________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૪
૩૧૭
એ ૩ લક્ષણ એકદલઈં એકદા વર્તઈ છઈ, ઈમ-અભિનપણઈં પણિ શોક, પ્રમોદ, માધ્યસ્થરૂપ અનેક કાર્ય દેખીનઈ તત્કારણશક્તિરૂપઈ અનેકપર્ણ-ભિન્નતા પણિ જાણવી. સામાન્યરૂપઈં ધ્રૌવ્ય અનઈં વિશેષરૂપઈં ઉત્પાદ, વ્યય-ઈમ માનતાં વિોધ પણિ નથી. વ્યવહાર તો સર્વત્ર સ્યાદર્થાનુપ્રવેશઈ જ હોઈ. વિશેષપરતા પણિ-વ્યુત્પત્તિવિશેષઈં જ હોઈ. ગત વ-‘સ્વાદુત્વદ્યતે, સ્વાન્નતિ, સ્વાર્ ધ્રુવમ્” ઈમ જ વાક્યપ્રયોગ કીજઈં. “પ્પને રૂ વા” કૃત્યાતો વા શબ્દો વ્યવસ્થાયામ્, સ ચ સ્થાન્દ્ર સમાનાર્થ: અત વ ળ: સર્પ:” એ લૌકિક વાક્યઈં પણિ સ્વાચ્છબ્દ લેઈઈ છઈં, જે માર્ટિસર્પનઈં પૃષ્ઠાવચ્છેદઈ શ્યામતા છઈ, ઉદરાવચ્છેદઈ નથી. તથા-સર્પમાત્રઈં કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહેવાઈ છઈ. તે માર્ટિ-વિશેષણ-વિશેષ્યનિયમાર્થ જો સ્વાચ્છદ પ્રોગ છઈ, તો-ત્રિપદી મહાવાક્ય પણિ-સ્યાત્કારગર્ભ જ સંભવઈ. II૯/૪/
ટબાર્થ ઃ
સુવર્ણઘટનો નાશ થાય તે જ સુવર્ણમુગટની ઉત્પત્તિ છે; કેમ કે એકકારણજન્ય છે=સુવર્ણઘટના નાશ અને સુવર્ણમુગટની ઉત્પત્તિ એ બંને મુગટની ઘડવાની ક્રિયારૂપ એકકારણજન્ય છે. તે માટે, વિસભાગ પર્યાયની ઉત્પત્તિરૂપ સંતાન છે=વિસદ્દેશ એવાં મુગટના પર્યાયની ઉત્પત્તિરૂપ સુવર્ણ દ્રવ્યનું સંતાન છે. તેથી જ=મુગટની ઉત્પત્તિ એ વિસદ્દેશ પર્યાયની ઉત્પત્તિરૂપ સુવર્ણદ્રવ્યનું સંતાન છે તેથી જ, ઘટનાશનો વ્યવહાર સંભવે છે=મુગટને જોઈને ઘટના નાશનો વ્યવહાર થાય છે. તે માટે પણ=મુગટને જોઈને ઘટના નાશનો વ્યવહાર થાય છે તે માટે પણ, ઉત્તરપર્યાયની ઉત્પત્તિ-તે પૂર્વપર્યાયનો નાશ જાણવો=મુગટરૂપ ઉત્તરપર્યાયની ઉત્પત્તિ-તે ઘટરૂપ પૂર્વપર્યાયનો નાશ જાણવો, અને કંચનની ધ્રુવતા પણ તે જ છે=મુગટપર્યાયની ઉત્પત્તિરૂપ જ છે, જે માટે પ્રતીત્ય પર્યાયના ઉત્પાદથી એકસંતાનપણું=પ્રતીતિના વિષયભૂત એવાં પર્યાયના ઉત્પાદથી એકસંતાનપણું અર્થાત્ પ્રતીતિના વિષયભૂત એવાં મુગટપર્યાયના ઉત્પાદની સાથે ઘટનું એકસંતાનપણું, તે જ દ્રવ્યનું ધ્રૌવ્ય લક્ષણ છે.
ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યાં પછી હવે ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કરે છે. એ ત્રણ લક્ષણ=ગાથાના પૂર્વાર્ધમાં બતાવ્યાં એ વ્યય, ઉત્પાદ, ધ્રુવતારૂપ ત્રણ લક્ષણ, એક દલમાં=એક ઉપાદાનકારણમાં, એકદા=એક કાળમાં, વર્તે છે. એમત્રણ લક્ષણ એક કાળમાં એક દળમાં વર્તે છે એમ, અભિન્નપણામાં પણ=ત્રણ લક્ષણના અભિન્નપણામાં પણ, શોક-પ્રમોદ-માધ્યસ્થરૂપ અનેક કાર્યને જોઈને=ઘટના નાશથી શોક, મુગટની ઉત્પત્તિથી પ્રમોદ અને સુવર્ણની સ્થિરતાથી માધ્યસ્થરૂપ ત્રણ કાર્યને જોઈને, ત્રણ કાર્યની કારણશક્તિરૂપે અનેકપણાથી=ત્રણપણાથી, ભિન્નતા પણ જાણવી=વ્યય-ઉત્પાદ અને ધ્રુવતાની ભિન્નતા પણ જાણવી.
અહીં પ્રશ્ન થાય કે એક વસ્તુમાં ધ્રૌવ્ય સ્વીકારીએ અને પછી તેમાં ઉત્પાદવ્યય પણ સ્વીકારીએ તો