________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ | ગાથા-૬
૩૨૭ ભેદથી, ઈષ્ટતા અને અનિષ્ટતા છે. ત્યાં પણ એક દ્રવ્યના=શેરડીરૂપ એક દ્રવ્યતા, ઈષ્ટજ્ઞાનજનનશક્તિરૂપ પર્યાય અને અનિષ્ટજ્ઞાનજનનશક્તિરૂપ પર્યાય જુદા છે તેમ સ્વીકારવું. (જેથી શેરડીરૂપ ધ્રુવ દ્રવ્ય, તેમ જ ઈષ્ટજ્ઞાનજતતશક્તિરૂપ અને અનિષ્ટજ્ઞાતજાતશક્તિરૂપ પર્યાયની સિદ્ધિ થાય.) I૯/૬ ભાવાર્થ :
સુવર્ણના ઘટનાશ, મુગટના ઉત્પાદ અને સુવર્ણરૂપ ધ્રુવ અંશને જોઈને ત્રણ પુરુષમાં થતા શોકાદિ ત્રણ ભાવોના બળથી સ્યાદ્વાદી પદાર્થને ઉત્પાદવ્યયવ્યરૂપ સ્થાપન કરે છે. તેની સામે એકાંત ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે કે, જેમ ત્રાજવાનાં બે પલ્લાં હોય છે અને એક પલ્લું નમે તો બીજું પલ્લું ઊંચું થાય છે તેમ કોઈક વસ્તુ ઉત્પન્ન થાય ત્યારે તે ઉત્પન્ન થયેલ વસ્તુનું પલ્લું નમે છે અને તે વખતે ઉત્પન્ન થનાર વસ્તુનું ઉપાદાન કારણ વ્યય પામે છે તેથી ત્રાજવાનું તે પલ્લું ઊંચું થાય છે. વળી, પદાર્થ ક્ષણિક સ્વભાવવાળો છે તેથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેનું ઉપાદાનકારણ પૂર્વેક્ષણમાં વસ્તુ હતી તે નાશ પામે છે, તેનાથી અતિરિક્ત કોઈ ધ્રુવ પદાર્થ નથી.
વળી, સુવર્ણના દૃષ્ટાંતથી સ્યાદ્વાદી શોકાદિ ત્રણ કાર્યને આશ્રયીને ઉત્પાદવ્યયધ્રૌવ્યની સિદ્ધિ કરે છે તે સંગત નથી તેમ બતાવવા બૌદ્ધ કહે છે કે, સુવર્ણના ઘટના નાશથી મુગટ ઉત્પન્ન થયો તેને જોઈને, ભિન્ન ભિન્ન એવાં ત્રણ પુરુષની ભિન્ન ભિન્ન વાસના હોવાને કારણે એકને શોક થાય છે, બીજાને પ્રમોદ થાય
છે અને ત્રીજાને માધ્યચ્યભાવ રહે છે. તેથી શોકાદિ ત્રણ ભાવો પ્રગટે તેમાં ત્રણ પુરુષની ત્રણ ભિન્ન ભિન્ન વાસના કારણ છે, ઉત્પાદવ્યયધ્રૌવ્ય કારણ નથી. વળી, પોતાના કથનની પુષ્ટિ માટે બૌદ્ધ દષ્ટાંત બતાવે છે –
જેમ, એક જ શેરડીરૂપ વસ્તુને જોઈને મનુષ્યને તેવી વાસનાને કારણે ઇષ્ટબુદ્ધિ થાય છે અને તે જ શેરડીરૂપ વસ્તુને જોઈને ઊંટને તેવી વાસનાને કારણે અનિષ્ટબુદ્ધિ થાય છે. માટે ભિન્ન ભિન્ન પુરુષની ભિન્ન ભિન્ન બુદ્ધિના બળથી તેના જ્ઞાનના વિષયભૂત વસ્તુનો ભેદ સ્વીકારી શકાય નહીં.
તેમ પ્રસ્તુતમાં ત્રણ પુરુષના શોકાદિ ત્રણ ભાવોના બળથી દેખાતા એવાં મુગટને ઘટનાશ, મુગટઉત્પાદ અને સુવર્ણરૂપે ધ્રુવ સ્થાપન કરી શકાય નહીં પરંતુ ઘટનાશ અભાવાત્મક હોવાથી કંઈ જ નથી અર્થાત્ તુચ્છ છે, મુગટઉત્પાદ સત્ય છે અને તેનાથી અતિરિક્ત ધ્રુવ સુવર્ણ કાંઈ જ નથી માટે મુગટ સ્વરૂપ જ સુવર્ણ છે તેમ બૌદ્ધ કહે છે.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
જો બૌદ્ધ ત્રણ પ્રકારની વાસનાના બળથી ત્રણ પુરુષોના ત્રણ પ્રકારના જુદા જુદા શોકાદિ ભાવરૂપ ત્રણ પ્રકારના મનની ભિન્નતા સ્વીકારે તો તે ત્રણ પ્રકારના મનની ભિન્નતા થવામાં નિમિત્તભેદ પણ તેણે માનવો જોઈએ.
માટે જેમ, શોકાદિ ત્રણ પ્રકારના ભાવોમાં ઉપાદાનકારણ ત્રણ પુરુષો ભિન્ન છે તેમ તે ત્રણ પુરુષોમાં જે શોકાદિ ત્રણ કાર્યો થયાં તેના પ્રત્યે નિમિત્તકારણ તરીકે દેખાતા પદાર્થના ત્રણ ભાવો પણ જુદા