________________
૩૩૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ / ગાથા-૮
ટબાનુસાર :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ત્રણ પુરુષનાં શોકાદિ ત્રણ કાર્યોના ભેદથી એક પદાર્થમાં ઉત્પાદ, વ્યય, ધવ્ય એ ત્રણ લક્ષણ સિદ્ધ કર્યા અને તે ત્રણેય લક્ષણો એક વસ્તુમાં અવિભક્ત દ્રવ્યપણે રહેલાં હોવાથી અભિન્ન છે અર્થાત્ સુવર્ણરૂપ દ્રવ્યમાં જ અવિભક્તરૂપે ઘટનાશ, મુગટઉત્પત્તિ અને સુવર્ણરૂપે ધ્રૌવ્ય બતાવ્યાં તેથી તે ત્રણે લક્ષણ એક વસ્તુમાં અભિન્ન છે, ભિન્ન નથી અને એક વસ્તુમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય છે આથી જ સુવર્ણના ઘટના નાશથી અભિન્ન એવાં સુવર્ણના મુગટની ઉત્પત્તિ દેખાય છે તેમાં સુવર્ણના ઘટના અવયવોના વિભાગ અને મુગટને અનુકૂળ એવા પ્રકારનો સંયોગ અને તેને અનુકૂળ સુવર્ણકારનો વ્યાપાર હેતુ છે તેથી એ ફલિત થાય કે સુવર્ણના મુગટની ઉત્પત્તિથી સુવર્ણના ઘટનો નાશ એકાંત પૃથક છે તેમ નૈયાયિક સ્વીકારે છે તે સંગત નથી; કેમ કે મુગટની નિષ્પત્તિ કરનાર પુરુષના વ્યાપારથી જે મુગટ ઉત્પન્ન થયો તે સુવર્ણના ઘટના નાશરૂપ જ છે, અન્ય નથી અને મુગટઉત્પત્તિથી ઘટનાશને અન્ય માનવામાં આવે તો ગૌરવની પ્રાપ્તિ થાય. કેમ ગૌરવની પ્રાપ્તિ થાય તે બતાવવા અર્થે કહે છે –
મહાપટના નાશથી અભિન્ન એવાં ખંડપટની ઉત્પત્તિ થાય છે તે વખતે તે ખંડપટની ઉત્પત્તિ પ્રત્યે મહાપટમાં રહેલા એક, બે આદિ તંતુના સંયોગનો અપગમ હેતુ છે અને જો તેમ ન માનવામાં આવે અને “કેટલાક દર્શનકારો માને છે કે ખંડપટ પ્રત્યે મહાપટનો નાશ હેતુ છે તેમ સ્વીકારવામાં આવે,” તો મહાગૌરવની પ્રાપ્તિ છે-તેમ તૈયાયિક માને છે અને ખંડપટ પ્રત્યે મહાપટના નાશને હેતુ સ્વીકારનાર મતવાળા કહે છે કે મહાપટનો આપરમાણુ સુધી ભંગ થાય છે અને તે ભંગ થયા પછી કચણુકાદિના ક્રમથી ખંડપટની ઉત્પત્તિ થાય છે અને તેમ સ્વીકારવામાં મહાગૌરવ છે તેમ તૈયાયિક જાણે છે અને પદાર્થની વિચારણામાં તૈયાયિક હંમેશાં લાઘવપ્રિય છે. તેથી લાઘવપ્રિય એવાં તૈયાયિકે સુવર્ણના ઘટથી ઘટનાશ અને મુગટઉત્પત્તિરૂપ બે કાર્યો માનવાં જોઈએ નહીં, પરંતુ જેમ મહાપટથી અભિન્ન એવાં ખંડપટની ઉત્પત્તિ દેખાય છે અને તેના પ્રત્યે એકાદિ તંતુના સંયોગનો અપગમ હેત દેખાય છે, તેમ ઘટનાશથી અભિન્ન એવાં મુગટઉત્પત્તિ પ્રત્યે ઘટના અવયવોના વિભાગાદિને હેતુ સ્વીકારવા ઉચિત છે, જેથી ઘટના અવયવોના વિભાગાદિથી ઘટનાશ અને મુગટઉત્પત્તિરૂપ બે કાર્ય સ્વીકારવાકૃત ગૌરવ પ્રાપ્ત થાય નહીં. માટે તૈયાયિકે ઘટનાશ અને મુગટઉત્પત્તિનો એકાંતભેદ સ્વીકારવો ઉચિત નથી પરંતુ હેમઘટના નાશથી અભિન્ન એવાં હેમમુગટની ઉત્પત્તિરૂપ કાર્ય પ્રત્યે હેમઘટના અવયવોના વિભાગ આદિને હેતુ સ્વીકારવો જોઈએ અને હેમઘટનાશ અને હેમમુગટઉત્પત્તિનો કથંચિત્ ભેદ સ્વીકારવામાં આવે તો એક સુવર્ણદ્રવ્યમાં ઘટનાશ અને મુગટઉત્પત્તિ પ્રત્યક્ષ દેખાય છે તેથી નાશ અને ઉત્પત્તિ સિદ્ધ થાય અર્થાત્ વ્યય અને ઉત્પાદની સિદ્ધિ થાય અને સુવર્ણરૂપે ધ્રૌવ્યની સિદ્ધિ થાય જેથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણની સર્વત્ર સિદ્ધિ થાય. વળી, નૈયાયિક સ્વયં કહે છે કે કલ્પનાગૌરવપક્ષને અમે સહન કરતાં નથી પરંતુ જેમાં કલ્પનાનું લાઘવ હોય તે પક્ષને અમે સહન કરીએ છીએ તેથી નૈયાયિકના વચનાનુસાર નૈયાયિકે સ્વીકારવું જોઈએ કે, ઘટનાશથી અભિન્ન જ મુગટની ઉત્પત્તિ છે પરંતુ ઘટનાશ અને મુગટની ઉત્પત્તિ બેયને પૃથફ સ્વીકારવા જોઈએ નહીં;