________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૮
૩૮૯
અવતરણિકા :
પ્રસ્તુત ઢાળમાં દરેક પદાર્થો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યસ્વરૂપ છે તેનું વિસ્તારથી અત્યારસુધી વર્ણન કર્યું. હવે તેનું નિગમન કરતાં કહે છે – ગાથા :
સવિ અર્થ સમયમાં ભાષિઆ, ઇમ વિવિધ ત્રિલક્ષણશીલ રે;
જે ભાવઈ એહની ભાવના, તે પાવઈ સુખ નાસ લીલ રે. જિન II૯/૨૮ાા ગાથાર્થ -
ઈમ અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સમયમાંસિદ્ધાંતમાં, સવિ અર્થ, વિવિધ પ્રકારે ત્રિલક્ષણશીલ ભાખિઆ છેઃઅનેક પ્રકારે ત્રણ લક્ષણવાળા કહ્યા છે. જે પુરુષ એહની ભાવના ભાવે તે પુરુષ સુખની અને યશની લીલાને પામે. ll૯/૨૮ll ટબો:
ઈમ-સમથ કહિઈ-સિદ્ધાંત, તે માંહિ સર્વ-અર્થ વિવિધ પ્રકારૐ ત્રિલક્ષણ કહિઈ, ઉત્પાદ, વય, ધ્રૌવ્ય - તતશીલ=તસ્વભાવ ભાષિઆ. જે પુરુષ ત્રિલક્ષણ સ્વભાવની ભાવના ભાવઇં, તે વિસ્તારરુચિ સમ્યકત્વ અવગાહી અંતરંગ સુખ અનઈં પ્રભાવકપણાનો યશ-સ્નેહની લીલા પામઈ. ૯/૨૮ ટબાર્ચ -
ઈમ=પ્રસ્તુત ઢાળમાં અત્યારસુધી વર્ણન કર્યું એ રીતે, સમય કહેતાં સિદ્ધાંત, તે માંહિ=સિદ્ધાંતમાં, સર્વ અર્થ વિવિધ પ્રકારે અનેક દૃષ્ટિકોણથી, ત્રિલક્ષણ કહીનેaઉત્પાદવ્યયપ્રૌવ્ય કહીને, તશીલ= તસ્વભાવ, ભાખ્યા છે. જે પુરુષ એ ત્રિલક્ષણ સ્વભાવની ભાવના ભાવે જગત્કર્તા સર્વ પદાર્થોને જે પ્રકારે ગ્રંથકારશ્રીએ ત્રણલક્ષણવાળા બતાવ્યા તે સ્વરૂપે સૂક્ષ્મ બુદ્ધિથી સમાલોચન કરીને તે ભાવનાથી આત્માને ભાવિત કરે, તે પુરુષ વિસ્તારરુચિસમ્યકત્વ અવગાહીત્રશાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી સર્વજ્ઞતા વચનના પરમાર્થના બોધને કારણે પ્રગટ થયેલી ગીતાર્થને થાય તેવી વિસ્તારરુચિરૂપ સમ્યકત્વને અવગાહન કરીને, અંતરંગ સુખનો અને પ્રભાવકપણાનો યશ, તેની લીલાને પામે. II૯/૨૮ ભાવાર્થ
ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્ છે.' એ સતુનું લક્ષણ અથવા “ઉપનેઈ વા વિગમેઈ વા ધુએઈ વા' એ ત્રિપદી અને તેનાથી ઉત્પન્ન થયેલ સ્યાદ્વાદની નિર્મળ દૃષ્ટિ-તેનું વિસ્તારથી વર્ણન કરનાર “સમ્મતિ'ગ્રંથતેના ભાવોને ગ્રહણ કરીને યોગ્ય જીવોને સ્યાદ્વાદનો પારમાર્થિક બોધ કરાવવા અર્થે કંઈક સંક્ષેપથી