________________
૨૭૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૧૬ મોક્ષ મુખ્ય પુરુષાર્થ છે તે માટે-ચાર પ્રકારના પુરુષાર્થમાં મોક્ષ મુખ્ય પુરુષાર્થ છે તે માટે, તેને જુદો કહેવો. તેમાં બે કારણ સંવર અને નિર્જરા કહેવા=સંવર અને નિર્જરા જુદાં કહેવાં-એ સાત તત્વ કહેવાની પ્રયોજન પ્રક્રિયા છે. પુણ્ય-પાપરૂપ શુભ-અશુભ બંધના ભેદની વિગતીને શુભ-અશુભ બંધના વિભાગને અલગ કરી જુદા કહીને, એહ જ પ્રક્રિયા નવ તત્વ કથનની જાણવી.
અહીં=નવ નયના ભેદમાં, દ્રવ્યાધિનયમાં અને પર્યાયાધિકનયમાં ભિન્ન ઉપદેશનું કોઈ પ્રયોજન નથી. ll૮/૧૬il. ભાવાર્થ
દિગંબરે જે પ્રકારે નવ નય બતાવ્યા તે રીતે નયનો વિભાગ સ્વીકારીએ તો વિભક્તનો વિભાગ પ્રાપ્ત થાય અર્થાત્ દ્રવ્યાર્થિકનયમાં અને પર્યાયાર્થિકનયમાં સાત નયો વિભક્ત છે તે વિભક્તને જ ફરી ગ્રહણ કરીને તેમાં મૂળ નયને ઉમેરવાથી નવ નયો કહેવારૂપ વિભાગ પ્રાપ્ત થાય, જે ઉચિત નથી.
તેવા સ્થાને શું કહેવું જોઈએ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. જેમ જીવોના બે ભેદ છે-સંસારી અને સિદ્ધ. આ રીતે વિભાગ કર્યા પછી સંસારી જીવો પૃથ્વીકાયાદિ છ ભેદવાળા છે અને સિદ્ધના જીવો પંદર ભેદવાળા છે તેમ કહેવું જોઈએ. તે રીતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકના ભેદથી નયો બે પ્રકારના છે. દ્રવ્યાર્થિકનય નૈગમાદિના ભેદથી ત્રણ પ્રકારનો છે અને પર્યાયાર્થિકનય ઋજુસૂત્રાદિના ભેદથી ચાર પ્રકારનો છે એમ કહેવું જોઈએ પરંતુ નૈગમાદિ સાત નયો સાથે દ્રવ્યાર્થિકન અને પર્યાયાર્થિકનયને ભેળવીને એકવાક્યપણાથી નવે નયોનો જે વિભાગ દિગંબરોએ કર્યો છે તે સર્વથા મિથ્યા છે.
જેમ કોઈ કહે કે, “જીવો, સંસારી અને સિદ્ધો” એમ ત્રણ ભેદો છે તો તે વિભાગ ઉચિત નથી તેમ દ્રવ્યાર્થિકનય, પર્યાયાર્થિકનય અને નૈગમાદિ સાત નયો એમ નવ નયોનો વિભાગ ઉચિત નથી. માટે વિભાગવાક્યની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દિગંબરોનો નવ નયોનો વિભાગ છે અર્થાત્ સર્વ ભેદોનો સંગ્રહ થાય' એ વિભાગવાક્યની મર્યાદા છે અને સાત નયોમાં સર્વ નયોનો સંગ્રહ થઈ જાય છે છતાં તે વિભાગવાક્યની મર્યાદાનું ઉલ્લંઘન કરીને સાત નયોમાં દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને ભેળવીને દિગંબરોનો નવ નયોનો વિભાગ છે તે વિભાગવાક્યની મર્યાદાનું ઉલ્લંઘન છે માટે ઉચિત નથી.
હવે દિગંબર કહે કે, જીવ અને અજીવ બે તત્ત્વો છે છતાં જીવ-અજીવ કરતાં અન્ય એવાં આસવાદિ તત્ત્વોને ગ્રહણ કરીને સાત તત્ત્વો કે નવ તત્ત્વો તમારા મતે કહેવાય છે, ત્યાં પણ જીવ અને અજીવમાં આસવાદિનો અતંર્ભાવ હોવા છતાં જીવ-અજીવ કહ્યા પછી આસવાદિને પૃથફ ગ્રહણ કરીને સાત કે નવ તત્ત્વો કહેવાય છે, તે રીતે અમે પણ સ્વપ્રક્રિયા પ્રમાણે દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને ગ્રહણ કરીને તેમાં અંતર્ભાવ પામતા નૈગમાદિ નયોને પૃથ ગ્રહણ કરીને નવ નવો ગ્રહણ કરીશું. માટે શાસ્ત્રમર્યાદાનુસાર કોઈ વિરોધ નથી; કેમ કે જીવાજીવાદિ સ્થાનમાં તે પ્રકારનો વિભાગ શાસ્ત્રમાં બતાવેલો છે.
તેને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે –