________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૦
૩૪૧ ઉત્પતિ-નાશ, ર્ત-ધ્રુવતામાંહિ ભલ્યા. અનુગમ કહતાં-એકતા, તે શક્તિ સદાઇં છઈ. અછતઈં પરિણ-આધક્ષણઈં-ઉપલક્ષણ થઈનઈં આગલિ ક્ષણઈં દ્રવ્યરૂપ તત્સંબંધ કહિઈ-‘ઉત્પનો વટ, નષ્ટો વદરા' રૂતિ સર્વપ્રયોગ. “ફાનીભુત્વના, નષ્ટ' ઈમ કહિઈ, તિવારઈ-એતત્ક્ષણવિશિષ્ટતા ઉત્પત્તિનાશનઈં જાઈિ, તે દ્વિતીયાદિ ક્ષણૐ નથી. તે માટૐ દ્વિતીયાદિ ક્ષણૐ “ફાનીમુત્યના ઈત્યાદિ પ્રયોગ ન થાઈ. ઘટ' કહતાં ઈહાં દ્રવ્યાર્થાદેશૐ મૃદદ્રવ્ય લેવું, જે માર્ટિ-ઉત્પત્તિનાશાધારતા-સામાન્યરૂપÉ કહિઈ, તન્દ્રતિયોગિતા ર્ત-વિશેષરૂપઈં કહિઈ. ૯/૧૦S. ટબાર્થ :
“ઉત્પત્તિ થઈ છે જેની એવો જે ઘટ, તેને વિશે દ્વિતીયાદિષણરૂપ સ્વદ્રવ્યના સંબંધમાં=દ્વિતીયાદિ ક્ષણવાળા ઘટકરૂપ સ્વદ્રવ્યના સંબંધમાં, ઉત્પત્તિ-નાશ કેમ હોય ? અર્થાત્ પ્રથમ ક્ષણમાં તો ઉત્પત્તિનાશ ઘટે; કેમ કે કુશલઅવસ્થાના નાશપૂર્વક ઘટઅવસ્થાની ઉત્પત્તિ અને માટીની ધ્રુવતા છે પરંતુ દ્વિતીયાદિ ક્ષણમાં ઉત્પત્તિ-નાશ ઘટે નહીં, કેમ કે પ્રથમ ક્ષણમાં ઘટ ઉત્પન્ન થયા પછી જયાં સુધી ઘટ નાશ પામે નહીં ત્યાં સુધી ઘટ પ્રત્યક્ષથી અવસ્થિત દેખાય છે અને કોઈ અવસ્થાનો નાશ દ્વિતીયાદિ ક્ષણમાં દેખાતો નથી. માટે ઉત્પત્તિ-નાશ કેમ ઘટે ? જે માટે, પ્રથમ ક્ષણના સંબંધરૂપ - ઉત્તરપર્યાયની ઉત્પત્તિ તે જ પૂર્વપર્યાયનો નાશ, તમે પૂર્વમાં સ્થાપ્યો છે=પ્રથમક્ષણના સંબંધરૂપ ઘટરૂપ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ તે જ ઘટની નિષ્પત્તિથી પૂર્વના પિંડપર્યાયનો નાશ છે તેમ તમે પૂર્વમાં સ્થાપ્યું છે" (તેથી બીજી આદિ ક્ષણમાં કોઈ ઉત્પત્તિ અને લાશની પ્રાપ્તિ થઈ શકે નહી) એ પ્રકારે શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે.
ઈહાં=શિષ્યના પ્રશ્નમાં, શિષ્ય પ્રત્યે ગુરુ ઉત્તર કહે છે – “સાંભળ શિષ્ય ! પહેલા=પ્રથમ ક્ષણમાંeઘટની ઉત્પત્તિની પ્રથમ ક્ષણમાં, જે ઉત્પત્તિ અને નાશ=ઘટની ઉત્પત્તિ અને ઘટની નિષ્પત્તિ પૂર્વના પિંડપર્યાયનો નાશ, તે ધ્રુવતામાં ભળ્યા=ઘટની પ્રથમ ક્ષણમાં વર્તતી માટીની ધ્રુવતામાં ભળ્યા. અનુગમ કહેતાં એકતા-તે એકતાની શક્તિ સદા છે ધ્રુવતામાં ભળેલા ઉત્પત્તિ અને નાશની એકતાની શક્તિ સદા છે.”
આધક્ષણમાં ઉપલક્ષણ થઈને અછતી પણ આગલી ક્ષણમાં બીજી આદિ ક્ષણમાં દ્રવ્યરૂપ તત્સંબંધથી કહેવાય છે=ઘટની પ્રથમ ક્ષણમાં જે ઉત્પત્તિ અને નાશ ધ્રુવતામાં ભળેલા તેના ઉપલક્ષણથી બીજી આદિ ક્ષણમાં અવિદ્યમાન પણ ઉત્પત્તિ અને નાશ દ્રવ્યરૂપ તત્સંબંધથી કહેવાય છે અર્થાત્ પ્રથમ ક્ષણવા ઉત્પત્તિ અને નાશ જે દ્રવ્યમાં હતા તે જ દ્રવ્ય બીજી ક્ષણમાં છે તેથી દ્રવ્યરૂપ સંબંધ બીજી ક્ષણમાં છે તેમ કહેવાય છે.'
પ્રથમ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ અને નાશ છે. બીજી આદિ ક્ષણમાં ઘટની ઉત્પત્તિ કે નાશ નથી છતાં ઘટની ઉત્પત્તિથી બીજી આદિ ક્ષણમાં પણ દ્રવ્યરૂપ તત્સંબંધથી ઉત્પત્તિ અને નાશ છે એમ પૂર્વમાં કહ્યું તેમાં યુક્તિ બતાવે છે –