________________
૩૧૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૩-૪ છતાં પ્રતિક્ષણ પરિવર્તન થતા ભાવોથી અનિત્ય છે માટે આત્માના આત્મારૂપ ભાવનો વ્યય ન થાય તે રૂપે આત્મા નિત્ય છે અને આત્માના જે જે ભાવોરૂપ પર્યાય પરિણમન પામે છે તે તે રૂપે આત્મા અનિત્ય પણ છે. Ile/3II
અવતરણિકા ઃ
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો અભેદસંબઢ-ભેદ દેખાડઈ છઈ –
અવતરણિકાર્ય :
ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યનો અભેદથી સંબદ્ધ એવો ભેદ દેખાડે છે –
ભાવાર્થ:
ઘટ, પટ અને મઠ એ ત્રણ વસ્તુનો પરસ્પર ભેદ દેખાય છે તેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર ભેદ દેખાતો નથી પરંતુ એક વસ્તુમાં એકપ્રદેશથી વળગેલા ઉત્પાદવ્યયધ્રૌવ્ય દેખાય છે તેથી કોઈપણ વસ્તુને જોવામાં આવે ત્યારે તે વસ્તુ જ કોઇક અવસ્થાથી ઉત્પન્ન થતી દેખાય છે, કોઈક અવસ્થાથી વ્યય થતી દેખાય છે અને કોઈક અવસ્થારૂપે ધ્રુવ દેખાય છે. તેથી ઉત્પાદવ્યયધ્રૌવ્યનો એક પ્રદેશરૂપે અભેદ સંબંધ છે અને ત્રણે તે ભાવરૂપે એક વસ્તુમાં પૃથક્ દેખાય છે માટે ત્રણેનો ભેદ છે તેથી ઉત્પાદવ્યયધ્રૌવ્યનો અભેદસંબદ્ધ એવો ભેદ છે.
ગાથા
ગાથાર્થઃ
J
ઘટવ્યય, તે-ઉતપત્તિ મુકુટની, ધ્રુવતા કંચનની—તે એક રે;
દલ એકઈં વર્તğ એકદા, નિજકારયશકતિ અનેક રે. જિન॰ ll૯/૪ll
ઘટવ્યય, તે-મુગટની ઉત્પત્તિ અને કંચનની ધ્રુવતા-તે એક છે=વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા એ ત્રણેય એક છે. (કેમ એક છે તે ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરે છે.) એકઈં દલ=એક દળમાં, એકદા વર્તે છે=એક દ્રવ્યમાં એક કાળમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા વર્તે છે. નિજકારયશકતિ અનેક છે=તે દ્રવ્યમાં પોતાનાં કાર્યો કરવાની શક્તિ અનેક છે. II૯/૪/
ટબો ઃ
હેમઘટ વ્યય, તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ-એક કારણજન્ય છઈ, તે માર્ટિવિસભાગપર્યાયોત્પત્તિ-સંતાન છઈ, તેહથીજ-ઘટનાશ વ્યવહાર સંભવઈ છઈ. તે માર્ટિ-પણિ-ઉત્તરપર્યાોત્પત્તિ-તે પૂર્વપર્યાયનો નાશ જાણવો. કંચનની ધ્રુવતા પણિ તેહ જ છઈં, જે માર્ટિ-પ્રતીત્વ પર્યાક્ષત્પાદઈ એક સંતાનપણું-તેહજ-દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઈ.