________________
દ્રવ્યગુણાપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૮
334
ટબાર્ચ -
એમ=પૂર્વની ગાથામાં વર્ણન કર્યું એ પ્રમાણે, શોકાદિ કાર્યત્રયના ભેદથી ઉત્પાદવ્યયધ્રૌવ્ય એ ત્રણ લક્ષણ વસ્તુમાં=એક વસ્તુમાં, સાધ્યાં પણ અવિભક્ત દ્રવ્યપણાથી એક દ્રવ્યના આસવપણાથી, અભિન્ન છે=ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય અભિન્ન છે. આથી જsઉત્પાદવ્યયધ્રૌવ્ય અભિન્ન છે આથી જ, હેમઘટના નાશથી અભિન્ન એવાં હેમમુગટની ઉત્પત્તિના વિષયમાં મઘટના અવયવના વિભાગાદિ હેતુ છે=હેમઘટના અવયવોના વિભાગ અને મુગટને અનુકૂળ સંયોગ હેતુ છે, અને આથી જ હેમઘટના નાશથી અભિન્ન એવાં હેમમુગટની ઉત્પત્તિના વિષયમાં હેમઘટના અવયવોના વિભાગ અને મુગટને અનુકૂળ સંયોગ હેતુ છે આથી જ, મહાપટના નાશથી અભિન્ન ખંડપટની ઉત્પત્તિ પ્રત્યે એકાદિ તંતુના સંયોગનો અપગમ=મહાપટમાં રહેલા ઘણા તંતુઓમાંથી એકાદિ તંતુના સંયોગનો અપગમ, હેતુ છે. વળી, ખંડપટ પ્રત્યે મહાપટનાશની હેતતાની કલ્પના કરીએ તો, મહાગૌરવ થાય એમ જાણતો ઈ=એ, લાઘવપ્રિય વૈયાયિક, નાશ અને ઉત્પત્તિમાં ઘટનાશ અને મુગટની ઉત્પત્તિમાં, એકાંત ભેદની વાસના કેમ દેઈ છે?=કેમ આપે છે ? તેણે ઘટનાશ અને મુગટઉત્પત્તિનો એકાંત ભેદ સ્વીકારવો જોઈએ નહીં. તેનું મત છે જ=ૌયાયિકનો મત છે જ,
“યત્ર=જ્યાં=જે પદાર્થની વિચારણામાં, નાનીરવં કલ્પનાગૌરવ છે, તે પક્ષ ન સદીમદે તે પક્ષને અમે સહન કરતાં નથી. યત્ર તુ=વળી, જ્યાં=જે પદાર્થની વિચારણામાં, ત્વનાતાવંત્રકલ્પનાલાઘવ છે, તે પક્ષ સહામહે તે પક્ષને અમે સહન કરીએ છીએ.” I૯/૮ ભાવાર્થ :- ગાથાનુસાર :
નૈયાયિક ભાવાત્મક પદાર્થથી અભાવને પૃથક માને છે તેથી કહે છે કે સુવર્ણના ઘટમાંથી મુગટની ઉત્પત્તિ થાય છે ત્યારે જે ઘટનાશ થયો અને મુગટની ઉત્પત્તિ થઈ તે બંને પ્રત્યે ઘટ એકરૂપે હેતુ છે; કેમ કે ઘટનાશ પ્રત્યે ઘટ પ્રતિયોગીરૂપે હેતુ છે અને મુગટઉત્પત્તિ પ્રત્યે ઘટ પોતાના અવયવોના વિભાજન દ્વારા હેતુ છે તેથી એ ફલિત થાય કે, ઘટના અવયવોના વિભાજનથી ઘટનાશરૂપ અભાવાત્મક પદાર્થ ઉત્પન્ન થયો. તેમ ઘટના અવયવોના વિભાજનથી મુગટની ઉત્પત્તિ થઈ=ઘટનાશ અને મુગટઉત્પત્તિરૂપ બે કાર્યો પ્રત્યે ઘટ પોતાના અવયવોના વિભાજનરૂપ એકસ્વરૂપથી હેતુ છે અને આમ સ્વીકારવાથી ઘટનાશ અને મુગટની ઉત્પત્તિનો એકાંતભેદ સિદ્ધ થાય અને તેમ સ્વીકારવાથી “એક જ પદાર્થ કોઈ સ્વરૂપે નાશ પામે છે માટે વ્યયરૂપ છે, કોઈક સ્વરૂપે ઉત્પન્ન થાય છે માટે ઉત્પાદ થાય છે અને કોઈક સ્વરૂપે ધ્રુવ છે” એ કથન નૈયાયિક મતાનુસાર સંગત થાય નહીં; કેમ કે મુગટની ઉત્પત્તિથી ઘટના નાશરૂપ અભાવ એકાંતભિન્ન છે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ઘટનાશ અને મુગટઉત્પત્તિની એકાંતભેદની વાસના નૈયાયિક કેમ આપે છે ? અર્થાત્ લાઘવપ્રિય નૈયાયિકે એકાંતભેદની વાસના સ્વીકારવી જોઈએ નહીં; કેમ કે તે સ્વીકારવામાં ગૌરવની પ્રાપ્તિ છે.
આ ભાવાર્થ ગાથા અનુસાર લખ્યો છે અને તૈયાયિકના એકાંતભેદના સ્વીકારમાં ગૌરવ કેમ છે ? તે ટબાના ભાવાર્થથી સ્પષ્ટ થશે.