________________
૩૪૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૧ નિશ્ચયનય “નાશ પામેલું” કહે છે પરંતુ વ્યવહારના મતે “નાશ પામતું નાશ પામેલું” કહેવાતું નથી, પરંતુ “નાશ પામે છે” તેમ કહેવાય છે અને બીજી આદિ ક્ષણમાં “નાશ પામેલું છે” તેમ કહેવાય છે અને ભવિષ્યમાં “નાશ પામશે” તેમ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ વિભક્તિ અનુસાર વ્યવહારનયથી કાલત્રયનો પ્રયોગ થાય છે. આ પ્રમાણે બતાવ્યા પછી, ગાથામાં જે કહેલ કે, ઉત્પત્તિ-નાશના અનુગમથી ભૂતાદિક પ્રત્યયનું ભાન થાય છે, તે કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
પ્રતિક્ષણ પર્યાયના ઉત્પત્તિ અને નાશને સ્વીકારનાર જે ઋજુસૂત્રનય છે તેનાથી અનુગૃહીત એવો જે વ્યવહારનય છે તેને લઈને, ઉત્પત્તિનાશનો અનુગમ સ્વીકારવાથી ભૂતાદિક પ્રત્યયનું ભાન થાય છે તેમ કહી શકાય; કેમ કે ઋજુસૂત્રનયને ગ્રહણ કરવાથી સમયપ્રમાણ વસ્તુની પ્રાપ્તિ થાય છે તેથી પ્રતિક્ષણ નવા પર્યાયની ઉત્પત્તિ અને પૂર્વપર્યાયના નાશની પ્રાપ્તિ થાય છે અને વ્યવહારનયને ગ્રહણ કરવાથી ધ્રુવ વસ્તુની પ્રાપ્તિ થાય છે તેથી માટીમાં જે પ્રથમ ક્ષણનો ઘટ ઉત્પન્ન થયો તે વખતે ઘટની ઉત્પત્તિ અને ઘટના પૂર્વપર્યાયરૂપ પિંડનો નાશ તે બંને ઋજુસૂત્રનય અનુસાર સતત નવાં નવાં થાય છે અને વ્યવહારનય અનુસાર તે બંને ધ્રુવ દ્રવ્યમાં ભળેલાં છે તેથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય-ત્રણેનો જે દીર્ઘકાળ સુધીનો અનુગમ છે તે દીર્ઘકાળને આશ્રયીને “આ ઘટ આટલા કાળ પૂર્વે ઉત્પન્ન થયેલો” એ પ્રકારની પ્રતીતિ થાય છે અને “આટલો કાળ રહેશે” એ પ્રકારની પ્રતીતિ થાય છે. વળી, ઋજુસૂત્રનયથી અનુગૃહીત એવાં વ્યવહારનયની દૃષ્ટિથી ઉત્પત્તિ અને નાશના અનુગામને જોવામાં આવે ત્યારે પર્યાયનાં ઉત્પત્તિ અને નાશની વિવક્ષા કરીએ તે વખતે “આ ઉત્પન્ન થાય છે, આ નાશ પામે છે” તેમ કહેવાય છે આથી જ પ્રથમ ક્ષણમાં ઘટને જોઈને “ઘટ ઉત્પન્ન થાય છે અને પૂર્વપર્યાયનો નાશ થાય છે” એમ કહેવાય છે. વળી, અતીતના ઘટને લઈને કહેવાય છે કે “આ ઘટ અતીતમાં ઉત્પન્ન થયેલો અને પૂર્વપર્યાયનો અતીતમાં નાશ થયેલો” અને તેને આશ્રયીને ભૂતની પ્રતીતિ થાય છે અર્થાત્ “આટલા દિવસ પૂર્વનો આ ઘટે છે” એવી પ્રતીતિ થાય છે. વળી, ભવિષ્યમાં ઘટ ઉત્પન્ન થવાનો હોય તેને લઈને “ઘટ ઉત્પન્ન થશે અને આ પિંડપર્યાય નાશ પામશે” એમ કહેવાય છે આથી જ કુંભારને પૂછવામાં આવે તો તે કહે કે, “દસ દિવસ પછી ઘટ ઉત્પન્ન થશે.”
વળી, આ ઉત્પત્તિ, નાશ અને ધ્રુવ-એ ત્રણના સ્વીકારમાં “સ્માતુ” પ્રયોગ સર્વત્ર કરવામાં આવે તો વ્યવસ્થા સંગત થાય. તે આ રીતે :ઘટ ઉત્પત્તિની ક્ષણમાં ઘટને જોઈને કહેવાય છે કે, સ્યાત્ ઘટ ઉત્પન્ન થાય છે.” સ્યાત્ પિંડપર્યાય નાશ પામે છે.” “ચાતું મુદ્રવ્ય અવસ્થિત છે.”
આને સામે રાખીને ઘટની ઉત્પત્તિક્ષણમાં વચનપ્રયોગ થાય છે કે, “ઘર પટરૂપે ઉત્પદ્યતે I પિંડરૂપેળ થી નસ્થતિ ”; કેમ કે ઘટપર્યાયની ઉત્પત્તિ પૂર્વે પિંડરૂપે રહેલો દ્રવ્યરૂપ ઘટ ઘટની ઉત્પત્તિકાળમાં નાશ પામે છે અને ઘટરૂપે ઘટ ઉત્પન્ન થાય છે, જે ભાવઘટ સ્વરૂપ છે અને તે વખતે મૃદ્દવ્યરૂપે ઘટ ઉત્પન્ન