________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૦ ‘ત્વનો થટો નદો ષટઃ ।'=એ પ્રમાણે શબ્દપ્રયોગ થાય છે=ઘટ ઉત્પન્ન થાય છે ત્યારથી માંડીને જ્યાં સુધી ઘટ રહે ત્યાં સુધી ‘ત્વો ઘટઃ’ એ પ્રયોગ થાય છે અને ઘટનો નાશ થાય ત્યારથી માંડીને સદા ‘નષ્ટો ઘટઃ’ એ પ્રયોગ થાય છે. ‘હમણાં ઉત્પન્ન થયો' અથવા ‘હમણાં નષ્ટ' એ કહીએ તે વખતે આ ક્ષણવિશિષ્ટતાવાળી ઉત્પત્તિ અને નાશ જાણવા. તે દ્વિતીયાદિ ક્ષણમાં નથી અર્થાત્ બીજી આદિ ક્ષણમાં આ ક્ષણવિશિષ્ટ ઉત્પત્તિ અને નાશ નથી તે માટે બીજી આદિ ક્ષણમાં ‘હમણાં ઉત્પન્ન થયો' ઇત્યાદિ પ્રયોગ ન થાય. અહીં=પ્રસ્તુત કથનમાં, ઘટ કહેતાં દ્રવ્યાર્થદેશથી મૃદ્રવ્ય લેવું.
દ્રવ્યરૂપે મૃદ્રવ્ય કેમ લેવું તેથી કહે છે –
૩૪૨
જે માટે ઉત્પત્તિ-નાશની આધારતા સામાન્યરૂપે કહેવાય છે. તત્પ્રતિયોગિતા=ઉત્પત્તિ-નાશની પ્રતિયોગિતા, તે વિશેષરૂપે કહેવાય છે. ૯/૧૦||
ભાવાર્થ :-ગાથાનુસાર ઃ
શિષ્ય પ્રશ્ન કરે છે કે, માટીઆદિ સ્વદ્રવ્યથી પ્રથમ ક્ષણમાં ઘટ ઉત્પદ્યમાન હોય છે તે વખતે માટી આદિ દ્રવ્ય ધ્રુવ, પ્રથમ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ અને ઘટની પૂર્વ અવસ્થારૂપ પર્યાયનો નાશ એ ત્રણેની પ્રાપ્તિ થાય છે તેથી ઘટની પ્રથમ ક્ષણમાં પૂર્વપર્યાયનો નાશ, ઘટની ઉત્પત્તિ અને મૃદ્રવ્યની ધ્રુવતા પ્રાપ્ત થાય છે. વળી, તે ઘટ પ્રથમ ક્ષણમાં ઉત્પદ્યમાન હતો અને બીજી આદિ ક્ષણમાં ઉત્પદ્યમાન નથી પરંતુ ઘટ ‘ઉત્પન્ન’ છે. તેથી બીજી આદિ ક્ષણોથી માંડીને જ્યાં સુધી ઘટ અવસ્થિત રહે છે, ત્યાં સુધી તે ઘટદ્રવ્યમાં ઉત્પત્તિ અને નાશ કઈ રીતે સંગત થાય ? અર્થાત્ બીજી આદિ ક્ષણોથી માંડીને ઘટની અવસ્થિતિકાળ સુધી કોઈની ઉત્પત્તિ અને કોઈનો નાશ દેખાતો નથી. તેને ગુરુ કહે છે: ‘સાંભળ ! ધ્રુવતામાં=ઘટના ઉપાદાનકારણરૂપ જે માટી છે તે માટી દ્રવ્યની ધ્રુવતામાં, પહેલા ભળ્યા=પૂર્વપર્યાયનો નાશ અને ઘટપર્યાયનો ઉત્પાદ-તે બંને ધ્રુવતામાં ભળ્યા, તેથી પ્રથમ ક્ષણના ઉત્પાદ, વ્યય અને ધ્રુવ જે દેખાય છે તે ત્રણેની અનુગમશક્તિ સદા છે=ઘટના અવસ્થિતિકાળ સુધી સદા છે, અથવા ગાથામાં બતાવેલ ‘દોઈ’ શબ્દને ગ્રહણ કરીએ તો ઉત્પાદ, વ્યય-બેયની અનુગમશક્તિ છે=પ્રથમ ક્ષણમાં જે ઉત્પાદ-વ્યય થયો તે ઉત્પાદ-વ્યયની અનુગમશક્તિ બીજી આદિ ક્ષણમાં છે, માટે બીજી આદિ ક્ષણમાં પણ ઉત્પાદ, નાશ અને ધ્રૌવ્યયુક્ત દ્રવ્યની પ્રાપ્તિ છે.’
ભાવાર્થ:
ટબાઅનુસાર ઃ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સુવર્ણના ઘટનાશ, મુગટની ઉત્પત્તિ અને સુવર્ણદ્રવ્યની અવસ્થિતિને આશ્રયીને ઉત્પાદવ્યયધ્રૌવ્ય એક વસ્તુમાં પ્રાપ્ત થાય છે તેમ સ્થાપન કર્યું. ત્યાં શિષ્ય શંકા કરે છે કે, માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે ત્યારે ઉત્પત્તિની ક્ષણમાં ઘટના પૂર્વપર્યાયનો નાશ, ઘટની ઉત્પત્તિ અને માટીની ધ્રુવતા સંગત થાય છે પરંતુ ઘડો ઉત્પન્ન થયા પછી તે ઘડો દીર્ઘકાળ સુધી અવસ્થિત ૨હે છે ત્યારે બીજી આદિ ક્ષણમાં તે ઘટનું જે સ્વદ્રવ્ય માટી છે, તે માટીના સંબંધમાં ઉત્પત્તિ, નાશ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં. તેમાં શિષ્ય યુક્તિ આપે છે. જે કારણે ઘટનો પ્રથમ ક્ષણ સાથે સંબંધરૂપ જે ઉત્તરપર્યાય છે તે