________________
૩૮૫
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૬ પણ વિધિ છે, સમુદ્રયામમિ સો ૩ વિમuો સમુદાયના જનનમાં તે બે વિકલ્પવાળો છે. સમુદ્રવિમમિત્ત=સમુદાયનો વિભાગ માત્ર, અત્યંતરમાવામi =અને અર્થાતરભાવગમન.” li૩-૩૪ (સમ્મતિ, ત્રીજો કાંડ, ગાથા-૩૪) II૯/૨કા ભાવાર્થ :
ગાથા-૨૪ના ટબામાં પ્રજ્ઞાપના પદના વચનાનુસાર ગ્રંથકારશ્રીએ બે પ્રકારના વિનાશ બતાવ્યા. (૧) રૂપાંતર પરિણામરૂપ નાશ (૨) અર્થાતરગમનરૂપ નાશ. આ બંને નાશ વસ્તુતઃ ભિન્ન નથી પરંતુ દ્રવ્યાસ્તિકનયને આશ્રયીને વિચારીએ તો કોઈક પર્યાયવિશિષ્ટ દ્રવ્ય અન્ય પર્યાયરૂપે થાય છે, તે રૂપાંતર પરિણામરૂપ નાશ કહેવાય છે. જેમ અંધકારના પુલો ઉદ્યોતની સામગ્રી મળે ત્યારે ઉદ્યોતરૂપે પરિણમન પામે છે તે રૂપાંતરપરિણામ છે અને તે જ વસ્તુને પર્યાયાર્થિકનયથી જોવામાં આવે તો પૂર્વપર્યાયનો નાશ થાય છે અને ઉત્તરપર્યાય ઉત્પન્ન થાય છે તેથી તે અર્થાતરગમનરૂપ નાશ કહેવાય છે; કેમ કે પર્યાયાર્થિકનય દ્રવ્યને સ્વીકારતું નથી તેથી પૂર્વનો પર્યાય નાશ પામીને નવો પર્યાય ઉત્પન્ન થાય છે તેથી પૂર્વનો પર્યાય અર્થાતરગમનરૂપ નાશ પામે છે તેમ પર્યાયાર્થિકનય કહે છે અને તે બંને ભેદને બતાવવા માટે ગાથા-૨૫માં બે દૃષ્ટાંતો બતાવ્યાં તેથી સ્થૂળથી જોતાં એમ લાગે કે રૂપાંતર પરિણામરૂપ નાશ અંધારાની ઉદ્યોતતારૂપ છે અને અણુનું અણુની સાથે સંક્રમણ તે અર્થાતરગમનરૂપ નાશ થાય છે તે સ્થૂલ દષ્ટિથી બતાવીને પ્રસ્તુત ગાથામાં કહે છે કે, કોઈક અણુ અણુઆંતર સાથે સંક્રમણ પામીને જે સ્કંધ થાય છે ત્યારે અણુનો જે નાશ થયો તેને ગાથા-૨૫માં અર્થાતરગમનરૂપ નાશ કહ્યો તોપણ દ્રવ્યાર્થિકનયથી વિચારીએ તો તે રૂપાંતર પરિણામરૂપ નાશ જ છે; કેમ કે તે બે અણુરૂપ દ્રવ્ય પૂર્વે સ્કંધરૂપ ન હતા પરંતુ અણુપર્યાયવિશિષ્ટ હતા. તે બે અણુદ્રવ્ય જ સ્કંધરૂપે રૂપાંતર પરિણામને પામ્યા. જેમ અંધકારના પુદ્ગલો જ ઉદ્યોતરૂપ પુગલોને પામ્યા અને તેમ સ્વીકારીએ તો પ્રશ્ન થાય કે “પન્નવણામાં કહેલ બે પ્રકારના નાશ એ દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયના ભેદથી બે પ્રકારના છે પરંતુ સ્થાનભેદથી ભિન્ન ભિન્ન નાશને આશ્રયીને બે પ્રકારના નથી, તોપણ “સમ્મતિ'માં સંયોગના વિભાગાદિરૂપ જે દ્રવ્યનાશ બે પ્રકારના બતાવ્યા છે, તેનું ઉપલક્ષણ ગાથા-૨૪માં બતાવેલા “પ્રજ્ઞાપના'ના બે નાશ જાણવા.
ગાથા-૨૪માં બતાવેલ બે નાશ “સમ્મતિ'માં બતાવેલા બે નાશના ઉપલક્ષણ કેમ છે ? તે ગ્રંથકારશ્રી યુક્તિથી બતાવે છે –
જે કારણથી દ્રવ્યઉત્પાદનો વિભાગ છે તે જ પર્યાયના ઉત્પાદનો વિભાગ છે. જેમ માટી દ્રવ્યમાંથી ઘડો થાય છે તે દ્રવ્યનો ઉત્પાદ છે અને દ્રવ્યનો ઉત્પાદ જ પર્યાયનો ઉત્પાદ છે; કેમ કે તે વખતે માટીના પિંડના પર્યાયનો નાશ થાય છે અને ઘટપર્યાયનો ઉત્પાદ થાય છે. તેથી દ્રવ્યને જોનારી દૃષ્ટિથી કહીએ તો માટીદ્રવ્યમાંથી ઘટદ્રવ્ય ઉત્પન્ન થયું અને પર્યાયને જોનારી દૃષ્ટિથી કહીએ તો પિંડપર્યાયમાંથી ઘટપર્યાય ઉત્પન્ન થયો. તે રીતે નાશમાં પણ એ પ્રકારનો વિભાગ છે તેથી દ્રવ્યનાશનો પ્રકાર જ પર્યાયનાશનો પ્રકાર છે. જેમ માટીમાંથી ઘડો થાય છે ત્યારે પિંડપર્યાયવાળું દ્રવ્ય નાશ પામે છે તેથી દ્રવ્યનાશ કહેવાય છે અને તે