________________
૩૭૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૯ | ગાથા-૨૨-૨૩ જે પરિણામ છે તે ધર્માસ્તિકાય દ્રવ્યનો એકત્વિક ઉત્પાદ છે તે અસંયુક્ત અવસ્થાના વિનાશપૂર્વક સંયુક્ત એવાં ધર્માસ્તિકાય દ્રવ્યનો ઉત્પાદ છે.
તે રીતે અધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુદ્ગલને સ્થિતિ આપવામાં સહાયક થાય છે અને યોગીના ચિત્તને સ્થિર કરવામાં સહાયક થાય છે તેથી જ્યારે જીવ કે પુદ્ગલદ્રવ્ય ધર્માસ્તિકાયના અવલંબનથી ગતિપરિણામવાળા હતા તેને છોડીને સ્થિતિ પરિણામવાળા થાય છે ત્યારે અધર્માસ્તિકાયનું આલંબન લે છે તે વખતે અધર્માસ્તિકાયમાં સ્થિતિસહાયકતાને અનુકૂળ જે પરિણામનો ઉત્પાદ છે, તે એકત્વિક ઉત્પાદ છે અને આ ઉત્પાદ વખતે પૂર્વમાં જે અધર્માસ્તિકાયનું અનાલંબન હતું તેના વિનાશપૂર્વક અધર્માસ્તિકાયના આલંબનરૂપ સંયુક્ત અવસ્થા અધર્માસ્તિકાયમાં ઉત્પન્ન થાય છે અને અધર્માસ્તિકાયમાં જીવાદિ દ્રવ્યની સ્થિતિમાં સહાયક પરિણામરૂપ એકત્વિક ઉત્પાદ થાય છે.
આ રીતે એકત્વિક ઉત્પાદ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં કઈ રીતે થાય છે તે ગાથાના પૂર્વાર્ધથી બતાવ્યું. હવે ગાથાના ઉત્તરાર્ધથી દરેક પદાર્થોમાં ઋજુસૂત્રનયની દૃષ્ટિથી કઈ રીતે એકત્વિક ઉત્પાદ થાય છે તે સ્પષ્ટ કરે છે –
ઋજુસૂત્રનય દરેક પદાર્થોને ક્ષણિક માને છે તેથી દરેક પદાર્થોમાં પર્યાય પ્રતિક્ષણ સદશ કે વિસદશરૂપે અવશ્ય પરિણમન પામે છે તેથી દીર્ઘકાળ અવસ્થિત દેખાતા ઘટાદિમાં પણ આ પ્રથમ સમયનો ઘટ છે, આ બીજા સમયનો ઘટ છે.' ઇત્યાદિ વ્યવહાર થાય છે, તેનો હેતુ ઋજુસૂત્રનયને અભિમત ક્ષણિક પર્યાય છે અને તે ક્ષણિક પર્યાયને આશ્રયીને દરેક પદાર્થોમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયોનો ઉત્પાદ થાય છે તે સર્વ એકત્વિક ઉત્પાદ જાણવો.
આ કથનમાં=પ્રસ્તુત ગાથામાં ધર્માસ્તિકાયાદિમાં જે એકત્વિક ઉત્પાદ બતાવ્યો અને દરેક પદાર્થોમાં પ્રતિક્ષણ થતા ઉત્પાદને આશ્રયીને જે એકત્વિક ઉત્પાદ બતાવ્યો એમાં, કોઈ વિવાદ નથી અર્થાત્ જેમ પરમાણુના ઉત્પાદમાં તૈયાયિકનો વિવાદ છે તેમ ધર્માસ્તિકાયાદિના ઉત્પાદમાં અને પ્રતિક્ષણ થતા પર્યાયના ઉત્પાદમાં કોઈ વિવાદ નથી. શા
અવતરણિકા -
પૂર્વમાં ધમસ્તિકાયાદિમાં જીવ કે પુગલના સંયોગથી જે ઉત્પાદ કહ્યો તે અપેક્ષાએ પરપ્રત્યયરૂપ છે અને અપેક્ષાએ વિજપ્રત્યયરૂપ છે એ પ્રકારનો નયવાદ “સમ્મતિમાં બતાવ્યો તેને ગ્રંથકારશ્રી બતાવે છે –
ગાથા :
પરપ્રત્યય ધર્માદિકણો, નિયમઈ ભાષિઓ ઉત્પાદ રે; નિજપ્રત્યય પણ તેહ જ કહો, જાણી અંતર નયવાદ રે. જિન ll૯/૨