________________
૩૮૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨૪-૨૫ કથંચિત્ સત્ રૂપાંતર પામે, સર્વથા વિનાશ પામે નહીં, તે દ્રવ્યાર્દિકનયનો પરિણામ કહ્યો છે. પૂર્વ સત્પર્યાય જ વિનાશ પામે, ઉત્તર અસત્ પર્યાય ઉત્પન્ન થાય, તે પર્યાયાર્થિકનયનો પરિણામ કહ્યો છે એ અભિપ્રાય જોતાં=પ્રજ્ઞાપતાની પદ-૧૩ની વૃત્તિમાં એ અભિપ્રાય જોતાં, એક રૂપાંતર પરિણામ વિનાશ, એક અર્થાતરગમતવિનાશ એ વિનાશના બે ભેદ જાણવા. I૯/૨૪મા
ભાવાર્થ :| વિનાશ પણ બે પ્રકારનો છે
(૧) રૂપાંતર પરિણામરૂપ વિનાશ - જેમ તંતુમાંથી પટ બને છે ત્યારે તાંતણારૂપે રહેલા તંતુના અવયવો જ રૂપાંતર પરિણામને પામે છે અથવા જેમ પિંડવિશિષ્ટ મૃદુ છે, તે ઘટરૂપ પરિણામને પામે છે. આ પ્રકારનો વિનાશ તે દ્રવ્યનો રૂપાંતર પરિણામ છે. આ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી રૂપાંતર પરિણામ કહેવાય છે. તેથી સંસારી જીવો પણ પૂર્વના ભાવોનો ત્યાગ કરીને અન્ય અન્ય ભાવ પામે છે તે દ્રવ્યાર્થિકનયનો રૂપાંતર પરિણામરૂપ વિનાશ છે.
(૨) અર્થાતરગમરૂપ વિનાશ - વળી, પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી તે સર્વ પરિણામોને જોવામાં આવે ત્યારે અર્થાતરગમનરૂપ પરિણામ કહેવાય છે. જેમ તંતુમાંથી પટ થાય છે ત્યારે તંતપર્યાય નાશ પામે છે અને પટપર્યાય ઉત્પન્ન થાય છે, તે અર્થાતરગમનરૂપ પરિણામ છે; કેમ કે પર્યાયાર્થિકનય “પૂર્વનો સત્ પર્યાય નાશ પામે અને ઉત્તરનો જે અસતુ પર્યાય હતો તે ઉત્પન્ન થાય છે તેમ કહે છે તેથી તંતુરૂપે જે સ પર્યાય હતો, તે નાશ પામ્યો અને અસત્ એવો પટપર્યાય ઉત્પન્ન થયો માટે તે અર્થાતરગમનરૂપ વિનાશ છે. વળી, મૃદુપિંડમાં જે પિંડપર્યાય છે તે નાશ પામે છે અને સ્થાસ, કુશલાદિરૂપ પર્યાયના ક્રમથી ઘટપર્યાય ઉત્પન્ન થાય છે, તે પણ પર્યાયાર્થિકનયનો અર્થાતરગમનરૂપ વિનાશ છે. વળી, સંસારી જીવોમાં જીવદ્રવ્યની વિવક્ષા કર્યા વગર મનુષ્યપર્યાયના નાશપૂર્વક દેવાદિ પર્યાયની ઉત્પત્તિ થાય છે ત્યારે પૂર્વના મનુષ્યરૂપ સત્પર્યાયના નાશપૂર્વક અસત્ એવો ઉત્તરનો દેવપર્યાય ઉત્પન્ન થાય છે, તે પર્યાયાર્થિકનયનો અર્થાતરગમનરૂપ વિનાશ છે. II૯/૨કા
અવતરણિકા :
પૂર્વની ગાથામાં વિનાશના બે પ્રકારનું સ્વરૂપ બતાવ્યું. હવે તે દાંતથી સ્પષ્ટ કરે છે –
ગાથા -
અંધારાનઈં ઉધોતતા, રૂપાંતરનો પરિણામ રે; અણનઈં અણ અંતર સંક્રમર્દ, અર્થાતરગતિનો-ઠામ રે.
જિન II૯/રપI