________________
૩૨૦ .
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૪ એક વસ્તુમાં ધ્રુવતા અન્ય અંશથી છે અને ઉત્પાદવ્યય અન્ય અંશથી છે એમ સ્વીકારવામાં વિરોધ નથી આથી જ સ્યાદ્વાદીનો વ્યવહાર સર્વત્ર “સ્માતુ' શબ્દના અર્થના અનુપ્રવેશથી જ થાય છે; કેમ કે જો સ્યાદ્વાદી ‘સ્યા' શબ્દના અર્થનો અનુપ્રવેશ ન કરે અને કહે કે “આ પદાર્થ ધ્રુવ છે તો તે પદાર્થને એકાંતે ધ્રુવ માનવાનો પ્રસંગ આવે અને જગતમાં દેખાતા સર્વ પદાર્થો સામાન્યરૂપે ધ્રુવ હોવા છતાં વિશેષરૂપે ઉત્પાદવ્યયરૂપ પણ દેખાય છે પરંતુ કોઈ પદાર્થ એકાંતે ધૃવરૂપ દેખાતો નથી. માટે સ્યાદ્વાદી ‘આ’ શબ્દના અર્થના અનુપ્રવેશપૂર્વક સર્વ વ્યવહાર કરે તો જ તેનું વચન સમ્યગુ બને અને જો “સ્મા’ શબ્દના અર્થનો અનુપ્રવેશ ન કરે તો પદાર્થ અનુભવથી વિરોધી પ્રાપ્ત થાય.
વળી, “ચાતુ” શબ્દપ્રયોગ કરતી વખતે કઈ અપેક્ષાએ વિશેષ કથન કર્યું છે તેને પ્રધાન કરીને કહે. જેમ, “નિત્યને પ્રધાન કરવું હોય ત્યારે આ નિત્વવ' એમ કહે. તે વખતે નિત્યની વિશેષપરતા થાય અને “સ્મા’ શબ્દથી આલિપ્ત એવાં “અનિત્ય'ની ગણપરતા થાય.
વળી, એક જ પદાર્થને ભિન્ન ભિન્ન નયથી બતાવવો હોય ત્યારે જે નયની વ્યુત્પત્તિવિશેષને ગ્રહણ કરે તે નયને આશ્રયીને તેનું મુખ્ય કથન કરીને ચાતુ’ શબ્દના અર્થનો અનુપ્રવેશ કરાવે. જેથી તે નયની વ્યુત્પત્તિવિશેષથી તે નયની વિશેષપરતા થાય. જેમ, નિશ્ચયનયની વ્યુત્પત્તિવિશેષને આશ્રયીને સમ્યગુ દૃષ્ટિ જીવ કોણ છે એમ કહેવું હોય ત્યારે જે “અપ્રમત્તસાધુ હોય તેને જ સમ્યગુદૃષ્ટિ જીવ કહેવાય, અન્યને નહીં તેથી સ્યાદ્વાદી તે કથન કરવા અર્થે કહે કે “સાતુ અપ્રમત્તમુનિ સમ્યગુદૃષ્ટિ જીવ છે, અન્ય નહીં.” અહીં “ચા” શબ્દથી વ્યવહારનયને અભિમત અવિરત સમ્યગુદૃષ્ટિ જીવનો ગૌણરૂપે સ્વીકાર છે તેથી એકાંત સ્વીકારની આપત્તિ આવે નહીં.
વળી, સ્યાદ્વાદીનો વ્યવહાર “સ્મા’ શબ્દના અનુપ્રવેશથી છે તેથી સુવર્ણના ઘટમાંથી મુગટ થયેલો જોઈને “સ્યા ઉત્પન્ન થાય છે, સ્વાતુ નાશ પામે છે, સ્વાતું ધ્રુવ છે,’ એ પ્રમાણે વાક્યપ્રયોગ કરવો જોઈએ.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, સ્યાદ્વાદી સર્વત્ર “ચાતુ' શબ્દનો અનુપ્રવેશ કરાવીને જ “ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને ધ્રુવ છે' તેમ કહી શકે.
ત્યાં પ્રશ્ન થાય કે, ભગવાને ગણધરોને “ઉપનેઈ વા' ઇત્યાદિ કહ્યું છે ત્યાં “સ્યા, ઉપનેઈ વા' ઇત્યાદિ કેમ ન કહ્યું? એને બદલે ‘૩પ વા, વિડુિં વા ધુપ વા' એમ કેમ કહ્યું ? તે શંકાના નિવારણ અર્થે કહે છે કે, “ઉપનેઈ વા' ઇત્યાદિ વચનપ્રયોગમાં જે “વા' શબ્દ છે તે “વ્યવસ્થા' અર્થમાં છે અને તે વ્યવસ્થા સ્યા' શબ્દનો સમાનાર્થી છે; કેમ કે “ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ધ્રુવ છે' તેમ ભગવાને કહ્યું નથી.
ઉત્પન્ન થાય છે અથવા નાશ પામે છે અથવા ધ્રુવ છે તેનાથી માત્ર ઉત્પન્ન થાય છે.' “માત્ર નાશ પામે છે અને માત્ર ધ્રુવ છે' એમ સિદ્ધ થતું નથી તેથી ઉત્પત્તિ, નાશ અને ધ્રુવ-વિષયક કોઈક નિયત વ્યવસ્થા છે તે અર્થ અથવા અર્થક “વા' શબ્દથી જણાય છે. વળી, આ વ્યવસ્થા જ એ બતાવે છે કે આ જગતના સર્વ પદાર્થ કોઈક અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, કોઈક અપેક્ષાએ નાશ પામે છે અને કોઈક અપેક્ષાએ ધ્રુવ છે. તેથી વા' શબ્દથી ફલિત થતી વ્યવસ્થા “સ્યાત્' શબ્દના અર્થને બતાવે છે.