________________
૩૩૨ ૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૭ જીવોને જે છૂટપટાદિના જ્ઞાન કે નીલપીતાદિ આકારનાં જ્ઞાન થાય છે તે સર્વ આકારોની સાથે સુખાકાર અને દુખાકારમાંથી કોઈ એક આકારનું વેદના થાય છે, માત્ર નીલાદિ આકારનું વદન થતું નથી. માટે જો સુખાદિ આકાર અને નીલાદિ આકારનો પરસ્પર વિરોધ સ્વીકારીએ તો સંસારી જીવોને પ્રતીત થતાં સર્વ જ્ઞાન મિથ્યા છે તેમ માનવું પડે અને સર્વ જ્ઞાન મિથ્યા છે તેમ સ્વીકારીએ તો સર્વશૂન્યજ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધ મતની પ્રાપ્તિ થાય, જે યોગાચારવાદી બૌદ્ધને ઇષ્ટ નથી. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ જ્ઞાનઅદ્વૈતવાદી બૌદ્ધ મતને દોષ આપ્યો કે જો અંતરંગ અને બહિરંગ આકારનો વિરોધ છે તેમ કહીને બાહ્યાકાર મિથ્યા છે તેમ જો જ્ઞાનઅદ્વૈતવાદી કહે તો સુખાદિ આકાર અને નીલાદિ આકારનો પણ વિરોધ હોવાથી બાહ્યાકારના અભાવની જેમ અંતરંગ જ્ઞાનાકારના અભાવની પણ આપત્તિ આવે અને તે આપત્તિને બતાવવા માટે સાક્ષીપાઠ કહે છે. અને કહેવાયું છે=સર્વશૂન્યજ્ઞાનવાદી એવાં માધ્યમિક બૌદ્ધ વડે કહેવાયું છે. બૌદ્ધવાદી ધર્મકીર્તિરચિત “પ્રમાણવાર્તિક” ગ્રંથનો શ્લોક નં-૨૧૦ અને તેની ટીકા આ પ્રમાણે છે –
किं स्यात् सा चित्रतैकस्यां न स्यात्तस्यां मतावपि ।
લવં સ્વયમર્યાનાં, રાતે તત્ર વે વયમ્ ? પારણા ટીકા :___ननु यदि सा चित्रता बुद्धावेकस्यां स्यात् तया च चित्रमेकंद्रव्यं व्यवस्थाप्येत तदा दूषणं स्यात् ? आह-न केवलं द्रव्ये, तस्यां मतावेकस्यां न सच्चित्रता, आकारनानात्वलक्षणत्वाद् भेदस्य । नानात्वेऽपि चित्रता कथम् ? अनेकपुरुषप्रतीतिवत् ।
कथं तर्हि प्रतीतिः इत्याह-यदीदमताद्रूप्येऽपि ताद्रूप्यप्रथनमर्थानां भासमानानां नीलादीनां स्वयमपरप्रेरणया रोचते, तत्र तथाप्रतिभासे के वयमसहमाना अपि निषेधुम् ? अवस्तु च प्रतिभासते चेति व्यक्तमालिक्यम् ।।
જિં ચાત્ ?'નું ઉત્થાન કરતાં ટીકાકારશ્રી કહે છે –
જો એક બુદ્ધિમાં ચિત્રતા થાય તો તેના વડે તે ચિત્રતા વડે, એક ચિત્રદ્રવ્ય વ્યવસ્થાપન થાય છે, તો વિાં સ્થાન્િ ? શું દૂષણ થાય ? તેનો ઉત્તર આપતાં “માદથી કહે છે. કેવલ દ્રવ્યમાં ચિત્રતા ન થાય પરંતુ એક એવી તે મતિમાં પણ ચિત્રતા ન થાય. કેમ એક મતિમાં ચિત્રતા ન થાય ? તેથી કહે છે –
આકારના નાનાપણારૂપ ભેદનું લક્ષણ છે અને આકારના નાનાપણામાં ચિત્રતા કેવી રીતે થાય ? અર્થાત્ થાય નહીં; અનેક પુરુષની પ્રતીતિની જેમ=અનેક પુરુષની પ્રતીતિ જુદી જુદી હોય છે. એકપુરુષમાં તે સર્વ પ્રતીતિઓ નથી તેમ એક જ્ઞાનમાં અનેક પ્રતીતિ થઈ શકે નહીં. આ રીતે શ્લોકના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી શ્લોકના ઉતરાર્ધનો અર્થ કરે છે. તે પ્રતીતિ કેવી રીતે થાય ? તેથી કહે છે –
જો અતાદ્રષ્યમાં પણ તાદ્રપ્ય ભાસમાન નીલાદિ અર્થોને સ્વયં રુચે છે=બીજાની પ્રેરણા વગર રુચે છે, તો તે પ્રકારના પ્રતિભાસમાં અમે શું છીએ ?–અસહમાન પણ અમે નિષેધ કરવા સમર્થ નથી. અંતે, શું ફલિત થાય છે તે કહે છે –
અવસ્તુ અને અલિકપણું વ્યક્ત પ્રતિભાસ થાય છે.