________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૪
૩૧૯
વિસદેશ પર્યાયની ઉત્પત્તિરૂપ સંતાન છે અર્થાત્ પૂર્વમાં તે સુવર્ણમાં જે ઘટપર્યાય હતો તે સુવર્ણમાં વિસદેશ એવાં મુગટપર્યાયની ઉત્પત્તિ થઈ, તે ઘટવિશિષ્ટ સુવર્ણનું સંતાન છે અર્થાત્ ઘટવિશિષ્ટ એવાં સુવર્ણથી જન્ય એવાં સુવર્ણના મુગટની ઉત્પત્તિ છે.
વળી, સુવર્ણના ઘટના નાશરૂપ જ સુવર્ણમુગટની ઉત્પત્તિ છે તેને દઢ કરવા અર્થે યુક્તિ આપે છે. સુવર્ણઘટના નાશરૂપ જ સુવર્ણમુગટની ઉત્પત્તિ છે. માટે મુગટને જોઈને ઘટ નાશ પામ્યો એ પ્રમાણેનો વ્યવહાર સંભવે છે. આનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે
—
ઉત્તરપર્યાયની ઉત્પત્તિ એ જ પૂર્વપર્યાયનો નાશ છે. જેમ, પ્રસ્તુતમાં સુવર્ણના મુગટપર્યાયરૂપ ઉત્ત૨૫ર્યાયની ઉત્પત્તિ થઈ તે જ સુવર્ણના ઘટપર્યાયરૂપ પૂર્વપર્યાયનો નાશ છે. આ રીતે ઉત્પત્તિ અને નાશનો અભેદ બતાવ્યા પછી ઉત્પત્તિ અને નાશ સાથે ધ્રુવતાનો અભેદ બતાવે છે.
સુવર્ણની ધ્રુવતા પણ તે જ છે=સુવર્ણઘટના નાશ અને સુવર્ણમુગટની ઉત્પત્તિરૂપ જ સુવર્ણની ધ્રુવતા છે. અહીં પ્રશ્ન થાય કે, હેમઘટનો નાશ અને હેમમુગટની ઉત્પત્તિરૂપ સુવર્ણની ધ્રુવતા કેમ છે ? તેમાં યુક્તિ આપે છે –
જે કારણથી પ્રતીતિના વિષયભૂત પર્યાયના ઉત્પાદમાં પૂર્વના પર્યાય સાથે એકસંતાનપણું તે જ ધ્રૌવ્યરૂપ દ્રવ્યનું લક્ષણ છે અને પ્રસ્તુતમાં જે મુગટપર્યાય દેખાય છે તે મુગટપર્યાયનું ઘટપર્યાય સાથે એકસંતાનપણું છે માટે, ઘટ અને મુગટમાં વર્તતું સુવર્ણ એકસંતાનરૂપે ધ્રુવ છે.
વળી, આ ઉત્પાદવ્યયધ્રૌવ્ય લક્ષણ એક વસ્તુરૂપ દળમાં એકકાળે અભિન્નપણે વર્તે છે. આમ છતાં તે પદાર્થને જોઈને ઘટના અર્થી જીવને શોક થાય છે, મુગટના અર્થી જીવને પ્રમોદ થાય છે અને સુવર્ણના અર્થી જીવને માધ્યસ્થભાવ વર્તે છે તેથી એક વસ્તુમાં રહેલ ઘટનાશ, મુગટઉત્પત્તિ અને સુવર્ણની ધ્રુવતા-ત્રણે અભિન્ન હોવા છતાં તેનાં ત્રણ કાર્યો દેખાય છે તેથી તે એક વસ્તુમાં શોકની કારણશક્તિ છે, પ્રમોદની કારણશક્તિ છે અને માધ્યસ્થતાની કારણશક્તિ છે, માટે તે ત્રણ શક્તિની અપેક્ષાએ ત્રણ ભાવો ભિન્ન પણ છે એમ જાણવું. આનાથી એ પ્રાપ્ત થાય કે, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય એક દલમાં એકદા વર્તે છે તેથી અભેદ છે અને તેનાં ત્રણ કાર્ય જુદાં થાય છે માટે તે ત્રણેનો પરસ્પર ભેદ છે અને તે કથનને સ્પષ્ટ કરતાં કહે છે. દેખાતી વસ્તુમાં સુવર્ણ સામાન્યરૂપે છે, તે ધ્રૌવ્ય છે અને મુગટનો ઉત્પાદ અને ઘટનો નાશ, તે વિશેષરૂપે છે એ પ્રમાણે માનવાથી એક વસ્તુને એક-અનેક માનવામાં વિરોધ પણ નથી; કેમ કે અનુભવથી જ પદાર્થ સામાન્ય અને વિશેષરૂપ દેખાય છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે, એક જ વસ્તુ સામાન્યરૂપે ધ્રુવ છે અને ઉત્પાદવ્યયરૂપે વિશેષ છે, ત્યાં નૈયાયિકાદિ કહે કે, જે ધ્રુવ હોય તે ઉત્પાદવ્યયરૂપ ન હોઈ શકે અને જે ઉત્પાદવ્યયરૂપ હોય તે ધ્રુવ ન હોઈ શકે; કેમ કે ધ્રુવતા સાથે ઉત્પાદવ્યયનો વિરોધ છે અને ઉત્પાદવ્યય સાથે ધ્રુવતાનો વિરોધ છે માટે ૫૨માણુ આદિને ધ્રુવ સ્વીકારવા જોઈએ અને ઢંચણુકાદિને ઉત્પાદવ્યયવાળા સ્વીકા૨વા જોઈએ. તેનું નિરાકરણ કરતાં કહે છે
-