________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૧ | ગાથા-૧૬
અવતરણિકાર્ય :
એ Àલક્ષણ સ્થૂલવ્યવહારથી સિદ્ધમાં પ્રાપ્ત થયું=ગાથા-૧૪, ૧૫માં કેવળજ્ઞાનને આશ્રયીને જે ઉત્પાદવ્યયૌવ્ય બતાવ્યાં તે ત્રણ લક્ષણ સ્થૂલવ્યવહારનયની દૃષ્ટિથી સિદ્ધની પ્રથમ ક્ષણમાં પ્રાપ્ત થયાં, પણ પ્રથમ ક્ષણ પછીની ક્ષણોમાં=સિદ્ધની દ્વિતીયાદિ ક્ષણોમાં, ત્રણ લક્ષણની પ્રાપ્તિ થતી નહીં હોવાથી એ ત્રણ લક્ષણ સિદ્ધમાં આવ્યાં નહીં.
કેમ ન આવ્યાં ? તેથી કહે છે –
393
જે માટે, સૂક્ષ્મનય=ઋજુસૂત્ર આદિ નય, તે સમયસમય પ્રતિ ઉત્પાદવ્યય માને છે તે લઈને અને દ્રવ્યાર્થ દેશનો અનુગમ લઈને=દ્રવ્યાર્થિકનયથી જે ધ્રુવ એવું આત્મદ્રવ્ય છે તેનો અનુગમ લઈને, જે સિદ્ધકેવળજ્ઞાનમાં Àલક્ષણ કહેવાય. તે જ સૂક્ષ્મ કહેવાય=તે જ સૂક્ષ્મનયથી, સિદ્ધમાં ત્રણ લક્ષણ કહેવાય. એમ વિચારીને પક્ષાંતર કહે છે
ભાવાર્થ:
-
ગ્રંથકારશ્રીએ ગાથા-૧૪, ૧૫માં સમ્મતિગ્રંથનું આલંબન લઈને સ્થાપન કર્યું કે, સંસારઅવસ્થામાં મહાત્માને જે કેવળજ્ઞાન થયું, તે કેવળજ્ઞાન સંઘયણાદિક ભાવોથી વિશિષ્ટ છે અને તે મહાત્મા જ્યારે ભવનો અંત કરે છે ત્યારે સંઘયણાદિક ભાવો નાશ પામે છે તેથી સંઘયણાદિક ભાવોથી વિશિષ્ટ એવું કેવળજ્ઞાન પણ સિદ્ધસમયમાં નાશ પામે છે અને સિદ્ધસમયની પ્રથમ ક્ષણમાં સિદ્ધસ્થ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને કેવળજ્ઞાનભાવરૂપે કેવળજ્ઞાન ધ્રુવ છે માટે સિદ્ધમાં ભવસ્થ કેવળજ્ઞાનનો નાશ, સિદ્ધસ્થ કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને કેવળજ્ઞાનભાવરૂપે ધ્રૌવ્ય પ્રાપ્ત થાય છે પરંતુ આ ત્રણ લક્ષણ સ્થૂલવ્યવહારથી છે; કેમ કે પ્રતિક્ષણ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને આશ્રયીને નથી પરંતુ જ્યાં પર્યાયાંતરની પ્રાપ્તિ વિસદેશ છે તેવા સ્થાનને આશ્રયીને છે તેથી સ્થૂલવ્યવહાર પૂર્વના પર્યાય કરતાં વિસર્દેશ પર્યાય થાય ત્યારે ઉત્પત્તિ સ્વીકારે છે અને પૂર્વ પર્યાયનો નાશ સ્વીકારે છે. તેમ સિદ્ધ અવસ્થામાં પણ સંઘયણાદિકભાવવિશિષ્ટ કેવળજ્ઞાનનો નાશ થતો દેખાય છે અને સિદ્ધપર્યાયવિશિષ્ટ કેવળજ્ઞાન ઉત્પન્ન થતું દેખાય છે માટે સ્થૂલ વ્યવહાર તે ઉત્પાદવ્યયને આશ્રયીને કેવળજ્ઞાનમાં ત્રણ લક્ષણ સ્વીકારે છે, પરંતુ સમયે સમયે ઉત્પાદવ્યયને માનનાર સૂક્ષ્મનયની દૃષ્ટિથી તો મોક્ષપ્રાપ્તિ પછી પણ પ્રતિક્ષણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય બતાવવામાં આવે તો, સિદ્ધ અવસ્થામાં દરેક ક્ષણમાં ત્રણ લક્ષણની પ્રાપ્તિ છે તેમ સિદ્ધ થઈ શકે છે. તેથી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી પણ પ્રતિક્ષણ સિદ્ધસ્થ કેવળજ્ઞાનમાં સૂક્ષ્મનયથી ઉત્પાદવ્યયૌવ્ય કઈ રીતે છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી પક્ષાંતર કહે છે=પહેલાં સ્થૂલ વ્યવહારનો પક્ષ બતાવ્યો અને હવે સૂક્ષ્મનયનો પક્ષ બતાવવારૂપ પક્ષાંતર કહે છે –
ગાથાઃ
જે જ્ઞેયાકારં પરિણમÛ, જ્ઞાનાદિક નિજપર્યાય રે;
વ્યતિરેકÛ તેથી સિદ્ધનઈં, તિયલક્ષણ ઇમ પણિ થાઈ રે. જિન૦ II૯/૧૬ll