________________
૩૫૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૨ વ્યવહા૨ થઈ શકે નહીં, તેમ નાશઉત્પત્તિના વર્તમાનત્વાદિમાં નાશઉત્પત્તિવર્તમાનત્વાદિકનો વ્યવહાર થઈ શકે=ઘટનાશ વિશિષ્ટ મુગટઉત્પત્તિના વર્તમાનત્વાદિકનો વ્યવહાર થઈ શકે પરંતુ નાશવર્તમાનત્વાદિકનો વ્યવહાર થઈ શકે નહીં=ઘટનાશવર્તમાનત્વાદિકનો વ્યવહાર થઈ શકે નહીં તેથી જો સ્યાદ્વાદી ઉત્પત્તિને ‘ક્ષણસંબંધમાત્રરૂપ’ કહીને ઉત્પાદવ્યયૌવ્યનું સમર્થન કરે તો, નાશઉત્પત્તિના વર્તમાનત્વાદિમાં નાશવર્તમાનત્વાદિનો વ્યવહાર કરી શકે નહીં તેથી “બે મહિના પહેલાં ઘટ નાશ પામ્યો” તેવું સ્યાદ્વાદીના મતે સંગત થાય નહીં પરંતુ પ્રતિક્ષણ ઉત્પત્તિનાશવર્તમાન છે તેને આશ્રયીને કહેવું હોય તો સ્યાદ્વાદી એમ કહી શકે કે જે મુગટની ઉત્પત્તિ પ્રથમ ક્ષણમાં ઉત્પત્તિ થઈ તેથી ઉત્પત્તિનાશની ધારા છે અને તે ધારાને આશ્રયીને સ્યાદ્વાદી એમ કહી શકે કે ‘પ્રથમ ક્ષણની નાશઉત્પત્તિ પ્રથમ ક્ષણમાં વર્તમાન હતી અને પછીની ક્ષણોમાં તે અતીત બને છે. નાશ-ઉત્પત્તિને સાથે ગ્રહણ કરીને અતીત આદિનો વ્યવહાર સંગત થાય તોપણ માત્ર ‘નાશ વર્તમાન છે, નાશ અતીત છે' તે વ્યવહાર સ્યાદ્વાદીના મતાનુસાર થઈ શકે નહીં અને લોકમાં તે પ્રકારની પ્રતીતિ છે કે મુગટ ઉત્પન્ન થાય છે ત્યારે ઘટનો નાશ થયો તે વખતે તે ઘટનો નાશ વર્તમાન હતો અને બે મહિના પછી તે ઘટનો નાશ બે મહિના પૂર્વેનો હોવાથી અતીત છે. તે વ્યવહાર સ્યાદ્વાદીના મતે સંગત થાય નહીં, આ પ્રકારનો દોષ તૈયાયિક ઉદ્ભાવન કરે તેને ગ્રંથકારશ્રી કહે છે
સ્યાદ્વાદીના મતાનુસાર નિશ્ચયનયને આશ્રયીને ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક છે તેથી જે સમયે ક્રિયા થાય છે તે સમયે જ ક્રિયાની સમાપ્તિ પણ થાય છે તેથી ક્રિયારૂપ પરિણામને આશ્રયીને વર્તમાનત્વનો વ્યવહાર અને નિષ્ઠારૂપ પરિણામને આશ્રયીને અતીતત્વનો વ્યવહાર થઈ શકે છે તેથી ઘટનાશની ક્રિયાને આશ્રયીને ‘નવૃતિ’નો વ્યવહાર થઈ શકે છે અને ઘટનાશની ક્રિયાની નિષ્ઠાને આશ્રયીને નાશના ક્રિયાકાળમાં જ ‘નષ્ટ:'નો વ્યવહાર થઈ શકે છે.
વળી, ઘટનાશકાળમાં મુગટની ઉત્પત્તિ છે તેમાં મુગટની ઉત્પત્તિના ક્રિયાકાળને આશ્રયીને ‘ત્વદ્યતે’નો વ્યવહાર થઈ શકે છે અને મુગટની ઉત્પત્તિની ક્રિયાના નિષ્ઠારૂપ પરિણામને આશ્રયીને મુગટની ઉત્પત્તિકાળમાં જ ‘ઉત્પન્નઃ'નો વ્યવહાર થઈ શકે છે તેથી ઉત્પત્તિક્ષણમાં જ માત્ર ‘ઉત્પદ્યતે'નો વ્યવહાર થઈ શકે, ‘ઉત્પન્નઃ’નો વ્યવહાર ન થઈ શકે, નાશના ક્રિયાકાળમાં જ માત્ર ‘નતિ’નો વ્યવહાર થઈ શકે, ‘નષ્ટ:’નો વ્યવહા૨ ન થઈ શકે, તેમ માનવાની આવશ્યકતા નથી અને તે કથનની પુષ્ટિ કરવા અર્થે કહે છે -
ક્રિયાકાળના અને નિષ્ઠાકાળના યોગપદ્યની વિવક્ષાથી જ ‘ઉત્પદ્યમાન ઉત્પન્ન છે, નાશ પામતું નષ્ટ છે’ એ સૈદ્ધાંતિક પ્રયોગ સંભવે છે. વળી, પરના મતમાં=નૈયાયિકના મતમાં, ‘દાશહ્ય’ ધાતુના ‘નાશ’ અને ‘ઉત્પત્તિ’-બે અર્થો કરીને તેની ઉત્પત્તિના કાળનો અન્વય નૈયાયિક કરે તો જેમ ઉત્પત્તિના સમયમાં જ ‘ત્વદ્યતે’ કહેવાય, ‘ઉત્પન્નઃ' ન કહેવાય તેમ નાશના સમયમાં જ ‘નતિ' કહેવાય ‘નષ્ટ:' ન કહેવાય, એમ નૈયાયિકના વચનાનુસાર સ્વીકારીએ તો ‘હમણાં ઘટ નાશ પામ્યો' એ પ્રયોગમાં ઘટનાશની આઘક્ષણમાં ‘નષ્ટઃ’નો વ્યવહાર થાય છે તે નૈયાયિકના મતાનુસાર સર્વથા ઘટે નહીં અને સ્યાદ્વાદીના મતમાં નયભેદથી સંભવે અર્થાત્ નિશ્ચયનયથી સંભવે; કેમ કે નિશ્ચયનય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક સમયે સ્વીકારે છે