________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૬-૧૭
૩૬૫ શેયને વર્તમાનરૂપે ગ્રહણ કરતું હતું, તે શેયને બીજી ક્ષણમાં ભૂત રૂપે ગ્રહણ કરે છે. વળી, પ્રથમ ક્ષણમાં જે શેયને ભવિષ્યરૂપે ગ્રહણ કરતું હતું તે શેયમાંથી નજીકના ભવિષ્યને બીજી ક્ષણમાં વર્તમાનરૂપે ગ્રહણ કરે છે. આથી કેવળજ્ઞાન, કેવળદર્શનાદિના વિષયભૂત જોય પદાર્થો પ્રતિક્ષણ જે અન્યઅન્ય ભાવરૂપે પરિણમન પામે છે, તે સ્વરૂપે કેવળીનો કેવળજ્ઞાન-કેવળદર્શનનો ઉપયોગ પણ અન્ય અન્યરૂપે થાય છે અને કેવળજ્ઞાનકેવળદર્શનરૂપે તે ઉપયોગ સદા ધ્રુવ રહે છે તેથી સિદ્ધના જીવોમાં પણ વર્તતો કેવળજ્ઞાનનો પરિણામ ત્રણ લક્ષણના યોગવાળો છે.
વળી, ટબામાં અથવાથી કહે છે કે કેવળમાત્રભાવથી કેવળ ધ્રુવ છે તેનું કારણ બતાવતાં કહે છે? કેવળજ્ઞાન-કેવળદર્શનવિષયક જૈનશાસનમાં ત્રણ મતો પ્રવર્તે છે. (૧) એક મત અનુસાર કેવળજ્ઞાનકેવળદર્શનનો ઉપયોગ ક્રમસર થાય છે. (૨) અન્ય મત અનુસાર એક જ સમયમાં કેવળજ્ઞાન-કેવળદર્શનનો ઉપયોગ છે. (૩) ત્રીજો મત પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ. સા.નો છે જેઓ કેવળજ્ઞાનકેવળદર્શનનો ભેદ સ્વીકારતા નથી પરંતુ કેવળરૂપ એક જ ઉપયોગ સ્વીકારે છે. તે મતાનુસાર કેવળજ્ઞાન કેવળજ્ઞાન-કેવળદર્શનભાવથી ધ્રુવ નથી પરંતુ કેવળજ્ઞાન કે કેવળમાત્રભાવથી ધ્રુવ છે. તેથી એ ફલિત થાય કે કેવળજ્ઞાન શેયના જોયાકારરૂપના પરિવર્તનથી પ્રતિક્ષણ ઉત્પાદવ્યયરૂપ છે અને કેવળમાત્રભાવથી ધ્રુવ છે માટે સિદ્ધનું કેવળજ્ઞાન પણ પ્રતિક્ષણ ત્રણ લક્ષણથી યુક્ત છે એ પ્રમાણે સિદ્ધઅવસ્થામાં ત્રણ લક્ષણનું ભાવન કરવું. અહીં કોઈક સ્થાને “સિદ્ધને ત્રણ લક્ષણ છે' તેમ બતાવેલ છે અને કોઈક સ્થાને “સિદ્ધના કેવળજ્ઞાનમાં ત્રણ લક્ષણ છે' તેમ બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધના કેવળજ્ઞાનમાં જ્યારે ત્રણ લક્ષણ બતાવાય ત્યારે સિદ્ધના આત્માનો કેવળજ્ઞાનની સાથે અભેદ કરવો અને તે રીતે કેવળજ્ઞાનને ધ્રુવ સ્વીકારવું અને શેયાકારના પરિવર્તનથી કેવળજ્ઞાનને ઉત્પાદવ્યયરૂપે સ્વીકારવું. વળી, જ્યારે સિદ્ધના આત્માને ગ્રહણ કરીને વિચારણા કરાય ત્યારે સિદ્ધનો આત્મા ધ્રુવ છે અને સિદ્ધના આત્મામાં રહેલું કેવળજ્ઞાન શેયના આકારથી પ્રતિક્ષણ પરિવર્તન પામતું હોવાથી ઉત્પાદવ્યયરૂપ છે તેથી સિદ્ધના આત્મામાં ઉત્પાદવ્યયધ્રૌવ્યની સંગતિ કરવી. ll૯/૧ અવતારણિકા -
ઈમ-વ-દેશ્યાકારસંબંધઈ કેવલનઈં ઐલક્ષણ્ય કહિઉં. હવઈ-નિરાકાર જે સ ત્વ , વર્યાદિક ભાવ, તેહનઈં તથા-સિદ્ધાદિક-શુદ્ધ દ્રવ્યનઈ કાલસંબંધથી àલક્ષણ્ય દેખાઈ છઈ – અવતારણિકાર્ય :
એમeગાથા-૧૬માં કહ્યું એમ, શેયના દશ્ય આકારના સંબંધથી=ણેયના પ્રતિક્ષણના પરિવર્તનરૂપ સંબંધથી, કેવળને સિદ્ધના કેવળજ્ઞાનને, ત્રલક્ષણ્ય==ણલક્ષણપણું, બતાવ્યું. હવે નિરાકાર જે સમ્યક્ત્વ, વીયદિ ભાવો છે-કેવળજ્ઞાનની જેમ શેયના આકારના પરિવર્તન જેવા નથી પરંતુ આકારવગરના જે સમ્યકત્વ-વીર્યાદિ સિદ્ધના ભાવો છે, તેને અને સિદ્ધાદિક શુદ્ધ દ્રવ્યને, કાળસંબંધથી ત્રલક્ષમ્ય=ણ લક્ષણપણું, બતાવે છે –