________________
૩૩૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૯ | ગાથા-૭ અને બાહાકાર પરસ્પર વિરોધી છે તેમ સ્વીકારીએ તો, સુખાદિ આકાર અને તીલાદિ આકાર પણ પરસ્પર વિરોધી થાય. તે વારે સર્વશૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધનો મત આવે.
૩ અને કહેવાયું છે –
“જિં ચાત્ =શું થાય ?=ચિત્રરૂપવાળી બુદ્ધિ થાય છે તેથી ચિત્રરૂપ દ્રવ્ય સ્વીકારીએ તો શું દૂષણ થાય ? તેને શૂન્યવાદી કહે છે –
જ્યાં તસ્યાં મતો પિ=એક એવી તે મતિમાં પણ, સાવિત્રતા =તે ચિત્રતા ન થાય નીલપીતાદિ ચિત્ર આકારનો પ્રતિભાસ ન થાય.
અહીં પ્રશ્ન થાય કે એક મતિમાં નીલપીતાદિ ચિત્રરૂપનો પ્રતિભાસ ન થતો હોય તો ચિત્રરૂપવાળા વસ્ત્રને જોઈને ચિત્રરૂપની પ્રતીતિ કેમ થાય છે ? તેથી કહે છે –
જી સ્વયનનાં રોતે=જો આ પ્રમાણે સ્વયં અર્થોને રુચે છે=બાહવસ્તુ કે મતિ નહીં હોવા છતાં મિથ્યા તેવી મતિ થાય તેવું સ્વયં અર્થોને રુચે છે, તત્ર વે વયમ્ =ત્યાં અમે શું કરીએ ?” (પ્રમાણવાતિક શ્લોક૨૧૦).
પૂર્વમાં કહ્યું કે, નિમિત્તભેદ વગર સંકલ્પવિકલ્પના જ્ઞાનથી શોકાદિ ત્રણ ભાવો થાય છે તેમ યોગાચારવાદી બૌદ્ધ સ્વીકારે તો બાહ્યવસ્તુના લોપથી ઘટપટ આદિનો પણ જલ્પ થાય નહીં. માટે સર્વશૂન્યજ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધ મતની પ્રાપ્તિ થાય. હવે તે શૂન્યવાદ પણ સ્વીકારી શકાય તેમ નથી એમ બતાવીને નિમિત્તના ભેદથી જ શોકાદિ ત્રણ ભાવો થાય છે તેમ સ્થાપન કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
શૂન્યવાદ પણ પ્રમાણની સિદ્ધિ અને અસિદ્ધિથી વ્યાહત છે=જો શુન્યવાદ પ્રમાણથી સિદ્ધ હોય તો પ્રમાણ વિદ્યમાન હોવાને કારણે શૂન્યવાદ નથી તેમ સિદ્ધ થાય અને શૂન્યવાદ સ્વીકારવામાં પ્રમાણની અસિદ્ધિ છે એમ કહીએ તો જે વચન પ્રમાણથી સિદ્ધ ન હોય તેને સ્વીકારી શકાય નહીં માટે પ્રમાણની સિદ્ધિ અને અસિદ્ધિથી શુન્યવાદ હણાયેલો છે, તે માટે સર્વનયશુદ્ધ સ્યાદ્વાદ જ વીતરાગપ્રણીત આદરવો જોઈએ=સર્વ દષ્ટિઓથી અનુભવને અનુરૂપ પદાર્થ કહેનાર હોવાથી શુદ્ધ એવો સ્યાદ્વાદ જ વીતરાગપ્રણીત છે માટે સ્વીકારવો જોઈએ. લોકશા ભાવાર્થ -
સોત્રાંતિક વૈભાષિક બૌદ્ધ માને છે કે પદાર્થ ક્ષણિક છે અને ઉત્પાદવ્યયધવ્યરૂપ નથી અને ત્રણ પુરુષને જે શોકાદિ ભાવો થાય છે તે ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ નિમિત્તભેદ વગર વાસનારૂપ મનની ભિન્નતાથી થાય છે તે વચન સંગત નથી. ઘટનાશ, મુગટનો ઉત્પાદ અને સુવર્ણની અવસ્થિતિ જોઈને ત્રણ પુરુષોને શોકાદિ ત્રણ ભાવો વસ્તુના ઉત્પાદવ્યયધ્રૌવ્યના નિમિત્તથી થાય છે તેમ માનવું જોઈએ, તેમ પૂર્વની ગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું.