________________
૩૨૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૯ | ગાથા-૪-૫
વળી, લોકઅનુભવથી પણ “ચાત્' શબ્દનો પ્રયોગ સર્વત્ર આવશ્યક છે તે બતાવવા અર્થે કહે છે –
જેમ, કાળા સાપને જોઈને “કૃષ્ણ સર્પ છે' એમ કહેવાય છે ત્યારે પણ તે કાળો સર્પ ઉપરના ભાગથી કાળો છે, ઉદરના ભાગથી કાળો નથી માટે કૃષ્ણ સર્પને પણ “સાત્ કૃષ્ણ સર્પ' કહેવાથી જ તે વાક્ય સમ્યક બને છે. તેમ ઉત્પાદવ્યયાદિમાં પણ “સ્માતુ' શબ્દથી જ અનુભવને અનુરૂપ વચનપ્રયોગ સંગત બને છે. વળી, “કૃષ્ણ સર્પ છે” એ વચનપ્રયોગમાં પણ જેમ એક સાપને આશ્રયીને પૃષ્ઠભાગ અને ઉદરભાગના ભેદને કારણે “સાતુ' શબ્દ આવશ્યક છે તેમ સર્વ સાપને આશ્રયીને વચનપ્રયોગ કરવો હોય ત્યારે પણ સ્યાત્' શબ્દ આવશ્યક છે; કેમ કે શેષનાગ શુક્લ હોય છે તેથી “સાપ કૃષ્ણ છે” એમ એકાંતે ગ્રહણ કરવામાં આવે તો તે વચન મિથ્યા થાય અને એમ કહેવામાં આવે કે “સાપ જાતિ કથંચિત્ કૃષ્ણ છે” તો શુક્લ સાપને આશ્રયીને તે વચનનો વિરોધ થાય નહીં માટે વિશેષણ અને વિશેષ્યના નિયમ અર્થે “સાતુ' પ્રયોગ આવશ્યક છે. જેમ “સ્યા કૃષ્ણ સર્પ છે' એમ કહેવાથી “સ્યાનું વિશેષણથી વિશિષ્ટ એવાં પૃષ્ઠભાગવાળો સાપ કૃષ્ણ છે' એવું વિશેષ્યનું નિયમન થાય છે. તેથી “કૃષ્ણ સર્પ છે' એ વચન સત્ય બને છે અને જો “સ્યાતું” વિશેષણથી વિશિષ્ટ એવાં પૃષ્ઠ ભાગે કૃષ્ણ સાપને ગ્રહણ કરીને “કૃષ્ણ સર્પન કહેવામાં આવે તો સંપૂર્ણ સર્પ કૃષ્ણ છે' તેવી “કૃષ્ણ સર્પ” શબ્દથી ઉપસ્થિતિ થાય અને તેની ઉપસ્થિતિ અનુસાર સર્પ કૃષ્ણ નહીં હોવાથી તે વચનપ્રયોગ મિથ્યા સિદ્ધ થાય માટે પદાર્થનો યથાર્થ બોધ કરાવવા અર્થે “ચાત્' શબ્દનો પ્રયોગ સર્વત્ર આવશ્યક છે. જેમ પ્રસ્તુત ત્રિપદીમાં “વા દ્યતે' એમ કહેવામાં આવે ત્યારે “મુગટરૂપે ઉત્પન્ન થાય છે અને સુવર્ણરૂપે કે ઘટરૂપે ઉત્પન્ન થતો નથી તેવો બોધ થવાથી “સ્મા' વિશેષણ દ્વારા વિશેષ્ય એવાં મુગટની ઉત્પત્તિનું નિયમન થાય છે. તેથી જો લૌકિક એવાં “કૃષ્ણ સર્પ' એ વાક્યમાં પણ વિશેષણવિશેષ્યના નિયમન અર્થે “સ્માતુ' શબ્દનો પ્રયોગ આવશ્યક છે તો ત્રિપદીરૂપ મહાવાક્ય પણ સ્યાત્કારગર્ભ જ સંભવે. તે આ રીતે :
ત્રિપદી' આખી દ્વાદશાંગીનું ઉદ્ભવસ્થાન છે. તેથી તે મહાવાક્ય છે અને તેનાથી એ ફલિત થાય છે, ત્રિપદીમાંથી ઉત્પન્ન થયેલા દ્વાદશાંગીનાં દરેક વચનો સ્યાત્કારગર્ભ જ છે તેથી જે જે સ્થાને જે જે નયનું વક્તવ્ય હોય તે નયનું વક્તવ્ય વિશેષરૂપે બને અને “સ્માતુ” વિશેષણ દ્વારા અન્ય નયની સાથે તેનો અવિરોધ છે તેનો નિર્ણય થાય છે; કેમ કે તે તે નયનું વચન એકાંત નથી, અન્ય નય સાપેક્ષ છે, તે “સ્યાત્', શબ્દથી વ્યક્ત થાય છે. II/II અવતરણિકા -
પૂર્વમાં સ્થાપન કર્યું કે, સર્વ પદાર્થો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યસ્વરૂપ છે. ત્યાં એકાંત દ્રવ્યને સ્વીકારનાર અને પર્યાયનો અપલાપ કરનારા દર્શનકારોનો મત ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
બહુકારય-કારણ એક જો, કહિઈ તે દ્રવ્યસ્વભાવ રે; તો કારણ ભેદાભાવથી, હુઈ કારભેદાભાવ રે. જિન II/પા