________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૫
૩૨૩ એ ત્રણ પ્રકારનું કાર્ય=પ્રમોદ, શોક અને માધ્યસ્થરૂપ ત્રણ પ્રકારનાં કાર્ય, એકરૂપથી=અવિકારી એવાં હેમદ્રવ્યરૂપ એકરૂપથી કેમ થાય ? અર્થાત્ થઈ શકે નહીં.
અહીં એકાંતનિત્યવાદી કહે કે, અવિકૃત એવાં હેમદ્રવ્યમાં એવી શક્તિ છે તેથી ત્રણ કાર્ય કરે છે તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
શક્તિ પણ દેખાતા અનુભવ અનુસારે કલ્પાય છે. નહીં તો=દેખાતા અનુભવ અનુસાર શક્તિની કલ્પના ન કરવામાં આવે અને સ્વકલ્પના અનુસાર શક્તિની કલ્પના કરવામાં આવે તો, અગ્નિના સાનિધ્યમાં પાણીનો દાહજનનસ્વભાવ છે ઈત્યાદિ અનુભવ વિરુદ્ધ કલ્પના કરતાં પણ કોણ નિષેધક છે ? અર્થાત કોણ નિષેધ કરી શકે? તે કારણથી અનુભવ અનુસાર શક્તિની કલ્પના કરવી જોઈએ તે કારણથી, કાર્યભેદના અનુસાર શક્તિભેદે કારણભેદ=કાર્યભેદના અનુસાર શક્તિના ભેદથી કારણનો ભેદ, અવશય માનવો જોઈએ.
વળી, એકાંતનિત્યવાદીએ કહેલ કે, એક અવિક્ત એવું હેમદ્રવ્ય શોકાદિ કાર્યત્રયજનક એકશક્તિસ્વભાવવાળું છે, એ વચન જ સ્યાદ્વાદની સિદ્ધિ કરે છે તે બતાવવા અર્થે કહે છે –
અનેક જનનએકશક્તિ' શબ્દ જ=“અનેક કાર્યોનું જતન કરે એવું એકશક્તિવાળું દ્રવ્ય છે” એ પ્રકારના વચનરૂપ શબ્દ જ એકત્વ-અનેકત્વ સ્યાદ્વાદને સૂચવે છે અર્થાત દેખાતું સુવર્ણદ્રવ્ય સુવર્ણરૂપે એક છે અને તે તે પ્રકારના શોકાદિનાં ત્રણ કાર્યોના જનનશક્તિરૂપ પર્યાય સ્વરૂપે અનેક છે-એ પ્રકારના સ્યાદ્વાદનું સૂચક છે. I૯/પા ભાવાર્થ -
પૂર્વની ગાથામાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપ છે અને તેનું સમર્થન ઘટનાશ, મુગટઉત્પત્તિ અને સુવર્ણની અવસ્થિતિના અનુભવથી કર્યું. હવે સુવર્ણના તે પ્રકારના અનુભવની સંગતિ એકાંતનિત્યવાદી કઈ રીતે કરે છે તે બતાવતાં કહે છે –
એકાંતનિત્યવાદી કહે છે કે, વિકાર વગરનું હેમદ્રવ્ય જ સત્ય છે, કેમદ્રવ્યના ઘટ-મુગટાદિ જે વિકારો દેખાય છે તે મિથ્યા છે, જેમ તૈમિરિક રોગવાળાને એક ચંદ્ર હોવા છતાં બે ચંદ્રો દેખાય છે, વસ્તુત: બે ચંદ્રો નથી, તેમ સુવર્ણથી અતિરિક્ત ઘટ, મુગટ આદિ કાંઈ નથી, તે તે પ્રકારની વાસનાથી તે સુવર્ણના ઘટ, મુગટ આદિ વિકારો દેખાય છે.
વળી, ઘટનાશ અને મુગટઉત્પત્તિને જોઈને જે શોક, પ્રમોદ અને મધ્યસ્થતાદિરૂપ ત્રણ કાર્યો પૂર્વમાં ગ્રંથકારશ્રીએ બતાવ્યા અને તેના બળથી પદાર્થ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ છે એમ સ્થાપન કર્યું તે ઉચિત નથી. વસ્તુત: એક હેમદ્રવ્યનો જ તેવો સ્વભાવ છે કે, શોકાદિ ત્રણ કાર્યોનું જનન કરે અને ત્રણ કાર્યોનું જનન કરવાની એકશક્તિ સ્વભાવવાળું હેમદ્રવ્ય છે અર્થાત્ તે હેમદ્રવ્યની ત્રણ શક્તિ નથી પરંતુ ત્રણ કાર્યોને અનૂકુળ એવી એકશક્તિ છે. તેથી એક જ સુવર્ણને જોઈને કોઈકને શોક થાય છે, કોઈકને પ્રમોદ થાય છે અને કોઈકને માધ્યચ્યભાવ થાય છે. માટે પદાર્થ હેમદ્રવ્યરૂપે નિત્ય છે, ઉત્પાદત્રય મિથ્યા છે.