Book Title: Dravya Gun Paryayno Ras Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 418
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૭ અવતરણિકા : જગતમાં સર્વપદાર્થો ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણ સ્વરૂપ છે. તેથી ગાથા-૧૯થી ૨૩ સુધી ઉત્પાદના ભેદો બતાવ્યા અને ગાથા-૨૪થી ૨૬ સુધી વિનાશના ભેદો બતાવ્યા. હવે ધ્રુવભાવના ભેદો બતાવે છે ગાથા: - ધ્રુવભાવ થૂલઋજુસૂત્રનો, પર્યાયસમય અનુસાર રે; સંગ્રહનો તેહ ત્રિકાલનો, નિજ-દ્રવ્ય-જાતિ-નિરધાર રે. ૩૮૭ જિન॰ II૯/૨૭|| ગાથાર્થઃ સ્થૂલ ઋજુસૂત્રનયનો ધ્રુવભાવ પર્યાયસમય અનુસાર છે=મનુષ્યાદિ જે પર્યાય, તેના કાલમાનરૂપ પર્યાયસમય અનુસાર છે. સંગ્રહનયનો તે=ધ્રુવભાવ, ત્રિકાલનો નિજદ્રવ્યની જાતિ ઉપર નિર્ધાર છે=જીવપુદ્ગલાદિરૂપ જે દ્રવ્ય તેમાં વર્તતી જીવત્વ-પુદ્ગલત્વ જાતિ-તેના ઉપર આશ્રય કરનારો છે. II૯/૨૭II ટબો ઃ ધ્રુવભાવ પણિ-સ્થૂલ, સૂક્ષ્મ-ભેદઈ ૨ પ્રકારનો. પહો-સ્થૂલ ઋજુસૂત્રનયનઈં અનુસારઈં મનુષ્યાદિક પર્યાય, સમયમાન જાણો. બીજો-સંગ્રહનયનઈં સંમત-તે ત્રિકાલવ્યાપક જાણો. પણિ જીવ-પુદ્ગલાદિક નિજ દ્રવ્યજાતિ-આત્મદ્રવ્ય, ગુણ, પર્યાયનું આત્મદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય; પુદ્ગલઢવ્ય, ગુણ, પર્યાયનું પુદ્ગલદ્રવ્યાનુગતજ ધ્રૌવ્ય. ઈમ-નિજ નિજ જાતિ નિર્ધાર જાણવો. II૯/૨૭]] ટબાર્થ: ધ્રુવભાવ પણ સ્થૂલ, સૂક્ષ્મ ભેદથી બે પ્રકારનો છે અર્થાત્ ઉત્પાદ અને નાશ તો બે પ્રકારના છે, પરંતુ ધ્રુવભાવપણ સ્થૂલ, સૂક્ષ્મતા ભેદથી બે પ્રકારનો છે. (૧) પહેલો=સ્થૂલભેદવાળો ધ્રુવભાવ, સ્થૂલઋજુસૂત્રના અનુસારે=પ્રતિક્ષણના પર્યાયને માનનાર સૂક્ષ્મ ઋજુસૂત્રનયને અનુસાર નહીં પરંતુ સ્થૂલથી મનુષ્યાદિ મોટા પર્યાયને માનનાર સ્થૂલ ઋજુસૂત્રનયને અનુસાર, મનુષ્યાદિ પર્યાયના જેટલા સમય છે તેટલા કાલમાતવાળો જાણવો=જેટલા કાલમાનવાળો મનુષ્યાદિ ભવ છે તેટલા કાલમાતવાળો ધ્રુવભાવ જાણવો. (૨) બીજો=સૂક્ષ્મ ભેદવાળો ધ્રુવભાવ, સંગ્રહનયને સંમત છે તે ત્રિકાલવ્યાપક જાણવો=તે સૂક્ષ્મ ધ્રુવભાવ ત્રણે કાળમાં રહેનારા પદાર્થનો જાણવો. પણિ=વળી, જીવપુદ્ગલાદિ નિજ દ્રવ્યની

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426