________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૩
એક જ હેમ દ્રવ્યનઈં વિષઈ ઘટાકારઈં નાશ, મુકુટાકારઈં ઉત્પત્તિ અનઈં હેમાકારઈં સ્થિતિ-એ ૩ લક્ષણ પ્રકટ દીસઈં છઈં, જે માર્ટિ-હેમઘટ ભાંજી હેમમુકુટ થાઈ છઈ, તિવારઈ-હેમઘટાર્થી દુઃખવંત થાઈ, તે માર્ટિ-ઘટાકારઈં હેમવ્યય સત્ય છઈ. જે માર્ટિહેમમુકુટાર્થી હર્ષવંત થાઈ, તે માર્ટિ-હેર્મોત્પત્તિ મુકુટાકાર સત્ય છઈં. જે માર્ટિહેમમાત્રાર્થી તે કાલિ-ન સુખવંત, ન દુઃખવંત થાઈ છઈ-સ્થિતપરિણામઈ રહઈ છઈ, તે માર્ટિ-હેમસામાન્ય સ્થિતિ સત્ય છઈ. ઈમ-સર્વત્ર ઉત્પાદ, વ્યય, સ્થિતિ-પર્યાય ઢવ્વરૂપિ જાણવા.
૩૧૪
ટબોઃ
ઈહાં-ઉત્પાદ-વ્યયભાગી ભિન્નદ્રવ્ય અનઈં સ્થિતિભાગી ભિન્નદ્રવ્ય-કોઈ દીસતું નથી. જે માર્ટિ-ઘટમુકુટાઘાકારાસ્પર્શી હેમ દ્રવ્ય છઈ નહીં, જે-એક ધ્રુવ હોઈ, ધ્રુવતાની પ્રતીતિ પણિ છઈં. તે માર્ટિ-‘તન્માવાઽવ્યયં નિત્યમ્ ||૩૩||
એ લક્ષણઈં-પરિણામઈ ધ્રુવ અનઈં પરિણામઈ અધ્રુવ-સર્વ ભાવવું. Ile/3|| ટબાર્થ:
એક જ હેમદ્રવ્યને વિષે ઘટાકારે નાશ, મુકુટાકારે ઉત્પત્તિ અને હેમાકારે સ્થિતિ એ ત્રણ લક્ષણ પ્રગટ દેખાય છે.
જે માટે, હેમઘટને=સુવર્ણના ઘટને, તોડીને હેમમુકુટ=સુવર્ણનો મુગટ, થાય છે ત્યારે હેમઘટનો અર્થી દુઃખવંત થાય છે તે માટે ઘટાકારે હેમદ્રવ્યનો વ્યય સત્ય છે.
જે માટે સુવર્ણના મુગટનો અર્થી હર્ષવંત થાય છે=જ્યારે હેમઘટમાંથી હેમમુગટ બને છે ત્યારે હેમમુકુટનો અર્થી હર્ષવંત થાય છે, તે માટે હેમની ઉત્પત્તિ મુકુટાકારે સત્ય છે.
જે માટે–હેમમાત્રાર્થી=સુવર્ણમાત્રનો અર્થી પુરુષ, તે કાળે=ઘટના નાશથી મુગટના ઉત્પત્તિકાળમાં, સુખવાળો થતો નથી કે દુઃખવાળો થતો નથી પરંતુ સ્થિર પરિણામે રહે છે, તે માટે હેમસામાન્યની સ્થિતિ સત્ય છે.
એમ સર્વત્ર=સર્વ પદાર્થોમાં ઉત્પાદ, વ્યય, સ્થિતિપર્યાય દ્રવ્યરૂપે જાણવા.
અહીં=સુવર્ણના દૃષ્ટાંતમાં, ઉત્પાદ-વ્યયભાગી ભિન્ન દ્રવ્ય અને સ્થિતિભાગી ભિન્ન દ્રવ્ય કોઈ દેખાતું નથી. જે માટે, ઘટમુકુટ આદિ આકારાસ્પર્શી=આકારઅસ્પર્શી, હેમદ્રવ્ય છે નહીં=ઘટ અને મુકુટ આકારને ન સ્પર્શતું હોય એવું કોઈ હેમદ્રવ્ય જગતમાં નથી, જે એક ધ્રુવ બને. વળી, ધ્રુવતાની પ્રતીતિ પણ છે, તે માટે, “તદ્ભાવનું અવ્યય એ નિત્ય” ।।૫-૩૩।। એ લક્ષણથી (તત્ત્વાર્થસૂત્રના અધ્યાય-૫નું સૂત્ર-૩૩) પરિણામી ધ્રુવ અને પરિણામી અધ્રુવ સર્વ ભાવવું. ૯/૩/