________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૭
૩૩૧
હવે જો યોગાચારવાદી અર્થાત્ જ્ઞાનઅદ્વૈતવાદી બૌદ્ધ કહે કે, નિમિત્તકારણના ભેદ વગર પણ જીવોમાં તે તે પ્રકારની વાસનાથી જનિત એવાં જ્ઞાનસ્વભાવને કારણે કોઈકને શોક, કોઈકને પ્રમોદ અને કોઈકને મધ્યસ્થતારૂપ સંકલ્પવિકલ્પ થાય છે માટે શોકાદિના નિમિત્ત તરીકે ઉત્પાદાદિ ત્રણને માનવાની જરૂર નથી.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે, જેમ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ નિમિત્ત વગર શોકાદિ ત્રણ ભાવો માત્ર જ્ઞાનના સંકલ્પથી થઈ શકે છે તો બાહ્ય એવાં ઘટપટાદિ નિમિત્ત વગર જ વાસનાવિશેષથી ઘટપટાદિરૂપ આકારવિશેષનું જ્ઞાન પણ યોગાચારવાદી બૌદ્ધ મતાનુસાર થઈ શકે છે તે વખતે જ્ઞાનથી અતિરિક્ત કોઈ પદાર્થ નથી, માત્ર વાસનાવિશેષથી પુરુષને ઘટપટાદિ જ્ઞાન થાય છે તેમ યોગાચારવાદી બૌદ્ધના મતે પ્રાપ્ત થાય.
વળી, જો યોગાચારવાદી મત પ્રમાણે સ્વીકારીએ કે બાહ્ય પદાર્થ નથી, માત્ર જ્ઞાનસ્વરૂપ જ ઘટપટાદિ આકાર છે, તેને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે –
જો બાહ્ય કોઈ પદાર્થ ન હોય તો કારણ વગર તે તે આકારવાળું જ્ઞાન પણ સંભવી શકે નહીં.
વળી, યોગાચારવાદી બૌદ્ધ કહે છે કે, અંતરંગ આકાર અને બહિરાકારનો વિરોધ છે માટે બાહ્યાકાર મિથ્યા છે. યોગાચારવાદી બૌદ્ધનો આશય એ છે કે અંતરંગ ઘટપટાદિ આકારરૂપ જ્ઞાનની પ્રતીતિ પુરુષને થઈ રહી છે તે વખતે ઘટપટાદિ આકારાત્મક જ્ઞાન અંતરંગ છે અને તદાકારવાળી વસ્તુ બહિરંગ છે તેમ સ્વીકારવામાં પરસ્પર વિરોધ છે; કેમ કે અંતરંગ સંવેદન થતાં ઘટાદિ આકાર જ્ઞાનાત્મક છે અને તેવા જ્ઞાનાત્મક ઘટાદિ આકાર પુરોવર્તી છે તેમ કહી શકાય નહીં, પરંતુ બહાર તો જ્ઞાનના સંવેદનસ્વરૂપ ઘટાદિ આકાર દેખાતો નથી તેથી અંતરંગ અને બહિરંગ બેય જ્ઞાનના સંવેદનરૂપ ઘટાદિ આકાર સ્વીકારવાનો વિરોધ છે. માટે બાહ્ય આકાર મિથ્યા છે. તેમ કહીને “પુરુષને સંવેદન થતું જ્ઞાન જ માત્ર જગતમાં છે, જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થો નથી” તેમ યોગાચારવાદી સ્થાપન કરે છે અને તેમ સ્થાપન કરીને શોક, પ્રમોદાદિ ભાવો પણ જ્ઞાનના સંકલ્પ-વિકલ્પરૂપ છે તેમ કહે અને તેમ કહીને ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ પદાર્થ નથી તેમ સ્થાપન કરે તો ગ્રંથકારશ્રી કહે છે –
અંતરંગ આકાર અને બહિરાકાર એ બન્ને સ્વીકારવામાં વિરોધ છે; કેમ કે અંતરંગ આકાર પ્રતીત છે અને બહિરાકાર સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી માટે અંતરંગ અને બહિરંગ એ બન્ને આકાર સ્વીકારી શકાય નહીં એમ જો યોગાચારવાદી બૌદ્ધ કહે તો, અનેક વર્ણવાળી ચિત્ર વસ્તુવિષયક જ્યારે કોઈને જ્ઞાન થાય છે ત્યારે તે વસ્તુ તેને નીલપીતાદિ અનેક આકારવાળા જ્ઞાનસ્વરૂપ જણાય છે અને જેમ બહિરંગ અને અંતરંગનો પરસ્પર વિરોધ છે તેમ નીલાકાર અને પીતાકારવાળા જ્ઞાનનો પણ પરસ્પર એકકાળમાં વિરોધ છે, માટે ચિત્રવર્તુવિષયક નીલપીતાદિ અનેક આકારવાળું જ્ઞાન પણ મિથ્યા સિદ્ધ થાય. અને તેમ સ્વીકારીએ તો નીલવસ્તુને જોઈને કોઈકને સુખનું વેદના થાય છે તે વખતે જ્ઞાનના પરિણામમાં સુખાકાર અને નીલાકાર-બંને ભાસે છે તેનો પણ પરસ્પર વિરોધ પ્રાપ્ત થાય માટે તે જ્ઞાનને પણ મિથ્યા માનવું પડે અને તેમ સ્વીકારીએ તો જેમ બાહ્ય ઘટપટાદિ વસ્તુ મિથ્યા છે તેમ સંસારી જીવોને પ્રતીત થતા સુખાદિ આકાર અને નીલાદિ આકારવાળાં જ્ઞાન પણ મિથ્યા છે તેમ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો સંસારી