________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૫-૬
૩૨૫
વળી, એકાંતનિત્યવાદી અવિકૃત એવાં એક સુવર્ણને સ્વીકારીને કાર્યત્રયજનનએકશક્તિ માને છે તે વચનથી જ સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે તે બતાવવા અર્થે કહે છે –
પ્રમોદ, શોક અને માધ્યસ્થ્યરૂપ અનેક કાર્યજનક એકશક્તિ હેમદ્રવ્યમાં છે એ વચનથી જ સિદ્ધ થાય છે કે, હેમદ્રવ્ય દ્રવ્યરૂપે એક છે અને તે તે કાર્યજનક અનેકશક્તિરૂપે અનેક છે માટે એકત્વઅનેકત્વરૂપ સ્યાદ્વાદ જ સિદ્ધ થાય છે આથી જ સ્યાદ્વાદી દરેક પદાર્થને દ્રવ્યરૂપે એક અને પર્યાયરૂપે અનેક કહે છે. II/II
અવતરણિકા :
ગ્રંથકારશ્રીએ શોક, પ્રમોદ અને માધ્યસ્થ્ય ભાવનાના બળથી પદાર્થ વ્યય, ઉત્પાદ અને ધ્રૌવ્યરૂપ છે એમ સ્થાપન કર્યું. ત્યાં બૌદ્ધ ઉત્પાદવ્યયૌવ્ય એ ત્રણ વસ્તુને સ્વીકારતો નથી છતાં શોકાદિ ત્રણની સંગતિ વાસનાથી કરે છે, તે યુક્ત નથી તેમ બતાવીને શોકાદિ ત્રણના અનુભવથી પદાર્થને ઉત્પાદવ્યયૌવ્યરૂપ જ સ્વીકારવો જોઈએ તે સ્પષ્ટ કરે છે –
ગાથા:
“શોકાદિક જનનઈં વાસના, ભેદઈં” કોઇ બોલઇ યુદ્ધ રે; તસ મનસકારની ભિન્નતા, વિણ નિમિત્તભેદ કિમ શુદ્ધ રે ? જિન II/II
ગાથાર્થ ઃ
કોઈ બુદ્ધ બોલે છે=ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ પદાર્થ નથી પરંતુ પદાર્થ પ્રતિક્ષણ નાશ પામે છે અને તેનું સંતાન ઉત્પન્ન થાય છે અને તેની સંગતિ કરતાં બુદ્ધ કહે છે. શોકાદિજનન વાસનાના ભેદથી (ત્રણ પુરુષને ત્રણ પ્રતીતિ થાય છે.)
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે
-
તેના મનસકારની=ત્રણ પુરુષમાં શોકાદિ ત્રણ પ્રકારના મનસકારની ભિન્નતા, નિમિતભેદ વગર=શોકાદિ ત્રણ ભાવોના ઉત્પાદવ્યયૌવ્યરૂપ ત્રણ નિમિત્તભેદ વગર, કેમ શુદ્ધ થાય ?=કેમ સંગત થાય ? અર્થાત્ સંગત થાય નહીં. Ie/૬||
ટો
--
બૌદ્ધ ઈમ કહઈ છઈ જે-‘તુલાનમનોજ્ઞમનની પર્તિ ઉત્પાદ-વ્યય જ એકદા છઈ, ક્ષણિક સ્વલક્ષણનઈં ધ્રૌવ્વ તો છઈ જ નહીં. હેમથી શોકાદિક કાર્ય હોઈ છઈ, ભિન્ન ભિન્ન લોકની ભિન્ન ભિન્ન વાસના છઈ તે વતી. જિમ-એક જ વસ્તુ વાસનાભેદઈ કોઈનઈ ઈષ્ટ, કોઈકનઈં અનિષ્ટ-એ પ્રત્યક્ષ છઈં. સેલડીપ્રમુખ-મનુષ્યનઈં ઈષ્ટ છઈ,