________________
૩૧૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૪ તેમાં પરસ્પર વિરોધ ભાસે માટે ધવ્યનો આશ્રય અન્ય છે અને ઉત્પાદત્રયનો આશ્રય અન્ય છે તેમ કેમ માનવું જોઈએ. તેના નિરાકરણ માટે કહે છે –
સામાન્યરૂપે ધોવ્ય અને વિશેષરૂપે ઉત્પાદવ્યય એમ માનવામાં વિરોધ પણ નથી.
વ્યવહાર તો સર્વત્ર=સર્વ પદાર્થોમાં, ચા અર્થતા અનુપ્રવેશથી થાય છે અર્થાત સર્વ વચનપ્રયોગમાં સ્થાત શબ્દના અર્થતા અનુપ્રવેશથી જ સ્યાદ્વાદીનો વ્યવહાર થઈ શકે. વિશેષપરતા પણ વ્યુત્પત્તિવિશેષથી જ થાય=વ્યવહારનયના સર્વ કથનમાં કોઈક નયનું કથન કર્યું હોય ત્યારે તે નયનું વચન વિશેષપર કહેવાય અને તે નયના કથનમાં રહેલી વિશેષપરતા પણ વ્યુત્પત્તિવિશેષથી જ થાય અર્થાત તે તે નયની જે વ્યુત્પત્તિવિશેષ હોય તે વ્યુત્પત્તિવિશેષથી જ થાય. આથી જ=પૂર્વમાં કહ્યું કે વ્યવહાર તો સર્વત્ર “સ્થા' શબ્દના અર્થના અતુપ્રવેશથી જ થાય આથી જ, ‘સ્યા ઉત્પન્ન થાય છે, સ્યાત્ નાશ પામે છે, સ્યાત્ ધ્રુવ છે' એમ જ વાક્ય પ્રયોગ કરવો જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે જો “ચાતું ઉત્પન્ન થાય છે' ઇત્યાદિ સર્વત્ર વાક્યપ્રયોગ કરવાનો હોય તો ભગવાને ગણધરોને ત્રિપદી આપી ત્યારે ‘થા ૩પને વા' ઇત્યાદિ કેમ ન કહ્યું ? અને ‘૩પને વા' ઇત્યાદિ કેમ કહ્યું? તેથી કહે છે –
પ વા' ઇત્યાદિમાં “' શબ્દ “વ્યવસ્થા' અર્થમાં છે અને તે વ્યવસ્થા “સ્થાત’ શબ્દના સમાનાર્થવાળી છે. આથી જ પૂર્વમાં કહ્યું કે વ્યવહાર તો સર્વત્ર “સ્વાત' શબ્દના અર્થતા અનુપ્રવેશથી જ થાય છે આથી જ, ‘કાળો સાપ એ લૌકિક વાક્યમાં પણ સ્થા' શબ્દ લેવાય છે.
કાળો સર્પ એ પ્રયોગમાં “સ્યાતુ' શબ્દ કેમ લેવાય છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે માટે સાપને પૃષ્ઠાવચ્છેદકથી=પૃષ્ઠભાગથી, ક્ષામતા છે, ઉદરઅવચ્છેદકથી=ઉદરના ભાગથી, શ્યામતા નથી અને સર્પમાત્રમાં=બધા સર્પમાં, કૃષ્ણતા નથી; કેમ કે શેષનાગ શુક્લ કહેવાય છે. તે માટે=બધા સર્પ કૃષ્ણ નથી તે માટે, વિશેષણ-વિશેષ્યના નિયમ માટે=લૌકિક વાક્યમાં પણ સર્વ સર્ષ કાળા નથી પરંતુ કેટલાક સર્પ કાળા છે એરૂપ વિશેષણ-વિશેષના નિયમ માટે, અથવા કાળા સર્પમાં પણ પૃષ્ઠ ભાગરૂપ વિશેષણથી વિશિષ્ટ એવો સર્પ કાળો છે એરૂપ વિશેષણ-વિશેષ્યના નિયમ માટે, જો થાત્ શબ્દપ્રયોગ છે તો ત્રિપદી મહાવાકય પણ=જગતની પૂર્ણ વ્યવસ્થા બતાવનાર એવું ત્રિપદી મહાવાક્ય પણ, સ્યાત્કારગર્ભ જ સંભવે. ૯/૪ ભાવાર્થ -
પદાર્થમાં વર્તતા ઉત્પાદવ્યયધ્રૌવ્યને પરસ્પર અભેદ સંબંધ છે તે બતાવવાપૂર્વક એ ત્રણેનો ભેદ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
હેમઘટનો વ્યય તે જ હેમમુગટની ઉત્પત્તિ છે; કેમ કે સુવર્ણના મુગટની નિષ્પત્તિ માટે કરાતા પ્રયત્નથી જેમ સુવર્ણના મુગટની ઉત્પત્તિ થાય છે તે જ પ્રયત્નથી સુવર્ણના ઘટનો નાશ થાય છે માટે વ્યય અને ઉત્પાદનો અભેદ સંબંધ છે. આનાથી શું પ્રાપ્ત થાય ? તે કહે છે –