________________
૩૫૫
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૧૨-૧૩ તેથી નાશ પામતાને નષ્ટ કહે છે તેથી નાશની ક્ષણમાં જ ઘટ હમણાં નાશ પામ્યો” તેમ વ્યવહાર થઈ શકે છે.
અહીં વિશેષ એ છે કે ઘટનો નાશ કરીને મુગટ બનાવવામાં આવે છે ત્યારે ઘટના નાશરૂપ અભાવને નૈયાયિક મુગટરૂપ પદાર્થથી સ્વતંત્ર પદાર્થ સ્વીકારે છે અને મુગટની ઉત્પત્તિ ભાવાત્મક છે તેથી ઘટના અભાવથી મુગટ ભિન્ન છે તેમ સ્વીકારે છે અને ઘટના નાશની ક્ષણમાં “નતિનો વ્યવહાર કરે છે અને બીજી આદિ ક્ષણમાં ‘નદ:”નો વ્યવહાર થાય છે તેમ કહે છે અને મુગટની ઉત્પત્તિની ક્ષણમાં “મુટિ: સદ્યતે'નો વ્યવહાર કરે છે અને મુગટની ઉત્પત્તિ પછી બીજી આદિ ક્ષણથી મુગટના અવસ્થિત કાળ સુધી મુદ: ઉત્પન્નઃ'નો વ્યવહાર કરે છે અને નયાયિક સ્યાદ્વાદીને કહે કે, ઘટના નાશરૂપ જ તમે ઉત્પત્તિ સ્વીકારશો અને તે નાશ અને ઉત્પત્તિ દ્રવ્યરૂપે સદા વર્તે છે તેથી ઉત્પત્તિ-નાશની ધારા ચાલે છે એમ કહેશો તો ‘ઉત્પદ્યતે નતિનો વ્યવહાર થઈ શકે અને ઉત્પત્તિવિશિષ્ટનાશનો વ્યવહાર સ્વીકારશો તો ઉત્પત્તિ અને નાશનો પૃથફ વ્યવહાર થઈ શકશે નહીં અને “ઘટ નાશ પામે છે, ઘટ નાશ પામ્યો” એ પૃથફ વ્યવહાર લોકસિદ્ધ છે તે સંગત થશે નહીં તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રીએ ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એક સમયે સ્વીકારનાર નિશ્ચયનયને આશ્રયીને સંગતિ કરી તેથી ધૃવરૂપ દ્રવ્યમાં સ્યાદ્વાદીના મતાનુસાર ઘટનાશની ધારા વર્તે છે અને મુગટની ઉત્પત્તિની ધારા વર્તે છે તેમાં પણ જેમ ‘ઉત્પદ્યતે'નો વ્યવહાર થઈ શકે છે તેમ ઉત્પન્નઃ'નો વ્યવહાર થઈ શકે છે તે જ રીતે ઉત્પત્તિથી પૃથકરૂપે જેમ “નતિનો વ્યવહાર થઈ શકે છે તેમ ન:'નો વ્યવહાર થઈ શકે છે માટે સ્યાદ્વાદમાં વ્યવહારનો બાધ નથી પરંતુ હમણાં ઘટ નાશ પામ્યો એ પ્રકારનો આક્ષણમાં થતો વ્યવહાર નૈયાયિક મતાનુસાર ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક નહીં હોવાથી સંગત થાય નહીં. ૯/૧ચા
અવતરણિકા -
ઉત્પત્તિ, નાશ અને પ્રૌવ્યની ધારા સ્યાદ્વાદી માને છે, તે તૈયાયિક સ્વીકારતો નથી તેને ગ્રંથકારશ્રી દોષ બતાવીને ઉત્પત્તિનાશની ધારા સ્વીકારવી યુક્તિયુક્ત છે તે સ્પષ્ટ કરે છે –
ગાથા -
ઉતપત્તિ નહીં જો આગલિ, તો અનુતપન્ન તે થાઈ રે. જિમ-નાશ વિના અવિનષ્ટ છઈ, પહિલા તુઝ કિમ ન સુહાઈં રે ?
જિન II૯/૧૩
ગાથાર્થ :
જો આગલિં ક્ષણમાં=પ્રથમ ક્ષણથી બીજી આદિ ક્ષણમાં, ઉત્પત્તિ નહીં તો, તે અનુત્પન્ન થાય=બીજી આદિ ક્ષણમાં તે અનુત્પન્ન થાય.