________________
૩૦૬
દ્રવ્યગાપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૯ | ગાથા-૧
210-
પૂર્વની ઢાળ સાથેનું જોડાણ:
પ્રસ્તુત ગ્રંથ દ્રવ્ય, ગુણ, અને પર્યાયનો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ રચેલો છે. તે દ્રવ્યગુણપર્યાયનો ભેદ કઈ અપેક્ષાએ છે ? અને અભેદ કઈ અપેક્ષાએ છે તેનું પ્રારંભમાં વર્ણન કર્યું. ત્યારપછી તે દ્રવ્યગુણપર્યાયને આશ્રયીને સપ્તભંગી આદિ ભાવો કઈ રીતે પ્રાપ્ત થાય છે તે બતાવ્યું અને તે વિષયમાં દિગંબર એવાં દેવસેને “નયચક્ર' ગ્રંથમાં જે પદાર્થો બતાવ્યા છે તેનું વર્ણન કરીને ગ્રંથકારશ્રીએ સ્વમત અનુસાર અને યુક્તિથી કઈ કઈ અસંગતિઓ છે ? તેની અત્યારસુધી સ્પષ્ટતા કરી. વળી, તે દ્રવ્યગુણપર્યાયરૂપ વસ્તુનો વિચાર કરીએ તો ગુણથી પૃથફ પર્યાય નથી પરંતુ ઉપચારથી પૃથક છે તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં બતાવ્યું અને તે પ્રમાણે દરેક પદાર્થોનો વિચાર કરીએ તો દરેક વસ્તુ દ્રવ્ય અને પર્યાયરૂપ છે. હવે દરેક વસ્તુ દ્રવ્યથી ધ્રુવરૂપ છે અને તે જ વસ્તુ પર્યાયથી પ્રતિક્ષણ અન્યરૂપે ઉત્પન્ન થાય છે તે પ્રસ્તુત ઢાળમાં બતાવે છે – ગાથા :
એક અરથ તિહું લક્ષણે, જિમ સહિત કહઇ નિરીન રે; તિમ સદુહણા મનિ ધારતા, સીઝઈ સઘલા શુભકાજ રે. II૯/૧ાા
જિનવાણી પ્રાણી સાંભલો. ગાથાર્થ -
જેમ, એક અર્થ એક વસ્તુ, ત્રણ લક્ષણ સહિત જિનરાજ કહે છે. તેમ સદુહણા શ્રદ્ધા, મનમાં ધારતા, સઘળા શુભકાર્ય સિદ્ધ થાય છે. હે પ્રાણી ! જિનવાણી સાંભળો. ll૯/૧II.
ટબો :
એક જ અર્થ-જીવપુગલાદિક, ઘટાપટાદિક જિમ ૩ લક્ષણે-ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યઈ કરી સહિત શ્રી જિનરાજ કહઈ છઈ, “સપનેફ વા વિખેડુ વા યુવે વા" એ. ત્રિપદીઈં કરીનઈં, તિમ-સદુહણા મનમાંહિ ધરતાં સર્વ કાર્ય સીઝઈ. એ ત્રિપદીનઈ સર્વ અર્થ વ્યાપકપણું ધારવું, તૈ-જિનશાસનાર્થ. પણિ કેટલાંઈક નિત્ય કેટલાંઈક અનિત્ય ઈમ નૈયાયિકાદિક કહઈ છઈ, તે રીતિ નહીં. નિત્યકાંત, અનિત્યકાંત પક્ષમાં લોકયુક્તિ પણિ વિરુદ્ધ કઈં તે માર્ટિ-દીપથી માંડી આકાશતાંઈ ઉત્પાદ, વ્યય, ધવલક્ષણ માનવું, તેહ જ પ્રમાણ.