________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૦-૧૧
૩૪૩
ઉત્પત્તિ છે અને તે ઉત્તરપર્યાયની ઉત્પત્તિ જ પૂર્વપર્યાયનો નાશ છે તેમ તમે સ્થાપન કર્યું છે તેથી પૂર્વપર્યાયના નાશપૂર્વક ઉત્ત૨પર્યાયની ઉત્પત્તિરૂપ ઘટ પ્રથમ ક્ષણમાં પ્રાપ્ત થાય છે પરંતુ બીજી આદિ ક્ષણોમાં તો તે ઘટપર્યાય અવસ્થિત છે તેથી કોઈ પર્યાયનો નાશ કે કોઈ પર્યાયની ઉત્પત્તિ દેખાતી નથી માટે બીજી આદિ ક્ષણોમાં જેમ માટી ધ્રુવ દેખાય છે તેમ ઘટ પણ ધ્રુવ દેખાય છે અને કોઈ પર્યાયના ઉત્પત્તિ કે નાશ દેખાતા નથી.
તેને ઉત્તર આપતાં ગુરુ કહે છે: પ્રથમ ક્ષણમાં ઘટની જે ઉત્પત્તિ થઈ અને તે ક્ષણમાં પૂર્વપર્યાયનો નાશ થયો તે બંને માટીની ધ્રુવતામાં ભળ્યા તેથી ઘટની પ્રથમ ક્ષણમાં જે માટી છે તેમાં પૂર્વપર્યાયનો નાશ અને ઘટપર્યાયની ઉત્પત્તિ ભળેલી છે અને ઉત્પત્તિ-નાશની એકતાની શક્તિ તે દ્રવ્યમાં સદા છે, તેથી ઘટની બીજી, ત્રીજી આદિ ક્ષણોમાં અવિદ્યમાન પણ ઉત્પત્તિ અને નાશ ઘટની પ્રથમ ક્ષણની ઉત્પત્તિનાશના ઉપલક્ષણથી બીજી આદિ ક્ષણમાં દ્રવ્યરૂપ તત્સંબંધથી કહેવાય છે અર્થાત્ ઘટની પ્રથમ ક્ષણમાં જે માટીદ્રવ્ય છે તે દ્રવ્યમાં ઘટની જે ઉત્પત્તિ અને પૂર્વપર્યાયનો જે નાશ છે તે જ માટીરૂપ દ્રવ્ય બીજી, ત્રીજી આદિ ક્ષણમાં છે તેથી પ્રથમ ક્ષણના ઘટપર્યાય અને પૂર્વપર્યાયના નાશ બીજી આદિ ક્ષણનાં માટીરૂપ દ્રવ્યમાં પણ વિદ્યમાન છે. આથી જ ભૂતકાળના સર્વ પર્યાયો અને ભાવિમાં થના૨ા સર્વ પર્યાયો દ્રવ્યમાં શક્તિરૂપે છે તેમ સ્યાદ્વાદી સ્વીકારે છે તેથી ઘટની પ્રથમ ક્ષણવર્તી જે માટી દ્રવ્ય છે તેમાં વિદ્યમાન એવાં ઉત્પત્તિ અને નાશ પર્યાયરૂપે બીજી આદિ ક્ષણમાં નહીં હોવા છતાં દ્રવ્યરૂપે છે તેમ સ્યાદ્વાદી સ્વીકારે છે અને તેમાં યુક્તિ આપે છે
—
ઉત્પન્ન ઘટ છે, નષ્ટ ઘટ છે-એ પ્રકારે સદાપ્રયોગ થાય છે. આશય એ છે કે, પ્રથમ ક્ષણમાં જ્યારે ઘટ ઉત્પન્ન થયો ત્યારે ‘ઘટ ઉત્પન્ન થયો’ એ પ્રકારનો વચનપ્રયોગ થાય છે તેમ બીજી આદિ ક્ષણના ઘટમાં પણ ‘ઘટ ઉત્પન્ન થયો’ એ પ્રકારનો વ્યવહાર થાય છે. આથી જ ઘટ ઉત્પન્ન થયા પછી કુંભારને કોઈ પૂછે કે, ઘટ થઈ ગયો છે કે ઘટ નથી થયો તો બીજી આદિ ક્ષણવાળા ઘટને પણ “ઘટ ઉત્પન્ન થઈ ગયો છે” તેમ કહે છે આથી પ્રથમ ક્ષણની ઉત્પત્તિવાળા ઘટપર્યાયવાળું મૃદ્રવ્ય બીજી ક્ષણમાં છે. માટે જેમ પ્રથમ ક્ષણમાં ઉત્પન્ન થયેલા ઘટને ‘ઉત્પન્ન થયેલો ઘટ' કહેવાય છે તેમ બીજી આદિ ક્ષણના ઘટને પણ ‘ઉત્પન્ન થયેલો ઘટ' કહેવાય છે. વળી, કોઈ ઘટનો નાશ થાય ત્યારે બીજી આદિ ક્ષણવાળા ઘટને આશ્રયીને પણ ‘નષ્ટો ઘટઃ’ એ પ્રમાણે પ્રયોગ થાય છે આથી કોઈ પૂછે કે ‘પૂર્વે ઘટ હતો, તે ક્યાં છે ? તો કહેવામાં આવે છે કે ‘નષ્ટો ઘટઃ' અર્થાત્ ‘ઘટનો નાશ થઈ ગયો.' આથી બીજી આદિ ક્ષણમાં પણ દ્રવ્યરૂપ સંબંધથી નાશ પર્યાય પણ રહે છે અને ઉત્પત્તિ પર્યાય પણ રહે છે તેથી પ્રત્યક્ષથી પૂર્વપર્યાયનો નાશ કે ઉત્ત૨૫ર્યાયની ઉત્પત્તિ દેખાતી ન હોય ત્યારે પણ અવસ્થિત ઘટમાં ઘટની ઉત્પત્તિ, પૂર્વપર્યાયનો નાશ અને મૂળ મૃદ્રવ્યની ધ્રુવતા-ત્રણેય યાવત્કાળ=ઘટના ઉત્પત્તિકાળથી માંડીને ઘટની અવસ્થિતિકાળ સુધી, પ્રાપ્ત થાય છે.
આ રીતે દીર્ધકાળ અવસ્થિત ઘટમાં પ્રતિક્ષણ ઉત્પત્તિ, નાશ અને ધ્રુવતા કઈ રીતે છે ? તેની સંગતિ ગ્રંથકારશ્રીએ કરી અને તેમાં યુક્તિ આપી કે ‘ઉત્પન્ન ઘટ છે, નષ્ટ ઘટ છે' એ પ્રકારે પ્રયોગ સર્વદા થાય છે અને તેને દઢ કરવા અર્થે કહે છે. ‘હમણાં ઘટ ઉત્પન્ન થયો, હમણાં ઘટ નાશ થયો' એવું જ્યારે કહેવામાં