________________
૩૬૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૭ ભાવાર્થ :
ગાથા-૩, ૪માં ગ્રંથકારશ્રીએ ઘટનાશ, મુગટની ઉત્પત્તિ અને સુવર્ણની સ્થિરતાને જોઈને દુઃખ, હર્ષ અને ઉપેક્ષાના પરિણામો થાય છે તેના બળથી પદાર્થ ત્રણ લક્ષણરૂપ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં વિચારકને શંકા થાય કે, ઘટનાશ અને મુગટની ઉત્પત્તિકાળમાં તો ત્રણ ભાવો દેખાય છે પરંતુ મુગટ ઉત્પન્ન થયા પછી મુગટનો નાશ ન થાય ત્યાં સુધી ઉત્પત્તિ, નાશ દેખાતાં નથી માટે પ્રતિસમય પદાર્થ ત્રણ લક્ષણવાળો છે', તે વચન સંગત થાય નહીં. તેની સંગતિ નયેષ્ટિથી અને યુક્તિથી ગ્રંથકારશ્રીએ ગાથા-૧૩ સુધી બતાવી અને સ્થાપન કર્યું કે, મુગટ ધ્રુવ દેખાય છે ત્યાં પણ પરમાર્થથી ઉત્પત્તિ અને નાશ છે અને તેનું સમર્થન કરવા માટે જ મુગટના સદશ કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થયા પછી ધ્રુવ દેખાય છે છતાં કેવળજ્ઞાનમાં ઉત્પાદત્રયધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણ “સમ્મતિમાં કઈ રીતે બતાવ્યાં છે તેની સ્પષ્ટતા ગાથા-૧૪થી ૧૯ સુધી કરી. ત્યાં પણ સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિ પછી કેવળજ્ઞાનમાં ત્રણ લક્ષણની પ્રાપ્તિ થાય છે. તેને ગ્રંથકારશ્રીએ યુક્તિથી ગાથા-૧૭માં સ્થાપન કર્યું. ત્યાં શંકા થાય છે, કેવળજ્ઞાનમાં તો શેયના આકારો પરાવર્તન પામે છે. તેથી ત્રણ લક્ષણની સંગતિ થાય પરંતુ જીવના સમ્યક્ત્વાદિ ભાવો શેયના આકારતુલ્ય નથી પરંતુ નિરાકાર છે અર્થાત્ સંસારઅવસ્થામાં સરાગીને સરાગ સમ્યક્ત હોય છે અને વીતરાગીને વિતરાગસમ્યક્ત્વ હોય છે. વળી, સમ્યક્ત્વ તત્ત્વના વલણ સ્વરૂપ છે તેથી જીવ પોતાના પારમાર્થિક સ્વરૂપ પ્રત્યે સહજ વલણવાળો છે, અન્ય ભાવો પ્રત્યેનું વલણ મોહથી થાય છે અને સરોગસમ્યકત્વકાળમાં જીવનું તત્ત્વ પ્રત્યેનું વલણ થાય છે ત્યારે જીવનો રાગાંશ તત્ત્વ પ્રત્યે પ્રગટ થાય છે તેથી સરાગ સમ્યક્ત્વ બને છે અને રાગાંશ જાય છે ત્યારે રાગાંશરહિત તત્ત્વ પ્રત્યેના વલણરૂપ વિતરાગ સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને વિતરાગસમ્યક્ત્વનો વિષય કોઈ પદાર્થ નથી કે જેથી જ્ઞાનની જેમ સમ્યક્ત જોયાકારરૂપ બને પરંતુ જીવના તત્ત્વ પ્રત્યેના વલણરૂપ નિરાકાર સમ્યકત્વ છે. વળી, વીર્ય પણ આત્મભાવમાં સ્થિર રહેવા સ્વરૂપ નિરાકાર સિદ્ધના જીવોને છે અને ચારિત્ર પણ આત્મભાવોમાં વર્તવા સ્વરૂપ નિરાકાર સિદ્ધના જીવોને છે. અને તે નિરાકાર એવાં સમ્યત્વમાં વિર્યાદિભાવોમાં ત્રણ લક્ષણ કઈ રીતે સંગત થાય, તે પ્રસ્તુત ગાથામાં બતાવે છે.
ગાથા :
ઇમ-જે પર્યાય પરિણમઈ, ક્ષણસંબંધઈં પણિ ભાવ રે,
તેથી તિવલક્ષણ સંભવઈ, નહીં તો-તે થાઇ અભાવ રે. જિન II૯/૧૭ના ગાથાર્થ :
એમ ગાથા-૧૬માં જેમ કેવલજ્ઞાનમાં બતાવ્યું એમ, જે ભાવ=જે સખ્યત્વ-વીર્યાદિ ભાવો, ક્ષણસંબંધે પણ પર્યાયથી પરિણમે છે. તેથી ત્રણ લક્ષણ સંભવે છે ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણ તે ભાવોમાં સંભવે છે, નહીં તો જો તે ભાવોમાં ત્રણ લક્ષણ ન સ્વીકારીએ તો, તે તે સખ્યત્વ-વીર્યાદિ ભાવોનો, અભાવ થાયઅભાવરૂપ પ્રાપ્ત થાય. II૯/૧૭ના