________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૩ જેમ પહેલાં=ઘટનાશની પહેલાં, નાશ વગર અવિનષ્ટ છે=ઘટ અવિનષ્ટ છે, તે યુક્તિ તને કેમ સોહાતી નથી ? ||૯/૧૩||
ઢબો ઃ
૩૫૬
"
જો-આગલિ-દ્વિતીયાદિક્ષણઈં ઉત્પત્તિ નહીં, તો-ઘટાદિક દ્વિતીયાદિક્ષણઈં અનુત્પન્ન થાઈ, જિમ-પહિલાં-ધ્વંસ થયા પહિલાં-નાશ વિના “અવિનષ્ટઃ" કહિઈં છઈ, એ તર્ક તુઝનઈં કિમ સુહાર્તા નથી ? તેમાર્ટિ-પ્રતિક્ષોત્પાદ-વિનાશપરિણામદ્વારઈં માનવા. ઢવ્વાર્થાદેશઈં-દ્વિતીયાદિક્ષણઈં ઉત્પત્તિવ્યવહાર કહિઈં, તો નાશવ્યવહાર પણિ-તથા હુઓ જોઈઈ. તથા-ક્ષણાન્તર્ભાવÛ દ્વિતીયાદિક્ષણઈં ઉત્પત્તિ પામી જોઈઈ. અકલ્પિત અનુત્પન્નતા ન હોઈ, તો પણિ-પ્રતિક્ષણ ઉત્પત્તિ વિના પરમાર્થથી અનુત્પન્નતા થઈ જોઈઈ. If૯/૧૩||
ઢબાર્થ ઃ
જો આગલિં=દ્વિતીયાદિ ક્ષણમાં, ઉત્પત્તિ નહીં=ઘટાદિની ઉત્પત્તિ નહીં, તો દ્વિતીયાદિ ક્ષણમાં ઘટાદિ અનુત્પન્ન થાય.
કેમ દ્વિતીયાદિ ક્ષણમાં ઘટ અનુત્પન્ન થાય ? તેમાં યુક્તિ બતાવે છે
જેમ પહેલાં=નાશ થયા પહેલાં, નાશ વગર અવિનષ્ટ કહેવાય છે=ઘટ અવિનષ્ટ કહેવાય છે, એ તર્ક તને કેમ ગમતો નથી ? અર્થાત્ નાશ વગર નાશ પૂર્વે જેમ ઘટ અવિનષ્ટ કહેવાય છે તેમ પ્રથમ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ હોવા છતાં બીજી આદિ ક્ષણમાં ઘટની અનુત્પત્તિ સ્વીકારવામાં આવે તો ઘટ અનુત્પન્ન થાય એમ વૈયાયિકે માનવું જોઈએ. તે માટે પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ પરિણામ દ્વારા માનવા જોઈએ.
વળી, પ્રતિક્ષણ ઉત્પત્તિ અને વિનાશ સ્વીકારીને ગ્રંથકારશ્રીએ ઘટ ઉત્પન્ન થયા પછી પણ ઘટનાશ સુધી બીજી આદિ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ નૈયાયિક સ્વીકારતો નથી તેને બીજી આદિ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ સ્વીકારવાની યુક્તિ પૂર્વમાં આપી. હવે સ્યાદ્વાદ મતાનુસાર જેમ ઉત્પત્તિ પણ બીજી આદિ ક્ષણમાં છે તેમ ઘટનાશ પછી બીજી આદિ ક્ષણમાં ઘટનાશની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તે બતાવે છે –
જો દ્રવ્યાર્થ દેશથી=દ્રવ્યનયની દૃષ્ટિથી, બીજી આદિ ક્ષણમાં ઉત્પત્તિનો વ્યવહાર કહીએ તો નાશનો વ્યવહાર પણ તે પ્રકારે થવો જોઈએ=ઉત્પત્તિનો વ્યવહાર જે પ્રકારે બીજી આદિ ક્ષણમાં થાય છે તે પ્રકારે નાશનો વ્યવહાર પણ બીજી આદિ ક્ષણમાં થવો જોઈએ. અને ક્ષણના અંતર્ભાવથી =ઘટની ઉત્પત્તિમાં પ્રથમ ક્ષણ, બીજી ક્ષણ, ત્રીજી ક્ષણ આદિરૂપ ક્ષણના અંતર્ભાવથી, દ્વિતીયાદિ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ પ્રાપ્ત થવી જોઈએ.