________________
દ્રવ્યગણાપર્યાયનો રાસ ભાગ-૧ / ઢાળ-૯ | ગાથા-૨૨
૩૭૭
ટબો:- જિમ પરમાણુ ઉત્પાદ એકત્વજ-તિમ જેણઈ સંથગઈ સ્કંધ ન નીપજઈ, એહ ર્જ-ધર્માસ્તિકાથાદિકનો જીવ-પુદગલાદિક સંયોગ-તદ્વારઈ-જે સંયુક્ત દ્રવ્યોત્પાદ અસંયુક્તાવસ્થાવિનાશપૂર્વક તથા-વાજસૂત્રનવાભિમત-જી-ક્ષણિક પર્યાય-પ્રથમ દ્વિતીય સમયાદિવ્ય-વ્યવહારહેતુ, તદ્વારઈ-ઉત્પાદ-તે સર્વ એકત્વજ જાણજ્વ. ઈહાં-કઈ વિવાદ નથી. II૯/૨૨ા
ટબાર્થ :
જેમ પરમાણુનો ઉત્પાદ એકત્વજ છે તેમ જેવો સંયોગથી સ્કંધ થતો નથી=અનેક અવયવોના સ્કંધ હોવા છતાં સંયોગથી સ્કંધ થતો નથી, એવો જે ધર્માસ્તિકાયાદિનો જીવ-પુદ્ગલાદિ સાથે સંયોગ, તેના દ્વારા જે સંયુક્ત દ્રવ્યનો ઉત્પાદ, વળી, સંયુક્ત દ્રવ્યનો ઉત્પાદ અસંયુક્ત અવસ્થાના વિનાશપૂર્વક છે, તે એકત્વિક ઉત્પાદ છે એમ અવય છે.
અને ઋજુસૂત્રનયને અભિમત, જે “ક્ષણિકપર્યાય, પ્રથમ દ્વિતીય સમયાદિનું દ્રવ્ય" એ પ્રકારના વ્યવહારનો હેતુ છે, તેના દ્વારા ઉત્પાદ=પ્રથમ દ્વિતીયાદિ ક્ષણ દ્વારા અવસ્થિત દેખાતા ઘટાદિ દ્રવ્યોમાં ઉત્પાદ, તે સર્વ એકત્વિક જાણવો. ઈહાંઅહીં–આ બીજા પ્રકારના એકત્વિક ઉત્પાદમાં કોઈ વિવાદ તથી ગાથા-૨૧માં કહેલ પરમાણુના એકત્વિક ઉત્પાદમાં તૈયાયિકાદિનો વિવાદ છે, તેવો અહીં કોઈ વિવાદ નથી. I૯/૨૨ાા ભાવાર્થ
જેમ પરમાણુનો ઉત્પાદ સ્કંધના વિભાગથી થાય છે તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશદ્રવ્ય અનેક પ્રદેશોના સ્કંધરૂપ હોવા છતાં સંયોગથી તે સ્કંધ ઉત્પન્ન થયેલ નથી પરંતુ અનાદિથી સિદ્ધ આકાશાદિ ત્રણે દ્રવ્યો એક અખંડ સ્કંધરૂપ છે અને તે ત્રણે દ્રવ્યોના સ્કંધોમાં જીવ અને પુદ્ગલાદિનો સંયોગ થાય છે તેના દ્વારા તે ત્રણે દ્રવ્યોમાં ઉત્પાદ થાય છે તે એકત્વિક ઉત્પાદ છે.
આશય એ છે કે, આકાશાસ્તિકાય અવગાહનાદાનના સ્વભાવવાળું દ્રવ્ય છે અને કોઈ જીવ કે કોઈ પુદ્ગલ અન્ય આકાશથી ખસીને અન્ય આકાશ ઉપર આવે ત્યારે તે જીવ કે પુદ્ગલને અવગાહનાદાનને અનુકૂળ એવો કોઈક પરિણામ આકાશદ્રવ્યમાં ઉત્પન્ન થાય છે તે આકાશáધનો એકત્વિક ઉત્પાદ છે અને તે ઉત્પાદ અસંયુક્ત અવસ્થાના વિનાશપૂર્વક સંયુક્ત દ્રવ્યના ઉત્પાદરૂપ છે; કેમ કે જીવ કે પુદ્ગલ તે આકાશ સાથે પૂર્વમાં અસંયુક્ત અવસ્થાવાળા હતા તેના વિનાશપૂર્વક તે જીવ કે પુગલથી સંયુક્ત એવાં આકાશદ્રવ્યમાં અવગાહના પરિણામરૂપ ઉત્પાદ છે તે એકત્વિક ઉત્પાદ છે.
તે રીતે ધર્માસ્તિકાય દ્રવ્યનો ગતિમાં સહાય કરવાનો સ્વભાવ છે. તેથી જીવ કે પુદ્ગલદ્રવ્ય જ્યારે ગતિપરિણામવાળા થાય ત્યારે તે જીવ કે પુદ્ગલને ગતિમાં સહાય કરવાના સ્વભાવને આશ્રયીને ધર્માસ્તિકાયનો