________________
દ્રવ્યહાપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૭
૩૬૭
રબો -
ઈમ-જે ભાવ ક્ષણસંબંધઈં પણિ પર્યાયથી પરિણમઈ તેહથી-૩. લક્ષણ સંભવઈં. જિમ-દ્વિતીયક્ષણઈં ભાવ-આધક્ષણૐ સંબંધ-પરિણામઈ નાશ પામ્ય દ્વિતીયક્ષણસંબંધપરિણામર્દ ઊપન; ક્ષણસંબંધ માત્રઈ ધ્રુવ છઈ તે-કાલસંબંધથી ત્રલક્ષણ્ય સંભવઈ. નહીં તો-તે વસ્તુ અભાવ થઈ જાઈ. ઉત્પાદ, વ્યય, ધીવ્યયોગ જ ભાવલક્ષણ છઈ. તે રહિત-થાશવિષાણાદિક-ક્ત અભાવરૂપ છઈ. JI૯/૧ ટબાર્થ :
એમ ગાથા-૧૬માં કેવળજ્ઞાનને બતાવ્યું એમ, જે ભાવ=સમ્યકત્વાદિ જે ભાવો, ક્ષણસંબંધથી પણ=પ્રતિક્ષણ નવી નવી ક્ષણના સંબંધથી પણ, પર્યાયથી પરિણમે છે=અન્ય અન્ય ભાવરૂપે પરિણમે છે, તેથી=પ્રતિક્ષણ અન્યઅભાવના પરિણમનને કારણે ઉત્પાદવ્યયની પ્રાપ્તિ થઈ અને સમ્યક્ત્વાદિ ભાવરૂપે ધ્રુવતાની પ્રાપ્તિ થઈ તેથી, ત્રણ લક્ષણ સંભવે છે=સમ્યક્ત્વાદિ ભાવોમાં પણ ઉત્પાદથધોવ્યરૂપ ત્રણ લક્ષણો સંભવે છે.
ક્ષણસંબંધથી કઈ રીતે ત્રણ લક્ષણ સંભવે છે તે સ્પષ્ટ કરે છે –
જેમ, દ્વિતીય ક્ષણવાળો ભાવ આધક્ષણના સંબંધના પરિણામથી નાશ પામ્યો, દ્વિતીયક્ષણના સંબંધના પરિણામથી ઉત્પન્ન થયો અને ક્ષણસંબંધમાત્રથી ધ્રુવ છે, તે કાલસંબંધથી ત્રણ લક્ષણો સંભવ છે, નહીં તો તે વસ્તુનો અભાવ થઈ જાય.
કેમ અભાવ થાય તેથી કહે છે –
ઉત્પાદવ્યયધોવ્યનો યોગ જ ભાવનું લક્ષણ છે. તે રહિત ઉત્પાદવ્યયધોવ્યરૂપ ભાવના લક્ષણથી રહિત, શશવિષાણાદિક, તે અભાવરૂપ છે. ૯/૧૭ ભાવાર્થ :
સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી સિદ્ધના આત્મામાં વર્તતા કેવળજ્ઞાનરૂપ વસ્તુમાં પણ પ્રતિક્ષણ ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય કઈ રીતે છે તે ગાથા-૧૬માં બતાવ્યું. ત્યાં કેવળજ્ઞાનમાં શેયનો આકાર પ્રતિક્ષણ અન્યઅન્ય થાય છે તેથી ઉત્પાદવ્યયની સંગતિ થઈ, પરંતુ આત્માનું સમ્યક્ત્વ કે આત્માના વીર્યાદિ ભાવો-તેમાં કેવળજ્ઞાનની જેમ કોઈ પરિવર્તન નથી તેથી તે ભાવો નિરાકાર છે. તે નિરાકાર ભાવોમાં પણ જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય ન માનવામાં આવે તો ભાવના લક્ષણનો અભાવ હોવાથી સમ્યક્ત્વાદિને શશવિષાણની જેમ અભાવની પ્રાપ્તિ થાય અને સમ્યક્ત્વાદિ ભાવો સિદ્ધ અવસ્થામાં વસ્તુરૂપે સત્ છે તેથી તેમાં ત્રણ લક્ષણ કઈ રીતે છે તે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં સ્પષ્ટ કરે છે –
વસ્તુમાં રહેલો ભાવ પ્રતિક્ષણ અન્યઅન્ય ભાવરૂપે થાય છે, તેથી સિદ્ધના આત્મામાં રહેલા સમ્યગ્ગદર્શન કે વીર્યાદિક ભાવો પણ પ્રતિક્ષણ અન્ય અન્ય ભાવરૂપે થાય છે, ફક્ત તે અન્ય અન્ય ભાવ સદશ આકારવાળા છે, તેથી સ્થૂલથી જોનારને અન્ય અન્ય સ્વરૂપે પ્રતીત થાય નહીં, પરંતુ શાસ્ત્રવચન અને સૂક્ષ્મ યુક્તિથી