________________
૩૧૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૨-૩
અહીં વિચારકને પ્રશ્ન થાય કે, તે તે દર્શનવાળા એકાંતવાસનાથી મોહિત છે એમ ગ્રંથકારશ્રીએ ન કહ્યું પરંતુ અનાદિકાળની એકાંત વાસનાથી મોહિત જીવ ઉત્પાદ, વ્યયનો વિરોધ જાણે છે તેમ ગ્રંથકારશ્રીએ કેમ કહ્યું ? કેમ કે તે તે દર્શનવાળા અનાદિકાળથી એકાંતવાસનાવાળા નથી પરંતુ તે તે ભવમાં તે તે દર્શનની એકાંતવાસનાથી મોહિત છે. માટે ગ્રંથકારશ્રીએ અનાદિકાળની એકાંતવાસનાથી જીવ મોહિત છે તેમ કહેવું જોઈએ નહીં.
તેનું તાત્પર્ય એ છે કે, અનાદિકાળથી સંસારવર્તીિ જીવો પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવાને અભિમુખ થયા નથી પરંતુ પોતાની ઇન્દ્રિયોથી જે જે પ્રકારે પદાર્થ દેખાય છે તે તે પ્રકારે એકાંતવાસનાથી મોહિત હોય છે. તેથી જ આત્મહિતને છોડીને એકાંત દષ્ટ પોતાના ભવને સામે રાખીને તુચ્છ એવાં સુખ માટે પ્રયત્ન કરે છે તે રીતે કોઈક જીવ કોઈ દર્શનમાં જન્મે ત્યારે તે તે દર્શન પ્રત્યે અવિચારક રાગ થાય છે તેથી એકાંતવાસનાથી મોહિત એવો તે જીવ ઉત્પાદ, વ્યય અને ધ્રુવનો પરસ્પર વિરોધ છે તેમ જાણે છે અને તેથી અવિચારકરૂપે અનાદિકાળથી આત્મામાં જે એકાંતવાસના વર્તે છે તેના બળથી જેમ સંસારી જીવો પોતાના હિતનો નાશ કરે છે તેમ તે તે દર્શનમાં રહીને પણ એકાંતવાસનાથી મોહિત જીવ ઉત્પાદ, વ્યય અને ધ્રુવ વચ્ચે પરસ્પર વિરોધ જાણીને પરમાર્થને જોવા સમર્થ બનતા નથી તેથી તત્ત્વની પ્રાપ્તિ કરીને હિત સાધી શકતા નથી. ll૯/શા અવતરણિકા -
તેહ જ દેખાડઈ થઈ –
અવતરણિતાર્થ :
તે જ દેખાડે છે–પૂર્વ ગાથામાં કહ્યું કે પ્રત્યક્ષથી સમયે સમયે છએ દ્રવ્યોનો ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય દેખાય છે તેમાં કોઈ વિરોધને સ્થાન નથી, તે જ અનુભવને અનુરૂપ પ્રત્યક્ષથી દેખાડે છે –
ગાથા -
ઘટ, મુકુટ, સુવર્ણ હ અર્થિઆ, વ્યય, ઉતપતિ, સ્થિતિ પેમંત રે;
નિજરૂપઈ હોવ હેમથી, દુઃખ, હર્ષ, ઉપેક્ષાવંત રે. જિન II૯/3II ગાથાર્થ :
ઘટ,મુગટ અને સોનાના અWિઆ જીવો હ હોય, તેઓ વ્યય=ઘટનો વ્યય, ઉતપતિ મુગટની ઉત્પત્તિ, સ્થિતિ સુવર્ણની અવસ્થિતિને, પેખંતજોતા, દુખવંતeઘટના વ્યયથી દુઃખવંત, હર્ષવંતર મુગટની ઉત્પત્તિથી હર્ષવાળા અને ઉપેક્ષાવંત=સુવર્ણની અવસ્થિતિથી ઉપેક્ષાવાળા, હેમથી નિજરૂપઈ હોવઈં=સુવર્ણને જોઈને પોતાના પરિણામને અનુરૂપ થાય છે. II૯/3II