________________
૩પર
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ / ગાથા-૧૨ જો નૈયાયિકને ઉત્પત્તિવિશિષ્ટ નાશનો વ્યવહાર ઇષ્ટ છે અર્થાત્ ઘડો નાશ પામે છે ત્યારે જેમ ઘટ નાશ પામે છે તેમ મુગટની ઉત્પત્તિ પણ દેખાય છે માટે નમ્ ધાતુનો અર્થ માત્ર નાશ અભિમત નથી પરંતુ ઉત્પત્તિવિશિષ્ટ નાશનો વ્યવહાર ઇષ્ટ છે, અને તેમ કહીને તૈયાયિક એ સ્થાપન કરે છે કે તે મુગટની ઉત્પત્તિ જ્યાં સુધી મુગટ નાશ ન પામે ત્યાં સુધી ત્રણ કાળ રહે છે. તેને ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
તો તૈયાયિકે વ્યવહારથી ઉત્પત્તિને સ્વીકારવી જોઈએ=વ્યવહારથી ઉત્પત્તિ ક્ષણસંબંધમાત્ર છે તેને નિયાયિકે સ્વીકારવી જોઈએ, અને જે મુગટની ઉત્પત્તિ થઈ તે મુગટની ઉત્પત્તિ પહેલાં અછતી હતી=પ્રાગુ અભાવરૂપ હતી તેથી પહેલાં અછતી એવી વિશિષ્ટ મુગટની ઉત્પત્તિ છે અને તે મુગટની ઉત્પત્તિ આધક્ષણસંબંધરૂપ છે. વળી, તે મુગટની ઉત્પત્તિ પૂર્વે મુગટનો પ્રાગુ અભાવ હતો તેનો જ ધ્વંસ મુગટની ઉત્પત્તિકાળમાં થયો અને તૈયાયિક મતાનુસાર પ્રાગુ અભાવનો ધ્વંસ ઉત્પન્ન થયા પછી નાશ પામતો નથી તેથી તે પ્રાગુ અભાવનો ધ્વંસ ત્રણકાળમાં રહે છે. માટે ધ્રુવની પ્રાપ્તિ થઈ અને ઉત્પત્તિ ક્ષણસંબંધરૂપ છે તેથી દરેક ક્ષણમાં ઉત્પત્તિની ધારા ચાલે છે, તેથી મુગટની ઉત્પત્તિ પ્રતિક્ષણ નવી નવી થાય છે તેથી પ્રથમ ક્ષણનો મુગટ બીજી ક્ષણમાં નાશ પામે છે અને બીજી ક્ષણમાં નવો મુગટ ઉત્પન્ન થયો અને તે વખતે પ્રાગુ અભાવનો ધ્વંસ ધ્રુવ છે માટે તૈયાયિકની યુક્તિ અનુસાર પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યની સંગતિ આ રીતે ગાથાના કથનથી થાય છે.
જો નૈયાયિકને ઉત્પત્તિવિશિષ્ટ=મુગટની ઉત્પત્તિથી વિશિષ્ટ, એવાં ઘટનાશનો વ્યવહાર ઇષ્ટ હોય અને તેમ સ્વીકારીને નાશ વ્યવહારની સંગતિ કરે અર્થાત્ મુગટની ઉત્પત્તિથી વિશિષ્ટ ઘટનો નાશ પ્રથમ ક્ષણમાં છે અને બીજી આદિ ક્ષણોમાં પ્રથમ ક્ષણનો નાશ વિદ્યમાન હોવા છતાં નવો નાશ ઉત્પન્ન થતો નથી પરંતુ મુગટની ઉત્પત્તિથી પૃથફ એવો પ્રથમ ક્ષણના ઘટનો નાશ બીજી આદિ ક્ષણમાં અતીત બને છે. તેથી આ ઘટ બે દિવસ પહેલાં નાશ પામ્યો' એ વ્યવહાર સંગત કરે તો, નૈયાયિકે વ્યવહારથી ઉત્પત્તિને સ્વીકારવી જોઈએ=આદ્યક્ષણના સંબંધરૂપ ઉત્પત્તિ વ્યવહારનય સ્વીકારે છે તેને નૈયાયિકે સ્વીકારવી જોઈએ. વળી, પહેલાં અછતી એવી વિશિષ્ટ=મુગટની પ્રથમ ક્ષણમાં મુગટની જે ઉત્પત્તિ થઈ તેના પૂર્વે મુગટની ઉત્પત્તિ જે અછતી હતી તેનાથી વિશિષ્ટ, એવી મુગટની ઉત્પત્તિને નૈયાયિકે સ્વીકારવી જોઈએ જેથી મુગટની ઉત્પત્તિ પૂર્વે જે મુગટનો પ્રાગુ અભાવ હતો તેનો ધ્વંસ મુગટની ઉત્પત્તિથી નયાયિક મત પ્રમાણે પ્રાપ્ત થાય અને તે ધ્વસ નાશ પામતો નથી તેથી ધ્વંસ ધ્રુવઅંશ છે, મુગટની ઉત્પત્તિ અને ઘટનો નાશ એમ ઉત્પાદ, વ્યય અને ધ્રુવની પ્રાપ્તિ થાય. વળી, ઉત્પાદ આક્ષણના સંબંધરૂપ હોવાથી એકક્ષણરૂપ છે અને તેનાથી વિશિષ્ટનાશ પણ એકક્ષણરૂપ પ્રાપ્ત થાય અને તે ત્રણે મુગટના પ્રાગુ અભાવના ધ્વંસરૂપ હોવાથી ધ્વંસમાં ભળ્યાં તેથી પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની નૈયાયિક મતે પણ પ્રાપ્તિ થશે. ટબા અનુસાર :
ઉત્પત્તિ અને નાશના ત્રિકાળ પ્રયોગની સંગતિ કરવા અર્થે ગ્રંથકારશ્રી તૈયાયિકને કહે છે, જો