર્થો ક્ષણિક છે એ પ્રકા૨ના પદાર્થના ક્ષણિક સ્વરૂપનું ભાવન ક૨ીને પદાર્થોને અવલંબીને થતા ચિત્તના વિકારોથી ચિત્તનું રક્ષણ કરે છે. તે વખતે તે મહાત્મામાં સ્યાદ્વાદની દૃષ્ટિ વિદ્યમાન હોવાથી ધ્રુવ એવાં આત્માના હિત અર્થે તે મહાત્મા ઋજુસૂત્રનયનું અવલંબન લઈને પદાર્થના ક્ષણિકત્વનું ભાવન કરે છે તે પણ યોગમાર્ગની વૃદ્ધિમાં ઉ૫કા૨ક બને છે.
વળી, જે મુનિઓ અપ્રમત્ત દશાને પામેલા છે તેઓ પોતાના જ્ઞાનથી અતિરિક્ત જગતવર્તી પદાર્થો નથી તે પ્રકારે ભાવન કરે છે તે વખતે પણ જગતવર્તી જ્ઞાનના વિષયભૂત જ્ઞેય પદાર્થો પોતાને અનુપયોગી હોવાથી પોતાના માટે નથી તેમ જ્ઞાનાદ્વૈત દૃષ્ટિથી ભાવન કરે છે, જે શેય પદાર્થના સ્પર્શ વગરના પોતાના જ્ઞાનના પરિણામમાં તન્મય થવાનું પ્રબળ કારણ બને છે. આથી જ શેયને આશ્રયીને ઇષ્ટાનિષ્ટના વિકલ્પો બંધ થાય છે અને નિર્મળ એવાં પોતાના જ્ઞાનના પરિણામમાં તન્મયતા આવે છે તેથી એક નયની દૃષ્ટિથી શાનાદ્વૈત મત પણ યોગમાર્ગની વૃદ્ધિનું કારણ છે.