________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૭ જાતિ=આત્માના દ્રવ્યગુણ અને પર્યાયનું આત્મદ્રવ્યઅનુગત જ ધ્રુવપણું છે અને પુદ્ગલના દ્રવ્ય ગુણપર્યાયનું પુદ્ગલદ્રવ્યઅનુગત જ ધ્રુવપણું છે.
એ પ્રકારે નિજ નિજ જાતિ=આત્મત્વ-પુદ્ગલત્વરૂપ નિજ નિજ જાતિનો, નિર્ધાર જાણવો=તિજ નિજ જાતિની અપેક્ષાએ સૂક્ષ્મ ધ્રુવભાવ જાણવો. ૫૯/૨૭।।
ભાવાર્થ:
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ પદાર્થ છે તેને બતાવવાનો પ્રારંભ કર્યો અને તે બતાવ્યા પછી ઉત્પાદના બે ભેદો અને નાશના બે ભેદો બતાવ્યા તેમ ધ્રુવભાવ પણ ઉત્પાદ અને નાશની જેમ, સ્થૂલ અને સૂક્ષ્મ, એમ બે પ્રકારનો છે તે હવે બતાવે છે
૩૦.
-
સ્થૂલદૃષ્ટિથી જે દેખાય તે સ્થૂલ ધ્રુવભાવ કહેવાય. જેમ સ્થૂલદ્દષ્ટિથી ‘આ મનુષ્ય ૫૦ વર્ષ જીવ્યો' તેમ કહેવાય. તેથી તેનો સ્થૂલથી ધ્રુવભાવ ૫૦ વર્ષનો । અથવા ‘આ ઘટ પાંચ વર્ષ રહ્યો' તે સ્થૂલથી ધ્રુવભાવ કહેવાય છે અને સૂક્ષ્મદૃષ્ટિથી જોવામાં આવે અને જે દેખાય તે સૂક્ષ્મધ્રુવભાવ કહેવાય. જેમ સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો કોઈ જીવદ્રવ્ય કે કોઈ પુદ્ગલદ્રવ્ય ક્યારેય નાશ પામતો નથી પરંતુ ત્રણેય કાળમાં તે શાશ્વત છે છે તેથી ત્રણે કાળમાં શાશ્વત દેખાતા જીવપુદ્ગલાદિને જોવાની દૃષ્ટિથી જે દેખાય તે સૂક્ષ્મ ધ્રુવભાવ કહેવાય.
વળી, સ્થૂલ ધ્રુવભાવ બતાવનાર દૃષ્ટિ ઋજુસૂત્રનયની છે; કેમ કે ઋજુસૂત્રનય પર્યાયાર્થિકનયની દૃષ્ટિ છે તેથી પર્યાયોને ક્ષણિક માને છે, આમ છતાં તે ઋજુસૂત્રનય પણ સ્થૂલ અને સૂક્ષ્મ, એ બે ભેદવાળો છે.
સૂક્ષ્મ ઋજુસૂત્રનય પ્રતિસમય પર્યાયનો નાશ સ્વીકારે છે, તેથી તેના મતે ધ્રુવભાવની પ્રાપ્તિ થાય નહીં. સ્થૂલ ઋજુસૂત્રનય મનુષ્યાદિ દીર્ઘ પર્યાયને સ્વીકારીને મનુષ્યાદિ પર્યાયના નાશને સ્વીકારે છે તેથી સ્થૂલ ઋજુસૂત્રનયની દૃષ્ટિથી વિચા૨વામાં આવે તો આત્માનો મનુષ્યાદિ પર્યાય જેટલા કાળમાં દેખાય તેટલા કાળ સુધી તેનો ધ્રુવભાવ છે તેમ કહેવાય. જેમ ‘આ મનુષ્ય સો વર્ષ જીવ્યો.' તેમાં સો વર્ષ તેનો ધ્રુવભાવ કહેવાય અથવા ‘આ ઘટ પાંચ વર્ષ રહ્યો' તો તે ઘટપર્યાયનો પાંચ વર્ષનો ધ્રુવભાવ કહેવાય.
વળી, સૂક્ષ્મ ધ્રુવભાવ સંગ્રહનયના મતે છે અને સંગ્રહનય સર્વ આત્મદ્રવ્યમાં વર્તતી આત્મત્વ જાતિને ગ્રહણ કરીને સર્વ આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયનું આત્મદ્રવ્યાનુગત જ ધ્રુવભાવ સ્વીકારે છે. વળી, જે આત્મદ્રવ્યાનુગત આત્મત્વજાતિરૂપ ધ્રુવભાવ છે, તે ત્રિકાળ વિષયવાળો છે; કેમ કે, દરેક આત્મા ત્રિકાળ શાશ્વત છે.
વળી, સર્વ પુદ્ગલદ્રવ્યમાં પણ દ્રવ્યગુણપર્યાયનું પુદ્ગલદ્રવ્યાનુગત જ ધ્રુવભાવ છે. જે પુદ્દગલજાતિરૂપ છે અને જગત્વર્તી સર્વ પુદ્ગલોમાં ધ્રુવ જ છે, કોઈ પુદ્ગલ ક્યારેય નાશ પામતો નથી.
અહીં સંગ્રહનયની દૃષ્ટિએ ત્રિકાળવ્યાપક ધ્રુવભાવ કહ્યો ત્યાં ‘જીવપુદ્ગલાદિક’ શબ્દ છે તેમાં ‘આદિ’ પદથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું ગ્રહણ છે તેથી ધર્માસ્તિકાયરૂપ દ્રવ્ય, તેમાં વર્તતા ગુણ અને તેના પર્યાય-તેમાં અનુગત એવી ધર્માસ્તિકાયત્વ જાતિરૂપ ધ્રુવભાવ છે તેમ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પણ જાણવું. II૯/૨૭ના